સમાચારો સંક્ષિપ્ત માં

-દિલ્હીના જહાંગીરપુરી ખાતે હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા ઉપર મસ્જિદ પાસેથી પસાર થતી વખતે થયેલા રમખાણના પગલે યુપીની યોગી સરકારે અગમચેતીના પગલા ભરતા સમગ્ર રાજ્યમાં કોઈ પણ ધર્મની શોભાયાત્રા કાઢતા પૂર્વે સરકારની મંજુરી લેવી ફરજીયાત બનાવી છે. આ ઉપરાંત લાઉડસ્પિકર મામલે પણ ધાર્મિક સ્થળો ઉપર લાઉડ સ્પિકર લગાવી શકાશે પરંતુ તેનો અવાજ ધાર્મિક પરિરૂ પરની બહાર ના જવો જોઈએ તેવા તાત્કાલિક અમલમાં આવતા આદેશો જારી કરાયા હતા.

– ૨૦૧૪ માં સત્તા ઉપર આવેલી કેન્દ્રની મોદી સરકારના ૨૬ મી મે એ આઠ વર્ષો પુરા થશે. આ નિમિત્તે ભાજપા ની આગેવાની વાળી એનડીએએ સરકાર પોતાનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરી રહી છે. આ ઉપરાંત મોદી સરકારની સિધ્ધિઓને ભારતીય જનમાનસ સમક્ષ મિડીયા દ્વારા અસરકારક રીતે કઈ રીતે રજૂ કરવી તેની વ્યુહરચના બનાવવા માટે પક્ષના વરિષ્ઠ નેતાઓની એક ટીમ બનાવવામાં આવી છે. તદુપરાંત આ વર્ષાન્ત જ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તેમ જ શિડ્યુઅલ કાસ્ટના મતદારો ઉપર પણ ખાસ ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે.

– ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ બનવા ઉપરત ચાલુ વર્ષે તેમની સંપત્તિમાં થયેલા ૧૦ ગણાના તોતિંગ વધારા ના કારણે હવે વિશ્વના ધનપતિઓની યાદીમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગયા છે. તેઓ વિશ્વના જાણિતા રોકાણકાર અને ધનપતિ અમેરિકાના વોરન બફેટ થી માત્ર ૫ અબજ ડોલર પાછળ છે. તેમની આ વર્ષનીસંપત્તિમાં વધારાના દરને જોતા આગામી માત્ર ત્રણ જ દિવસમાં પાછળ છોડી દેશે.

– અલ્હાબાદ હવે પ્રયાગરાજ હાઈકોર્ટ સમક્ષ અરજદાર મથુરાના સામાજીક કાર્યકર જાહિદા દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ કે જે મથુરા અને વૃંદાવનમાં માંસ અને દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ ને હટાવવા અંગેની હતી તેને ફગાવી દીધી હતી. આમ મથુરા અને વૃંદાવનમાં દારુ અને માંસના વેચાણ ઉપરનો પ્રતિબંધ ચાલુ રહેશે. તદુપરાંત કૃષ્ણ જન્મભૂમિના ૧૦ ચોરસ | કિ.મી.ની અંદર પણ માંસ અને દારૂના વેચાણ ઉપરનો પ્રતિબંધ ચાલુ રહેશે. વાસ્તવમાં ૧૦ સપ્ટે. ૨૦૨૧ માં યુ.પી.ની યોગી સરકારે કૃષ્ણ જન્મભૂમિના ૧૦ ચો.કિ.મી.ની હદમાં માંસ અને દારુના વેચાણ ઉપર પ્રતિબંધ મુકતા આવી દુકાનોના લાયસન્સ રદ કરવાની જાહેરાત કરી હતી જેના વિરોધમાં આ પીઆઈએલ કરાઈ હતી. જો કે સુનાવણી દરમ્યિાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ભારત વિવિધતાઓનો દેશ છે. જો દેશમાં એકતા જાળવવી હોય તો તમામ ધર્મો અને સમુદાયોનું સમાન સન્માન જરુરી છે આ એકતા અને સ્થળની સુંદરતા છે.

– ચીન પોતાની નાપાક હરકતોથી અલગ નથી રહી શકતું. તે એક તરફ ભારત સાથે બોર્ડર ઉપર મિલિટરી ડિસઓર્ગેજમેન્ટ અંગે મંત્રણાઓ ના રાઉન્ડ ચલાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારત-ચીનની સરહદી વિસ્તારમાં નવા ત્રણ મોબાઈલ ટાવરો ઉભા કર્યા છે આમ કરીને ચીન સરહદી વિસ્તારમાં પોતાની સૈન્ય પકડ મજબૂત કરવા ઉપરાંત આટલા દૂરના સરહદી વિસ્તારમાં – ભારતના સરહદી વિસ્ત|ારમાં ગામડાઓમાં ભારતની કમજોર સંદેશા વ્યવહારને ઉજાગર કરે છે.

