મોદી રતન તાતા આસામ માં

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ ના પ્રવાસે હતા. આ દરમ્યિાન તેમણે આસામ માં ૬ કેન્સર હોસ્પિટલો ના ઉદ્ઘાટન કરવા ઉપરાંત ૭ નવી કેન્સર હોસ્પિટલો નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મંચ ઉપર વડાપ્રધાન સાથે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન તાતા, પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ, હાલ ના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા પણ ઉપસ્થિત હતા.આ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે નોર્થ ઈસ્ટ માં કેન્સર એક મોટી સમસ્યા છે. જેના થી આપણા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પ્રભાવિત થતા હોય છે. આસામ માં સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે કરાર થયો હતો. જેને વાસ્તવિકતા નું રૂપ આપવા નું કામ ભાજપા ની ડબલ એન્જિન સરકાર કરી રહી છે. ૨૦૧૪ પછી નોર્થ ઈસ્ટ માં મુશ્કેલ કામો થઈ રહ્યા છે. ર૬૦૦ અમૃ ત સરોવરો બનાવવા નું કામ લોક ભાગીદારી થી ચાલી રહ્યું છે. તમે મને સમજ્યો અને દિલ થી સમજ્યો. તમારા સ્વપ્ના પુરા કરવા માટે તમે પણ લાગ્યા છો, અમે પણ લાગ્યા છીએ. આસામ અને મેઘાલય વચ્ચે થયેલી સમજૂતી થી સમગ્ર ક્ષેત્ર માં વિકાસ ની આકાંક્ષાઓ ને બળ મળશે.

આસામ માં જેમ જેમ શાંતિ પરત ફરી રહી છે તેમ તેમ નિયમો ને પણ બદલવા માં આવી રહ્યા છે. આથી જ અહીં આફસ્પા માં પણ ઘટાડો કર્યો છે. નોર્થ ઈસ્ટ ની હિંસા ની ઘટન| ઓ માં ૭૫ ટકા નો ઘટાડો આવ્યો છે. સબ કા સાથ સબ કા વિકાસ ની ભાવના સાથે નોર્થ ઈસ્ટ નો સર્વાગી વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર મહત્તમ પ્રયાસો કરી રહી છે. નોર્થ ઈસ્ટ માં સ્થપાયેલી શાંતિ ના પગલે વિકાસ ના કામો થઈ રહ્યા છે | અને સરકાર પણ યુવાઓ ને નવી તકો ઉપલબ્ધ કરાવવા કટિબધ્ધ છે. કેન્સર ની સારવાર માટે હજુ થોડા સમય પહેલા સુધી સારવાર માટે દર્દીઓ ના પરિવારો ને ઘણે દૂર શહેરો માં જવું પડતું હતું અને પારાવાર હાલાકી નો સામનો કરવો પડતો હતો. તેને દૂર કરવા માટે જે પગલા લેવા માં આવ્યા છે તે માટે હું સર્વાનંદ સોનેવાલજી, હેમંત બિસ્વા સરમા અને ટાટા ટ્રસ્ટ ની પ્રશંસા કરું છું. દિબ્રુગઢ ના ખાનિકર મેદાન માં આયોજિત ઉદ્ઘાટન સમારોહ ના મંચ ઉપર થી બોલતા દેશ ના દિગજ અને આદરણીય ઉદ્યોગપતિ રતન તાતા ખૂબ જ ભાવુક સંબોધન કરતા કહ્યું હતું કે હું મારા જીવન ના અંતિમ વર્ષો સ્વાથ્ય ને સમર્પિત કરું છું. હું મારા જીવન ના અંતિમ વર્ષો આસામ ને એક ઓળખ આપવા માટે સમર્પિત કરું છું.

Leave a Reply

Your email address will not be published.