શાહ ફૈઝલ નો પસ્તાવો

જમ્મુ-કાશ્મિર ના પ્રથમ યુપીએરૂ સી ટોપર અને આઈએએસ ની સરકારી સન્માનજનક નોકરી છોડી ને રાજનીતિ ના અખાડા માં કૂદેલા શાહ ફૈઝલ ને હવે પારવાર પસ્તાવો થઈ રહ્યો છે. બુધવારે એક પછી એક ટિવટ કરી ને પોતાના આદર્શવાદ ના કારણે ૨૦૧૯ માં સરકારી નોકરી માં થી રાજીનામુ આપી ને રાજકારણ માં જોડાવા ના નિર્ણય અંગે જણાવ્યું હતું. ફૈઝલ શાહે ટિવટ કર્યું હતું કે જાન્યુ.૨૦૧૯ થી ઓગસ્ટ ૨૦૧૯ ના આઠ માસ ના સમયગાળા માં હું તૂટી ગયો હતો. મેં ઘણા વર્ષો ની આકરી મહેનત પછી મેળવેલું સઘળુ ગુમાવી દીધુ હતું. પછી તે નોકરી હોય કે મિત્રો કે પ્રતિષ્ઠા. મારા આદર્શવાદે મને નિરાશ કર્યો. પરંતુ મેં આશા છોડી નથી. મને મારી જાત ઉપર વિશ્વાસ છે કે મેં કરેલી ભૂલો હું સુધારીશ જીવન મને વધુ એક તક આપશે. હું પાછલા તે આઠ માસ ને સંપૂર્ણ રીતે ભૂંસી નાંખવા માંગુ છું. નિષ્ફળતા એ જ આપણ ને મજબૂત બનાવે છે. હવે હું ૩૯ વર્ષ નો થઈ ગયો છું અને નવી શરુઆત ની રાહ જોઈ રહ્યો છું. જો કે શાહ ફૈઝલ એ વધુ એક તક નો અર્થ શું છે તે સ્પષ્ટ નથી કર્યું. શું તેઓ ફરી એક વાર આઈએએસ અધિકારી સ્વરુપે કે પછી જમ્મુ-કાશ્મિર ના લેફ્ટ. ગવર્નર ના સલાહકાર તરીકે પરત ફરવા ની અપેક્ષા રાખે છે?૨૦૦૯ માં જમ્મુ-કાશ્મિર ના યુપીએસસી ટોપર આઈએએસ અધિકારી
ફેઝલ એ દેશ માં વધી રહેલી અસહિષ્ણુતા ના પગલે જાન્યુ.૨૦૧૯ માં રાજીનામુ આપી ને રાજકારણ માં જોડાયા હતા. ત્યાર બાદ માર્ચ ૨૦૧૯ માં પોતની રાજકીય પાર્ટી જમ્મુ-કાશ્મિર પિપલ્સ મુવમેન્ટ બનાવી હતી અને વિધાનસભા ની ચૂંટણી લડવા ની યોજના બનાવી હતી. જો કે ઓગસ્ટ ૫ એ કેન્દ્ર સરકારે કલમ ૩૭૦ હટાવ્યા નો પણ શાહ ફૈઝલ એ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ તેમની ધરપકડ પણ કરાઈ હતી. જો કે મુક્તિ બાદ તેમણે રાજકારણ છોડી દીધું હતું. હાલ માં છેલ્લા કેટલાક મહિનાઓ થી તેમની વિચારસરણી બદલાઈ ગઈ છે. હવે તેઓ સોશ્યિલ મિડીયા ઉપર કેન્દ્ર સરકાર ની નીતિઓ નું સમર્થન કરતા જોવા મળે છે. ખાસ કરી ને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ના ભાષણો સોશ્યિલ મિડીયા માં શેર કરે છે.

Leave a Reply

Your email address will not be published.