કેજીએફ-૨ ૧૦૦૦ કરોડ ને પાર
કેજીએફ-૨ એ બોક્સ ઓફિસ કલેક્શન માં ૧000 કરોડ ના આંક ને પસાર કરી દીધો છે. આવી સિદ્ધિ મેળવનારી તે પ્રથમ કન્નડ ફિલ્મ બની છે. ૧૪ મી એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મ પ્રથમ દિવસે જ ૧૬૪ કરોડ રૂા. નું રેકર્ડ બ્દ કલેક્શન મેળવ્યું હતું. જો કે | આર આરઆર બાદ કેજીએફ-૨ – એ પણ પ્રચંડ સા હ ળ તા મેળવવા ઉપરાંત બન્ને ફિલ્મો ૧000 કરોડ ની ક્લબ માં પહોંચી ગઈ છે. જ્યારે આ જ સમયગાળા માં રિલીઝ થયેલી બોલિવુડ ની અમુક મોટી ફિલ્મો – ૮૩, ઝુંડ જેવી ફિલ્મો ધારી સફળતા મેળવી ના શકતા બોલિવુડ માં ચિંતા અને આઘાત ની લાગણી જન્મી છે. પરંતુ સાચી હકીકત એ છે કે બોલિવડ ઉપર કક્કો જમાવી બેઠેલા કરણ જોહર તથા અન્યો દ્વારા બોલિવુડ ને એક સર્કસ, તમાશો બનાવી દેવાયું છે. કોઈપણ જાત ની ટેલેન્ટ વગર ના સ્ટારકિસ માત્ર નેપોટીઝમ ના પગલે પરાણે માથે મારવા ના, સ્ટોરી માં કોઈ મૌલિકતા કે નવીનતા નહીં, મોર્ડનાઈઝેશન ના નામે બિભત્સતા અને વિદેશી આઉટડોર શૂટિંગૂ અને ભવ્ય સેટ્સ માત્ર ફિલ્મ ને સફળ બનાવી શકતા નથી તે તેમણે સમજી લેવું જોઈએ. કેજીએફ સિરીઝ ની વાત કરીએ તો કેજીએફ ૨૦૧૮ માં ૮૦ કરોડ માં બની હતી જેણે બોક્સ ઓફિસ ઉપર થી ૨૫૦ કરોડ નો ધંધો કર્યો હતો. આના થી ઉત્સાહિત થઈ ને કેજીએફ-૨ ૧૦૦ કરોડ ના ખર્ચે તૈયાર કરાઈ હતી. મૂળ કન્નડા ભાષા ની આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલી અને હિન્દી ભાષા માં પણ તૈયાર કરાઈ હતી. ડિરેક્ટર પ્રશાંત નીલ ના ડિરેક્શન માં બનેલી આ ફિલ્મ કન્નડ સુપરસ્ટાર યશ ઉપરાંત સંજય દત્ત, રવિના ટંડન, પ્રકાશ રાજ પણ મહત્વ ના રોલ માં છે. કેજીએફ-૨ એ ફક્ત હિન્દી ભાષા માં ફિલ્મ દંગલ ને પણ પાછળ છોડતા ૩૯૧.૬૫ કરોડ રૂા.ની કમાણી કરી લીધી છે. જ્યારે તેણે વિશ્વભર માં થી ૧૦૬૫.૬૨ કરોડ ની કમાણી કરી છે અને હજુ ચાલુ જ છે. આ અગાઉ આરઆરઆર એ ૧૧૬૫ કરોડ ની કુલ બોક્સ ઓફિસ કમાણી કરી હતી. કેજીએફ-૨ ના હાલ માં બોલિવુડ માં ચર્ચાતી વાતો મુજબ ડિજીટલ રાઈટ્સ પણ ૩૨૦ કરોડ ના જંગી રકમ એ વેચાયા છે. આ ફિલ્મ ૨૭ મી મે એ ડિજીટલ પ્લેટફોર્મ ઉપર થી પણ સ્ટ્રીમ થશે.