રાણા કપૂર અને ગાંધી પરિવાર

યસ બેંક ના કો ફાઉન્ડર રાણા કપૂરે ઈડી ને જણાવ્યું હતું કે તેમને પ્રિયંકા ગાંધી પાસે થી એમ એફ હુસેન નું પેઈન્ટશંગ ખરીદવા કોંગ્રેસ પક્ષ તરફ થી દબાણ કરાયું હતું. વેચાણ માં થી મળેલી ૨ કરોડ ની રકમ નો ઉપયોગ ન્યુયોર્કમાં કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મ ણતા સોનિયા ગાંધી ની સારવાર માટે કરાયો હતો.એ પણ એક વાસ્તવિકતા છે કે દેશ માં કરોડો-અબજો ના ગોટાળા કરનાર લલિત મોદી, નિરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોક્સી, સાંડેસરા જૂથ કોઈ ને કોઈ રીતે કોંગ્રેસ અને ગાંધી પરિવાર સાથે જોડાયેલા રહ્યા હતા. ફેડરલ એન્ટી મની લોન્ડરીંગ એજન્સી દ્વારા અદાલત માં રજૂ કરાયેલી ચાર્જશીટ માં રાણા કપૂરે આ વાત જણાવી હતી કે વાસ્તવ માં તેઓ આ પેઈન્ટીંગ ખરીદવા બિલકુલ તૈયાર ન હતા. જો કે તત્કાલિન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરા એ આમ કરવા ખૂબ દબાણ કર્યું હતું. તેમણે જુદા જુદા નંબરો થી અનેક વખત ફોન કર્યા હતા. જેને પણ રાણા કપૂર ટાળતા રહેતા. આખરે મુરલી દેવરા એ ઘણી વખત તેમના ઘર અને ઓફિસ ની વ્યક્તિગત મુલાકાતો કરી. મુરલી દેવરા તેમને જણાવતા હતા કે પેઈન્ટીંગ ખરીદવા નો ઈન્કાર કરવા થી તેમનો ગાંધી પરિવાર સાથે નો સંબંધ બનાવવા નો રસ્તો બંધ થઈ જશે. આ ઉપરાંત તેમને સંભવિત મળનારા પદ્મભૂષણ પુરસ્કાર મળવા નું પણ રોકાઈ જશે. આ ઉપરાંત આ જ બાબતે મુરલી દેવરા સાથે યોજાયેલી એક રાત્રિ ભોજન મુલાકાત માં મુરલી દેવરા એ સ્પષ્ટ કર્યું હતું કે પેઈન્ટિંગ ખ ૨૧ દ વ ા માં તેમની નિષ્ફળતા યસ બેંક ની પ્રવૃત્તિ ઉપર પણ પ્રતિકૂળ અસર પાડી શકે છે. રાણા કપૂરે દાવો કર્યો હતો કે મારા તરફ થી આ ડીલ ને ટાળવા ના તમામ પ્રયાસો, પેઈન્ટીંગ ખરીદવા ની મારી અનિચ્છા છતા તે લોકો આ ડીલ ને ઝડપ થી અંતિમ સ્વરુ આપવા માટે મક્કમ હતા. આખરે તેમણે આ પેઈન્ટનંગ ખરીદવા માટે કરોડની રકમ નો ચેક ચૂકવ્યો હતો. ત્યાર બાદ મિલિંદ દેવરા એ તેમને ગુપ્ત રીતે જણાવ્યું હતું કે પેઈન્ટીંગ ના વેચાણ ની આવક ગાંધી પરિવારે ન્યુયોર્ક માં ચાલી રહેલી શ્રીમતિ સોનિયા ગાંધી ની સારવાર પાછળ વાપરી હતી. સોનિયા ગાંધી ના રાજકીય સલાહકાર સ્વ. એહમત પટેલે પણ બાદમાં જણાવ્યું હતું કે મેં સોનિયા ગાંધી ની સારવાર અને પદ્મભૂષણ’ માટે યોગ્ય સમયે ગાંધી પરિવાર ની સહાય કરી ને સારુ કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.