વિલ સ્મિથ ભારત માં
હોલિવુડ એક્ટર અને આ વર્ષ નો ઓસ્કર વિનર વિલ સ્મિથ અત્યારે ભારત ની મુલાકાતે છે. આ વર્ષ નો ઓસ્કર સમારોહ એક્ટર વિલ સ્મિથે સ્ટેજ ઉપર જઈ ને પ્રેઝન્ટર | ક્રિસ રોક ને લાફો માર્યા બાદ ખૂબ ચર્ચાઓ માં જા કે ઓસ્કર ના થપ્પડ કાંડ બાદ વિલ સ્મિથે ક્રિસ રોક ની, ઓસ્કર ના ઓર્ગેનાઈઝર | બોર્ડ ની અને તમામ દર્શકો ની જાહેર માં માફી માંગી ચૂક્યો છે. તેણે લેખિત માં પોત|ાની ભૂલ સ્વિકારી સૌની માફી માંગ્યા બાદ પણઓસ્કર એકેડમી એ તેને દસ વર્ષ માટે પ્રતિબ‘ધિત કરી દીધો હતો. હવે આ ઉપરાંત અન્ય એક ચોંકાવનારા સમાચારો સામે આવ્યા છે. વિલ સ્મિથ એ તેની પત્ની જેડા પિંકેટ સ્મિથ કે જેની પ્રેઝન્ટર ક્રિસ રોક એ મજાક ઉડાવતા વિલ સ્મિથે રોક ને જાહેર માં થપ્પડ મારી હતી. આ અગાઉ થી જ વિલ સ્મિથ અને જેડા વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હોવા નું ચર્ચાય છે. તેમાં પણ થપ્પડ કાંડ બાદ બન્ને ના સંબંધો ઉપર પૂર્ણવિરામ લાગી ગયા નું મનાય છે. વિલ સ્મિથ ની કુલ સંપત્તિ ૩૫૦ મિલિયન ડોલર અર્થાત કે અઢી હજાર કરોડ ની આસપાસ મનાય છે. હવે જો વિલ અને જેડા છૂટા પડશે તો આ હોલિવુડ ઈન્ડસ્ટ્રી ના સૌથી મોંઘા છૂટાછેડા હશે. આ અગાઉ ના એન્જલિના જોલી અને બ્રાડ પિટ ના છૂટાછેડા કરતા પણ મોંઘા છૂટાછેડા સાબિત થશે. જો કે આવી બધી પરેશાની માં ઘેરાયેલો વિલ સ્મિથ ભારત માં આદ્યાત્મિક ગુરુ સદ્દગુરુ જગ્ગી વાસુદેવ ને મળવા આવ્યો છે. મુંબઈ ના એક પ્રાઈવેટ એરપોર્ટ ઉપર દેખાયેલો વિલ સ્મિથ જુહુ સ્થિત મેરિયેટ હોટલ ખાતે રોકાયો છે. વિલ સગુરુ ની ખૂબ નજીક હોઈ પહેલા સગુરુ જગ્ગી વાસુદેવ ને મળશે, તેમની સાથે થોડો સમય વિતાવશે. તે આ અગાઉ પણ સદ્ગુરુ ના ઘરે ગયો હતો. જેનો વિડીયો પણ શેર કર્યો હતો. જો કે પોતાની જીંદગી માં ઉઠેલા બવંડર નું સમાધાન શોધવા ભારત આવનાર વિલ સ્મિથ પ્રથમ સેલિબ્રિટી નથી. આ અગાઉ આ જ રીતે માનસિક અને આદ્યાત્મિક શાંતિ ની શોધ માં પ્રથમ સ્ટિવ જોબ્સ અને માર્ક ઝકરબર્ગ પણ ભારત ની મુલાકાત લઈ ચૂક્યા છે. ટેકન|ોલોજી કાળ માં પણ આદ્યાત્મ નું મહત્વ ઘટ્યું નથી.