એએમડબલ્યુ હવે એનઆરજી ની

ગુજરાત એક્સપ્રેસ માં થોડા સપ્તાહ અગાઉ અમેરિકન ગુજરાતી હિમાશુ પટેલ જેઓ અમેરિકા માં ઈ-કાર કંપની ટ્રાયટન ના માલિક છે તેમના વિષે જણાવ્યું હતું. તેઓ એ ગુજરાત માં ઈ-કાર અને ટ્રક બનાવવા એમઓયુ કર્યા ના સમાચાર હતા. હવે તેમણે ભૂજ માં એએમડબલ્યુ નો ત્રણ છે વર્ષ થી બંધ પડેલો અને ફડચા માં ગયેલો પ્લાન્ટ ટેક ઓવર કરી લીધો છે.૨૦૦૨ માં ભૂજ નજીક અનિરુધ્ધ ભૂલારકા એ એશિયા મોટર વર્કસ નો પ્લાન્ટ નાંખ્યો હતો. આ પ્લાન્ટ ની વાર્ષિક ૫૦,૦૦૦ વાહનો ના ઉત્પાદન ની ક્ષમતા થી કંપની ટ્રક, ટિપર્સ, ટ્રેઈલર્સ, માઈનીંગ ટ્રક, કોંક્રીટ મિક્સર ટ્રક નું ઉત્પાદન કરતી હતી. ખૂબ જ ટૂંકા ગાળા માં એએમડબલ્યુ એ ૨૫ ટકા માર્કેટ શેર મેળવી લીધો હતો. પરંતુ ૨૦૧૨ માં માઈનીંગ માં આવેલા પ્રતિબંધો ના પગલે માંગ ઘટી જતા આખરે કંપની ફડચા માં ગઈ હતી. વિવિધ બેંકો ના કુલ ૩૭૩૪ કરોડ સલવાયા હતા. ર-૩વર્ષો થી બંધ પડેલા આ પ્લાન્ટ ને બેંકો ના કોન્સ ટોરિયમ પાસે થી એનસીએલટી મારફતે હિમાંશુ પટેલ એ ૨૧૦ કરોડ રૂ.માં આ પ્લાન્ટ એક્વાયર કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે જૂન ના અંત સુધી માં અથવા જુલાઈ સુધી માં પ્લાન્ટ માં પુનઃઉત્પાદન શરુ કરી દેવા ની યોજના છે. આ સાથે જ પ્લાન્ટ ના તમામ પૂર્વ કર્મચારીઓ ને પુનઃરોજગારી પણ ઉપલબ્ધ કરાવાશે. આગામી દિવસો માં તેઓ ૫00 થી ૬00 કરોડનું રોકાણ કરશે. જો કે પ્રારંભિક ૫૦૦-૬૦૦ કરોડના રોકાણ બાદ આ ઈ-ટ્રક | મેન્યુફેક્યરીંગ પ્લાન્ટ માં પ્રમોટરો ૨૫૦૦ થી ૩000 કરોડ નું આગામી સમય માં રોકાણ કરશે. જેના થી ૨000 લોકો ના માટે રોજગારી ની તકો નું સર્જન થશે. જ્યારે તેમની સાથે જોડાનારા સપ્લાયર્સો અને અન્ય કંપનીઓ અંદાજે ૮000 થી ૯000 કરોડ નું રોકાણ કરશે. અને તેના થી બીજી ૩000 રોજગારી ની તકો નું સર્જન થશે. આમ કુલ ૧૨,000 કરોડ રૂા.નું રોકાણ આવશે અને ૫૦૦૦ લોકો ને રોજગારી મળશે. કંપની ના પ્રણેતા હિમાંશુ પટેલ ના જણાવ્યા પ્રમાણે હાલમાં તેમના આયોજન પ્રમાણે દિવાળી સુધી માં આ પ્લાન્ટ માં ઉત્પદિન થયેલી ભારત ની પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રક બજાર માં આવી જશે. પ્રથમ વર્ષ સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક ટ્રક નું ઉત્પાદન અને માર્કેટીંગ ના સફળતાપૂર્વક ગોઠવણ થઈ ગયા બાદ આગમી સમય માં ઈ-કાર અને એસયુવી નું અહીં જ ઉત્પાદન શરુ કરાશે.

Leave a Reply

Your email address will not be published.