દાદીમા ના નુસખા

લક્ષ્યો – આ રોગમાં ખાવાનું સારી રીતે પચતું નથી, અચાનક થાક અનુભવાય છે. હરઘડી ઉબકાં આવ્યા કરે છે. ખાટા ઓડકાર આવે છે. શરીરમાં ભારેપણ જેવું લાગે છે. ગળુ, છાતી અને પેટમાં બળતરા થાય છે. જમવાની ઈચ્છા થતી નથી. જ્યારે પિત્ત વધી જાય છે ત્યારે તે ઉપરની તરફ વધવા લાગે છે, તે વખતે પિત્તની ઉલ્ટી થઈ જાય છે. પિત્તમાં લીલા, પીળા, નીલા અથવા લાલ રંગનું પાતળું પાણી (પિત્ત) બહાર નીકળે છે. પિત્ત નિકળી ગયા પછી રોગીને ચેન પડે છે. ઘણીવાર ખાલી પેટે પણ પિત્ત વધી જાય છે અને ઉલ્ટી થઈ જાય છે. આ રોગમાં હરઘડી ઉબકાં જેવું લાગે છે.


નુસખા- ધાણા અને જીરાને સરખા પ્રમાણમાં લઈ તેને વાટી ચૂરણ બનાવો, તેમાંથી અડધી ચમચી જેટલું ચૂરણ દિવસમાં ચારવાર હુંફાળા પાણી સાથે લો. – એક ચમચી આંબળાનું ચૂરણ લેવાથી પેટમાં પિત્ત બનતો નથી.

– આંબલીના શરબતમાં ખાંડ મેળવી પીવાથી પિત્ત મટી જાય છે.આંબલીનું શરબત પિત્ત દૂર કરે છે.

– જો ગરમીમાં પિત્ત વધી જાય તો ફૂદીન|ાના રસમાં થોડી મરી, શેકેલા જીરુંને વાટી તેના ચૂરણમાં મીઠું તથા ધાણાજીરૂ મેળવી પ્રયોગ કરો.

– એક ચમચી મધમાં એક ચપટી હરડેનું ચૂરણ મેળવી ચાંટો ઉપરથી હુંફાળું પાણી પીઓ.

– બે ચમચી કરમદીનાં રસમાં એક ચમચી મધ અને એક લાલ ઈલાયચીનું ચૂરણ મેળવી સેવન કરો.

– ૨૫-૨૫ ગ્રામ જેટલું ધાણાજીરું અને સૂંઠ વાટો. આની ત્રણ ખોરાક તૈયાર કરો. દિવસમાં ત્રણેય ખોરાક પાણીમાં કાઢો બનાવી પીઓ.

– થોડો આદુ અને એક ચમચી જેટલું ધાણાજીરું લઈ તેની ચટણી બનાવો. આ ચટણી સવાર-સાંજ ખાવાથી પિત્ત દૂર થાય છે.

– ૧ ગ્રામ જવખારને મધમાં મેળવી સવાર-બપોર અને સાંજે ચાંટો.

– મૂળાના બે ચમચી રસમાં ખાંડ મેળવી પીવાથી ખાટા ઓડકાર આવતા બંધ થાય

-ગિલોય (ગળો) ના ચૂરણને ખાંડ સાથે ખાવાથી પિત્ત ઘટે છે.

– ચણાના શાકને (ભાજીને) પાણીમાં પલાળો. ત્યારબાદ પાણી સહિત શાક ચાવી જાવ.

– ડુંગળીના રસમાં લીંબૂ નિચોવી પીવાથી છાતીની બળતરા મટી જાય છે

– સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મૂળાનો રસ નાંખી પીવાથી દુષિત પિત્ત પેશાબ સાથે નિકળી જાય છે.

– એક ચમચી પાલકનો રસ અને એક ચમચી મૂળાનો રસ, આ બંનેને મેળવી પીવાથી પિત્તના રોગીને ઘણી રાહત મળે

૩ ગ્રામ મરીના ચૂરણમાં બે ચમચી શુધ્ધ ઘી મેળવી લેવાથી શીતપિત્તની ખરાબી દૂર થાય છે.

– ગોળ સાથે વાટેલું જીરું ખાવાથી પણ શીતપિત્ત મટી જાય છે.

– એક ગ્લાસ પાણીમાં અડધો લીંબૂનો રસ મેળવી પીવાથી પણ પિત્તમાં ઘણો આરામ મળે છે.

-શેકેલી જુવારને ગોળ અથવા પતાસા સાથે ખાઓ આનાથી પેટની બળતરા મટી જાય છે.

– મગની દાળ સાથે પરવળ બનાવો. ત્યારબાદ તેનું પાણી નિચોવી પીઓ.

– નાળિયેરનું પાણી પીવાથી એસિડિટી મટી જાય છે.

– ગુલકંદનું શરબત પીવાથી અમ્લપિત્ત મટી જાય છે.
પથ્થ-અપથ્ય – આ રોગમાં કફપિત્તનાશક પદાર્થ તથા ઉકાળેલું પાણી બહુ લાભદાયક છે. પરંતુ છાશ પીવી જોઈએ નહીં. જૂનો મગ, જૂના જવ, પરવળ, દાડમ, આંબળા, નાળિયેર પાણી, ધાણી, પેઠાનો મુરબ્બો,

Leave a Reply

Your email address will not be published.