– સુવિખ્યાત નાણાંકીય બાબતોની સંસ્થા ગોલ્ડમેન સાક્સ ના જણાવ્યા પ્રમાણે આગામી બે વર્ષમાં અમેરિકામાં મંદીની ૩૫ ટકા શક્યત ઓ છે. અમેરિકાને મંદીમાં ધકેલ્યા વગર ફૂગવાને ઠંડો પાડવા માટે નાણમાંકીય નીતિને પૂરતી માત્રામાં સખ્ત બનાવવાની કવાયત ફેડરલ રિઝર્વ માટે મુશ્કેલી ભરી બની શકશે. આ માટે ફેડરલ રિઝર્વ નો મુખ્ય પડકાર રોજગાર તથા કર્મચારી વચ્ચેનું અંતર ઘટાડવાનો તથા વેતન વૃધ્ધિદર પોતાના બે ટકાના ફુગાવાના લક્ષ્યની સાથે સુસંગત રહે તે રીતે મંદ પાડવાને લગતો ઉત્તરાખંડ ના મુખ્યત્રી પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડ ને યાત્રાભૂમિ ગણાવતી પ્રદેશની વિશ્વ પ્રસિધ્ધ ચાર ધામ યાત્રામાં બિન હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આગામી મે માસથી બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ ખૂલી રહ્યા છે ત્યારે મ્હારી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવતા તમામ શ્રધ્ધાળુઓની ઝીણવટભરી ચકાસણી અને બિન-હિન્દુઓના પણ વેરિફિકેશન કરવામાં આવશે.

– તુર્કીના સંરક્ષણ મંત્રીઓ કરેલી જાહેરાત અનુસાર ઉત્તરી ઈરાકના મેટિના, જેપ અને અવારૂિ ન – બસ્થાન વિસ્તારોમાં કુર્દીશ બળવાખોરો ના ધમધમતા આતંકી કેમ્પો ઉપર તુર્કીએ જમીની તેમ જ ભારે હવાઈ હુમલા કરતા બળવાખોર|ોના બંકરોને તોડી પાડ્યા હતા. આમ કરવા માટે તુર્કીશ સેના ઉત્તરી ઈરાકમાં સરહદ પાર કરીને ઘુસી હતી. ૧૯૮૦ થી કુર્દીશ બળવાખોરો તુર્કી સામે લડી રહ્યા છે જેની સામે તુર્કી સંરક્ષણમંત્રી ના જણાવ્યા પ્રમાણે મિત્રો અને સહયોગીઓનીમદદથી આ લશ્કરી ઓપરેશન શરુ કરાયું હતું.

– પાકિસ્તાનમાં સરકાર ભલે બદલાઈ ગઈ હોય પરંતુ તેની નીતિરીતિમાં કોઈપણ ફેર પડ્યો નથી. પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ભારતીય વડાપ્રધાનના શુભેચ્છા સંદેશમાં પણ સૌજન્યતા ના દાથવતા પ્રત્યુત્તરમાં પાડોશી દેશ સાથે સારા સંબંધોની વાત કરવા સાથે જ પાક. નો જૂનો અને બેસુરો કાશ્મિર રાગ આલાપ્યો હતો. જ્યારે હવે પોતાના વર્તનથી ચીન ઉપર નવી સરકારની પણ નિર્ભરતા છતી કરી દીધી હતી. સોમવારે વડાપ્રધાન શાહબાઝ શરીફે ચીન સરકાર સામે હાથ ફેલાવતા કરાંચી સરક્યુલર રેલ્વે પ્રોજેક્ટ ના પુનઃસ્થાપનમાં મદદના નામે ભીક માંગી હતી. તેમણે કેસીઆરને કરાંચીના લોકો માટેની એક ભેટ સમાન પ્રોજેક્ટ ગણાવતા ચીનના સર્વેસર્વા શી જિનપિંગ પાસે કેસીઆર ના સમર્થનમાં પુર્નવિચાર કરવા અનુરોધ કર્યો હતો.

– ભારતમાં મોદી સરકારની દેશના નબળા અને સામાન્ય વર્ગના લોકોને સસ્તા દરે – ષધિ ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરાયેલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ઉપરથી સર્વે પ્રકારની ઔષધીઓ ઉપરાંત ૨૫૦ પ્રકારના સર્જીકલ ડિવાઈસ પણ અત્યંત સસ્તા અને રાહતદરે મળે છે. દેશભરના ૭૬૯ જિલ્લાઓમાં આવા ૮૩૧૦ કેન્દ્ર સરકાર ચલાવે છે અને તેમનો લક્ષ્યાંક ૨૦૨૪ સુધીમાં ૧૦,000 કેન્દ્રોનો છે. આ પ્રકારની સસ્તા ભાવની ઔષધિઓના કારણે અત્યાર સુધીમાં જનતાને ૧૫000 કરોડ રૂા.ની બચત થઈ છે આમ દરેક કેન્દ્ર ઉપરથી દર મહિને સરેરાશ દોઢ લાખ રૂ. ની ઔષધિઓ વેચાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.