સારા કરશે બોલિવુડ માં ડેબ્યુ !

ભારત માં ક્રિકેટ ના ભગવાન તરીકે પૂજાતા અને હજુ ચાલુ સપ્તાહે જ પોતાની ૪૯ મી બર્થ ડે મનાવનાર સચિન તેંડુલકર ની પુત્રી સારા તેંડુલકર ટૂંક સમય માં બોલિવુડમાં ડેબ્યુ કરનારી છે.સચિના અને પત્ની ડૉ. અંજલી ના બે સંતાનો પૈકી અર્જુન તેંડુલકર ક્રિકેટ માં રસ ધરાવે છે ને તેમાં કારકિર્દી બનાવી રહ્યો છે. હાલ માં આઈપીએલ-૧૫ સિઝન માં મુંબઈ ઈન્ડિયન્સ એ તેની ટીમ માં સામેલ કરેલ છે. જ્યારે પુત્રી સારા લંડન યુનિ.માં થી અભ્યાસ કર્યો છે. સારા ને ગ્લેમર વર્લ્ડ માં નામ કમાવવા ની ઈચ્છા છે. તે સોશ્યિલ મિડીયા માં પણ ઘણી એક્ટિવ રહે છે. તેને એકિંટગ અને મોડેલિંગ નો શોખ છે. અને તેણે કેટલીક બ્રાન્ડસ પણ એન્ડોર્સ કરેલી છે. આમ પણ બોલિવુડ ઉપર નેપોટીઝમ ના આરોપો અવારનવાર લાગતા રહે છે. બોલિવુડ માં સ્ટારકિસ ની બોલબાલા છે. સારા દેખાવ માં ખુબ સુંદર હોવા ઉપરા‘ત તેની ડ્રેસીંગ સેન્સ અને સ્ટાઈલ ની પણ સોશ્યિલ મિડીયા ઉપર સારી પ્રશંસા થાય છે. તે ઘણી ટેલેન્ટેડ છે અને સોના માં સુંગધ ભળે તેમ તેને તેના પેરેન્ટ્સ નો પુરો સપોર્ટ પણ છે. આ અગાઉ થોડા વર્ષો અગાઉ પણ એવા સમાચાર આવ્યા હતા કે સારા ટૂંક સમય માં શાહિદ કપૂર સાથે ની ફિલ્મ થી બોલિવુડ ડેબ્યુ કરી શકે છે. જો કે ત્યારે સચિન એ જ સ્પષ્ટતા કરી હતી કે સારા હજુ અભ્યાસ કરી રહી છે અને તેની પ્રાથમિકતા અભ્યાસ પૂરો કરવા ની છે. હવે સારા ૨૪ વર્ષ ની છે અને વેબ પોર્ટલ બોલિવુડ લાઈફ ના જણાવ્યા પ્રમાણે સારા ના નિકટ ના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે સારા ટૂંક સમય માં જ બોલિવુડ માં ડેબ્યુ કરશે. હાલ માં તે એક્ટિગ ટિપ્સ મેળવી રહી છે.આમ ગ્લેમર વર્લ્ડ માં નામ કમાવવા ની મહેચ્છા ધરાવતી સારા પ્રોફેશનલ મોડલ તરીકે કેટલીક બ્રાન્સ ની એન્ડોર્સમેન્ટ કર્યા બાદ સારા એ એકિંટગ ક્ષેત્રે પણ નામ કમાવવા ટૂંક સમય માં બોલિવુડ માં ડેબ્યુ કરનાર છે..

Leave a Reply

Your email address will not be published.