પી. કે. ને કોંગ્રેસ નું જોડાણ અટક્યુ
છેલ્લા એક પખવાડીયા ની શ્રેણીબધ્ધ મુલાકાતો, બેઠકો, પ્રેઝન્ટેશનો બાદ આખરે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ની કોંગ્રેસ માં જોડાવા ની ચાલતી અટકળો વચ્ચે ખુદ પ્રશાંત કિશોર અને કોંગ્રેસ ના રણદીપ સૂરજેવાલાએ પ્રશાંત કિશોર એ કોંગ્રેસ ની ઓફર નો અસ્વિકાર કર્યો હોવા નું ટિવટ કર્યું હતું.કોંગ્રેસ ના નેતા રણદીપ સૂરજેવાલા એ ટિવટ કરતા આ અંગે ની જાણકારી આપી જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ એ એક એમ્પાવર્ડ એક્શન ગૃપ ૨૦૨૪ ની રચના કરી છે અને પ્રશાંત કિશોર ને જવાબદારી સોંપતા ગૃપ માં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા. જો કે તેમણે તેનો અસ્વિકાર કર્યો છે અને પાર્ટી ને તેમણે કરેલા સૂચનો બદલ તેમના આભારી છીએ. જ્યારે પ્રશાંત કિશોરે પણ ટિવટ કર્યું હતું કે મેં એમ્પાવર્ડ ગૃપ નો ભાગ બનવા, પાર્ટી માં જોડાવા અને ચૂંટણી ની જવાબદારી લેવા ની કોંગ્રેસ ની ઓફરને ઠુકરવી છે. મારા મતે પક્ષ ની આંતરિક સમસ્યાઓ ઉકેલવા માટે કોંગ્રેસ ને મારા કરતા વધુ મજબૂત નેતૃત્વ અને પ્રબળ ઈચ્છાશક્તિ ની તાતી જર છે. આમ કોંગ્રેસ અને પીકે બન્ને દ્વારા સત્તાવાર રીતે આ જોડાણ થઈ શક્યું નથી તેની જાહેરત કરી દેવાઈ હતી. હવે આ જોડાણ ના થઈ શકવા ના વિવિધ પાસાઓ ની ચર્ચા કરીએ તો આ અગાઉ જ એવા સમાચાર તો આવી ચૂક્યા હતા કે પ્રશાંત કિશોર કોંગ્રેસ માં ચૂંટણી સંલગ્ન નિર્ણયો માં ફ્રી હેન્ડ ઈચ્છે છે.

જ્યારે ૧૦ જનપથ ખાતે યોજાયેલી વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ ની બેઠક માં કોંગ્રેસ એ ભવિષ્ય ને લઈ ને મોટો નિર્ણય કર્યો હતો જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા છે નવી કમિટિઓ ની રચના કરાઈ હતી. આ તમામ કમિટ ઓ ના અલગ અલગ કન્વીનર તરીકે કોંગ્રેસી નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, પી.ચિદમ્બરમ, મુકુલ વાસ નિક, ભૂપિન્દર હુડ્ડા અને અમરિન્દર સિંગ ગાંધી એ પ્રશાંત કિશોર ના કોંગ્રેસ માં જોડાવા અંગે વિચારણા કરવા કોંગ્રેસી નેતાઓ ની એક કમિટી બનાવી હતી જેના રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવા કે.સી. વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ, રણદિપ સૂરજેવાલા, અંબિકા સોની અને દિગ્વિજયસિંહ ૧૦ જનપથ ખાતે મળ્યા હતા. મોવડીમંડળ ને ૬૦૦ પાના નું પ્રેઝન્ટેશન આપતા સત્તા માં પરત ફરવા શું કરવું જોઈએ તે જણાવ્યું હતું. જો કે ત્યારે જ ઘણા કોંગ્રેસી નેતઓ એ તેના સૂચનો અવગણ્યા હતા.

આખરે કોંગ્રેસ દ્વારા છ સમિતિઓ ની રચના અને તેના કન્વિનરો જાહેર કરાયા » બાદ પીકે ને એક સમિતિ એમ્પાવર્ડ એક્શન ગૃપ નો ભાગ બનવા આમંત્રણ અપાયુ હતું. અર્થાત કે ના માત્ર પ્રશાંત કિશોર ને કોઈ ફી હેન્ડ અપાયો ન હતો માં સામેલ કરાયો હતો કે જેના કન્વિનર કોઈ અલગ કોંગ્રેસી નેતા હોય, અર્થાત કે પી.કે. માત્ર સભ્ય તરીકે તે સમિતિ માં જોડાય. આ ઉપરાંત કમિટિ ના સભ્યો નું મંતવ્ય હતું કે કોંગ્રેસ માં જોડાવા ઉપર પીકે એ ટીએમસી અને મમતા બેનરજી સાથે ના અને ટીઆરએસ અને કેસીઆર જેવા રાજકીય પક્ષો ને વ્યક્તિઓ થી અલિપ્ત થઈ ને પોતાને સંપૂર્ણપણે કોંગ્રેસ ને જ સમર્પિત કરે.આમ પ્રશાંત કિશોર નું કોંગ્રેસ માં સ્વાગત ન માત્ર શરતી હતું, પરંતુ ત્યાર બાદ પણ ચૂંટણી રણનીતિ અંગે કોંગ્રેસ દ્વારા બનવાયેલી સમિતિ ના પણ કન્વિનર તરીકે નહીં માત્ર કમિટિ માં સભ્યપદ ઓફર કરાયું હતું. જેનો પ્રશાંત કિશોરે અસ્વિકાર જ કરે તે તદ્દન સ્વાભાવિક હતું. હવે ૨૦૨૪ માટે પ્રશાંત કિશોર કોઈ અન્ય ને શોધશે.