ડમી સર્કલ ઓફિસર
ગાંધીનગર કલેક્ટર કચેરી ની સબરજીસ્ટ્રાર કચેરી ના સર્કલ ઓફિસર ની જગ્યા એ ત્રાહિત વ્યક્તિ છેલ્લા પાંચ મહિના થી બેસી ને સરકારી ફાઈલો તપાસતો અને શાહી કરી ફાઈલો ડિઅર્સ કરતો હોવાનું ખુદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ની અણધારી મુલાકાત માં પોલ પકડાઈ હતી.ગાંધીનગર | કલેક્ટર કચેરી માં આવેલી જીલ્લા દફતર કચેરી માં રી-સર્વે ની કામગિરી અન્વયે | એન્ટી કરપ્શન બ્યુરો | ની ટીમ એ ૧ લાખ રૂ.ની લાંચ લેતા સિનિયર સર્વેયર અતુલ વ્યાસ | ને ઝડપી લીધો હતો. આ ઘટના તાજી હતી ત્યાં મેદરા ગામ ની કરોડો ની જમીન બનાવટી | પાવર ઓફ એટોર્ની ના આધારે દસ્તાવેજ કરી | લેવાયા નો અને સબ રજીસ્ટ્રારે ગંભીર બેદરકારી દાખવ્યા નો મામલો વ્હાર આવતા આ કચેરી ભ્રષ્ટાચાર ના વિવાદો માં સપડાઈ હતી. | ગુરુવારે રાજ્ય મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ કલેક્ટર કચેરી ની સરપ્રાઈઝ વિઝીટ કરતા સર્વે અધિકારીઓ, કર્મચારીઓ માં ફફડાટ વ્યાપ્યો | હતો. આ દરમિયાન સર્કલ ઓફિસર ની જગ્યા | એ તેમના ડમી, ત્રાહિત વ્યક્તિ કામ કરતો હોવા નું ઝડપાયું હતું. છેલ્લા પાંચ મહિના થી આ | જ વ્યકિત સરકારી ફાઈલો નો વહીવટ કરતો હોવા નું બહાર આવતા મંત્રીશ્રી એ નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈ નો ઉધડો લીધો હતો. આ ત્રાહિત વ્યક્તિ સર્કલ ઓફિસર ની ખુરશી ઉપર બેસી સરકારી ફાઈલો ચેક કરતો હતો. મંત્રીશ્રી ની મુલાકાત દરમ્યિાન કચેરી ના અન્ય કર્મચારીઓ પણ ભાગી છૂટ્યા હતા જ્યારે એક માત્ર મહિલા કર્મચારી તેમના ટેબલ ઉપર બેસી ને પૂર્વવત કામ કરતા રહ્યા હતા. મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી સામે સર્કલ ઓફિસર બે હાથ જોડી ને કરગરવા લાગ્યો હતો. જો કે મંત્રીશ્રી એ સ્પષ્ટ કર્યું હતું કે આ બધુ જોવા ની જવાબદારી કલેક્ટર, કે કલેક્ટર સહિત ના અધિકારીઓ ની છે. મેં સૂચના આપી દીધી છે કે તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવા માં આવે. રાજ્ય ની પાટનગર ગાંધીનગર ની કલેક્ટર કચેરી ના તાબા ની સબ રજીસ્ટ્રાર કચેરી માં આટલી હદે અંધેર ચાલતું હોય કે પાંચ-પાંચ મહિનાઓ થી ત્રાહિત વ્યક્તિ સર્કલ ઓફિસર બની ને સરકારી ફાઈલો તપાસે, તદુપરાંત મંત્રી ની સરપ્રાઈઝ વિઝીટ થી ડરી ને આખો સ્ટાફ ભાગી જાય તે કઈ રીતે ચલાવી લેવાય, અને તો દૂર ની નાના શહેરો અને તાલુકા માં કલેક્ટર કચેરીઓ માં કેવું અંધેર ચાલતું હશે