અમેરિકનો ભારતીય સંસ્કૃતિ ને અનુસર્યા

ભારત માં દિવસે દિવસે પશ્ચિમી સંસ્કૃતિ નું ચલણ વધતું જાય છે જ્યારે અમેરિકા માં ૧૩૭ વર્ષો પછી જાણે ભારતીય સંસ્કૃતિ ના રંગે રંગાયા હોય તેમ સંયુક્ત પરિવારો માં ચાર ગણો વધારો નોંધાયો છે. અમેરિકી સમાજશાસ્ત્રી વર્ન બેંગ્ટસને બે દાયકા અગાઉ પોતના સંબોધન માં સંભાવના વ્યક્ત કરી હતી કે ૨૧ મી સદી માં અમેરિકા માં સંયુક્ત પરિવારો ના કુટુંબો મજબૂત થશે. તેણે દાયકાઓ સુધી કેલિફોર્નિયા ના ૩૦૦ પરિવારો ની પેઢીઓ ના અભ્યાસ ના આધારે આ અનુમાન વ્યક્ત કર્યું હતું. જો કે તે સમયે એક પરિવાર ને જ આદર્શ માનનારા અમેરિકી સમાજ માટે આ અનુમાન ચોંકાવનારું હતું. આખરે તેની એ વાત સત્ય સાબિત થઈ. યુ રિસર્ચ સેન્ટર ના એક રિપોર્ટ માં પણ આ વાત ને મંજુરી ની હોર વાગી છે. રિપોર્ટ માં જણાવ્યા પ્રમાણે ગત ૫ દાયકા માં અમેરિકા માં સંયુક્ત પરિવારો નો ટ્રેન્ડ ઝડપ થી વધ્યો છે. તેણે મલ્ટિ જનરેશન ફેમિલિ પણ કહેવાય છે જેમાં એક જ છત નીચે ૨ થી ૩ પેઢીઓ સાથે રહેતી હોય છે.

૧૯૭૧ થી ૨૦૨૧ સુધી માં અમેરિકા માં આવા પરિવારો માં ચાર ગણો વધારો થયો છે. હાલ માં અર્થાત કે માર્ચ ૨૦૨૧ સુધી માં અમેરિકા માં છ કરોડ થી વધુ સંયુક્ત પરિવારો થઈ ગયા છે. યુ રિસર્ચ અનુસાર એશિયાઈ ખાસ કરી ને ભારતીયો, અશ્વેતો અને લેટિન અમેરિકીઓની આવી પરિવાર વ્યવસ્થા હવે શ્વેત અમેરિકીઓ પણ ઝડપ થી અપનાવવા લાગ્યા છે. રિસર્ચ ટીમે આવા સંયુક્ત પરિવારો ને સાથે રહેવા વિષે પુછ્યું તો ૫૭ ટકા એ તેમના અનુભવો સકારત્મિક ગણાવ્યા હતા. અન્ય એક રિસર્ચ પેપર પ્રમાણે જો લગ્ન બાદ છોકરો કે છોકરી માતા સાથે રહે તો વિવાહીત મહિલાઓ ના વર્કફોર્સ માં ૧૦ ટકા નો વધારો નોંધાય છે. ૨૦૧૪ માં નોંધપાત્ર બનેલો સંયુક્ત પરિવારો નો અમેરિકન સમાજ નો ટ્રેન્ડ ૨૦૨૧ માં તો દમદાર રહ્યો. અમેરિકી સમાજશાસ્ત્રીઓ પણ હવે એ વાત માનવા લાગ્યા છે કે મલ્ટિજનરેશન પરિવાર પ્રણાલી એટલે કે ફેમિલી નું હોરીઝોન્ટલ સ્ટ્રક્યર બેસ્ટ છે અને એક સમાજશાસ્ત્રી અબીગેલ શ્કર લખે છે કે જો પ્રસુતિ બાદ મહિલાઓ ને તેના પરિવારજનો નો સાથ મળી રહે તો તેમના ડિપ્રેશન માં સરી જવા ની આશંકા નહીવત્ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published.