પ્રથમ લતા મંગેશકર એવોર્ડ

ભારત ના સ્વર કિન્નરી સ્વ. લતા મંગેશકર ના પરિવારના સભ્યો દ્વારા તેમના પિતાશ્રી દિનાનાથ મંગેશકર ની ૮૦ મી પુણ્યતિથિ થી તેમની યાદ માં લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ આપવા નું નક્કી કરાયું હતું. જે પ્રથમ સન્માન ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને અપાયું હતું.આ પુરસ્કાર અંગે જાહેરાત કરતા મંગેશકર પરિવાર અને માસ્ટર દિનાનથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટે લતા મંગેશકર ના સન્માન અને સ્મૃતિ માં દર વર્ષે આ પુરકાર રાષ્ટ્ર ના નિર્માણ માં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિ ને અપાશે. આ પ્રસંગે રવિવારે મુંબઈ ના પુસ્મૃઆનંદ હોલ માં યોજાયેલા કાર્યક્રમ માં મોદી એ સૌ પ્રથમ લતાદીદી અને તેમના માતાપિતા ના ફોટા ઉપર પુષ્પાંજલી અર્પિત કરી હતી.

ત્યાર બાદ એવોર્ડ થી સન્માનાયા બાદ કરેલા પોતાના સંબોધન માં વડાપ્રધાને કહ્યું હતું કે હું આ એવોર્ડ દેશવાસીઓ ન સમર્પિત કરું છું. લતાદીદી મારા મોટા બહેન સમાન હતા. સંગીત એક સાધના છે, એક ભાવના છે.જ્યારે લતાદીદી ના નામ થી પુરસ્કાર મળે છે ત્યારે એક પતિકાપણું લાગે છે. તેઓ મારા માટે એક મોટી વ્હેન સમાન હતા. મને ઘણો પ્રેમ-સ્નેહ કરતા હતા. આ વર્ષે ઘણા વર્ષો પછી એવું બનશે જ્યારે રક્ષાબંધન એ મને દીદી ની રાખડી નહીં મળે. આ ઉપરાંત આશા પારેખ અને જેકી શ્રોફ ને સિનેમા માં તેમના યોગદાન બદલ માસ્ટર દિનાનથિ સ્પે. ઓનર પુરકાર રાહુલ દેશપાંડે ને ભારતીય સંગીત માટે માસ્ટર દિનાનાથ પુરસ્કાર અને સંજય છાયા ને નાટક માટે બેસ્ટ ડ્રામા એવોર્ડથી સ્માનિત કરાયા હતા.


Leave a Reply

Your email address will not be published.