રસરંગ પૂર્તિ

લક્ષ્મીએ અર્ચનાના બે હાથ પકડી રડતાં રડતાં કહ્યું, “બહેન, ઉષ્મા કદી ભુલાશે નહિ. એ એક દિવ્ય બાળા હતી. કેન્દ્રમાં કુદરતનો ભોગ બની એ અમર થઈ ગઈ છે. કેન્દ્રના ઈતિહાસમાં એ હંમેશ માટે જીવંત રહેશે. આમ તો આપણે બધાં મરી જ ગયા હતાં. નવા જીવનની આશાએ આપણે અહીં આવ્યાં અને કેન્દ્ર આપણને જીવતદાન આપ્યું છે.’
“એકાકી જીવન જીવીને શું કરવાનું?’
‘દુનિયામાં તમે એકલાં નથી. હજારો લોકો એકલતા અનુભવતાં જીવન શારદાનું હૈયું પિગળી ગયું. અર્ચનાના ખોળામાં માથું નાંખી રડી [ પડી હતી. એના માથા પર હાથ ફેરવી આત્મીયતાનો અનુભવ કરાવ્યો હતો.
એ જ રીતે શારદાએ એને છાતીરિસી ચાંપી કહ્યું, “બહેન, હું ભાંગી [ પડી હતી ત્યારે તમે મને જીવવાનું બળ આપ્યું હતું. આજે હું તમને બળ આપું છું. ચાલો, આંસુ લૂછી નાંખો. હિંમત રાખો અને ઉષ્માને વિદાય આપો…”
અર્ચના ઊભી થઈ ઉષ્માની પાસે જઈ એના બે ગાલ પર વહાલથી હાથ ફેરવી પ્રેમભરી વિદાય આપી. કેન્દ્રની પરંપરા પ્રમાણે દીદીએ ચારે બાળકોની અંતિમવિધિ બહુ સારી રીતે કરાવી. | હેયાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, “નારી કલ્યાણ કેન્દ્રના જ નહિ, સમગ્ર પૂણેના ઈતિહાસમાં આ ગોઝારો દિવસ હંમેશ માટે કાળા | અક્ષરે લખાશે.”

પળભર થોભી આંખો લૂછી
‘તિમિરનાં તેજ
જય ગજ્જર
દીદીએ ઘોષણા કરી, “આજથી આપણા કેન્દ્રના ચાર હૉલ એ બાળકોના નામથી ઓળખાશે.”
દીદી આગળ કશું ન બોલી શક્યાં. ત્રણ બાળકોની માતાઓને સાંત્વન આપી અર્ચના પાસે આવી સુષમાદીદીએ કહ્યું, “બહેન, કશું

જ નહિ ભૂલી શકો. ઉષ્માની સ્મૃતિ તમને હવે નવું બળ આપશે. ભૂતકાળ કદી ભૂલાતો નથી. એ ભૂતકાળની કેડી પર નવા જીવનની ઈમારત બાધવાની છે. પ્રભુ તને એ માટે શક્તિ અર્પે. થોડા દિવસ તારી સાથે શારદા સૂઈ જશે જેથી તુ એકલતા ન અન_ભવે.”
થેંક્સ દીદી.”
શારદા એની સાથે રૂમમાં ગઈ. શારદાએ આગ્રહ કરી એને જમાડી. થોડી ખીચડી સિવાય કંઈ ખાઈ શકી નહિ. એને ગળે કંઈ ઊતરતું નહોતું. આંખ સામે ઉષ્મા રમી રહેતી. કાલુ કાલુ બોલી મમ્મીને હસાવતી. જાત જાતના સવાલો કરતી. ઘણું બધું યાદ આવી રહ્યાં હતું.
“યુ લુક બ્યુટીફુલ મમ્મી!’ એ શબ્દો યાદ આવતાં એનું હૈયું પીગળી

Leave a Reply

Your email address will not be published.