શિવસેના હિન્દુઓ ની રક્ષક કે ભક્ષક ?

મહારાષ્ટ્ર ની જનતા સામે હિન્દુત્વવાદી પાર્ટી – શિવસેના અને હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે ના વારરૂ દાર તરીકે અને તેમની જેમ જ હિન્દુત્વવાદી વિચારધારા ધરાવતી ભાજપ સાથે ગઠબંધન કરી ચૂંટણી માં બેઠકો જીતી હતી. જો કે ઉધ્ધવ ઠાકરે એ મુખ્યમંત્રી બનવા ન માત્ર ભાજપા સાથે પરંતુ મહારાષ્ટ ની જનતા નો દ્રોહ કરી ને વિપરીત વિચારધારા ધરાવતી કોંગ્રેસ, એનરૂ પીપી સાથે ગઠબંધન રચી ને સરકાર બનાવી હતી.તાજેતર માં અમરાવતી ના અપક્ષ સાસદ નવનીત રાણા અને તેમના વિધાયક પતિ રવિ રાણા એ શનિવારે ઉધ્ધવ ઠાકરે ના નિવારૂસ્થાન માતોશ્રી ની બહાર હનુમાન ચાલીસા ના પાઠ કરવા ની જાહેરાત કરી હતી. વાસ્તવ માં એપ્રિલ માસ ની શરુઆત માં ધારાસભ્ય રવિ રાણા એ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે ના નિવાસ સ્થાને હનુમાન ચાલિસા નો પાઠ કરાવવા ની માંગ કરી હતી. પરંતુ કોંગ્રેસ-એનસીપી ના સાથ માં પોતાના પિતાશ્રી અને શિવસેના ના મૂળભૂત હિન્દુત્વવાદી વિચારસરણી થી વિરુધ્ધ વર્તતા ઉધ્ધવ ઠાકરે પાલઘર ના સાધુઓ ની હત્યા ઉપર મૌન ધારણ કર્યું હતું જ્યારે મહારષ્ટ્રિ ના નેતા નવાબ મલિક ની કેન્દ્રીય એજન્સી એ કરેલી ધરપકડ નો વિરોધ કરવા રસ્તા ઉપર ઉતર્યા હતા અને હવે માત્ર હનુમાન ચાલીસા નો પાઠ કરવા ની જાહેરાત કરનાર સાંસદ નવનીત રાણા અને પતિ રવિ રાણા ની ધરપકડ કરી ને કોર્ટે ૧૪ દિવસ ની જ્યુડિશ્યિલ કસ્ટડી 1ી માં જેલ માં મોકલી દીધા હતા. જો કે આ અગાઉ ધરપકડ કર્યા બાદ આખી રાત ખાર પોલિસ સ્ટેશન ગોંધી રાખ્યા. તેમના ઘર ઉપર તેમ જ પોલિસ સ્ટેશન ઉપર ૭૦ થી ૮૦ જેટલા શિવૌનિકો એ અરાજકતા ફેલાવતા હુમલો અને પથ્થરબાજી કરી હતી. તદુપરાંત તેમને પોલિસ સ્ટેશન મળવા ગયેલા ભાજપા ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયા ની કાર ઉપર પણ શિવસૈનિકો એ હુમલો કર્યો હતો. જ્યારે માતોશ્રી પાસે થી પસાર થતી ભાજપી નેતા મોહિત કંબોજ ની કાર | ઉપર પણ શિવ સૈનિકો એ હુમલો કર્યો હતો. આઅંગે જ્યારે તેમના નેતા સંજય રાઉત ને શિવ નૈનિકો ના ગુંડાગર્દી તેમજ અભદ્ર ભાષાપ્રયોગ અંગે પ્રશ્ન કરતા સંજય રાઉતે ઉધ્ધવ ઠાકરે કે શિવસેના નો વિરોધ કરનારા (નવનીત રાણા) ને જમીન ની નીચે ૨૦ ફૂટ દાટી દેવાની ધમકી આપી હતી. આમ શિવસેના હવે નમાજીઓ ની પડખે ઉભી છે અને હનુમાન ચાલીસા નુ પઠન કરનાર ને જેલ માં નાંખી રહી છે.

Leave a Reply

Your email address will not be published.