કોંગ્રેસ ના શિસ્તબધ્ધ સૈનિક ભરતસિંહ

પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્ષો થી પોતાના પિતાશ્રી ની માફક ગુજરાત નો નાથ બનવા ના સ્વપ્ના સેવી રહેલા ભરતસિંહ સોલંકી એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માં હાલ માં નરેશ પટેલ ના કોંગ્રેસ માં જોડાવા ના અને હાર્દિક પટેલ ના ભાજપા માં જોડાવા અંગે પોત ાના પ્રતિભાવો આપ્યા હતા. ભ ૨ તાસિસ હ સોલંકી એ પોતના એક ઈન્ટવ્યું માં પોતા ને કોંગ્રેસ ના વફાદાર સૈનિક ગણાવતા ગુજરાત માં હેલી ચૂંટણી યોજાવા ની શક્યતા ને નકારી કાઢી હતી. આ ઉપરાંત ગુજરાત માં આ વખતે કેટલી સીટ મળશે ના પ્રશ્ન ના જવાબ માં સાંકેતિક રીતે કોંગ્રેસ ને કેટલી સીટ મળશે કે ગુમાવશે તેની ચોખવટ એક તો ભગવાન કરી શકે અને બીજુ ગુજરાત ની જનતા. અમે તો અમારી તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યાર બાદ કોંગ્રેસ માં આંતરિક નારાજગી ના પ્રશ્ન ખુલી ને બોલતા જણાવ્યું હતું કે કયા રાજકીય પક્ષ માં નારાજગી નથી.આપ માં થી કેટલા નેતાઓ છોડી ને ચાલ્યા ગયા ? અને ભાજપા માં તો અડવાણી, મુરલી મનોહર જોષી, યશવંત સિંહા, શત્રુદન સિંહા રાષ્ટ્રીય સ્તરે થી માંડી ને પ્રાદેશિક સ્તરે વિજય રૂપાણી, વજુભાઈ વાળા, આનંદીબહ – પટેલ, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત કેટલાય ને હાંસિયા માં ધકેલી દેવાયા છે. ભાજપા માં તો આ યાદી ઘણી લાંબી છે.

ત્યાર બાદ તેમને નરેશ પટેલ ના કોંગ્રેસ પ્રવેશ અને તેના થી સંભવતઃ તેમનું કદ ઘટવા ને લઈ ને પૂછાયેલા પ્રશ્ન ના જવાબ માં જણાવ્યું હતું કે નરેશભાઈ ના કોંગ્રેસ પ્રવેશ વિષે હું શું કહી શકું? તે તેમના અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચે વાતચીત ચાલે છે. અને કહેવાતી મારી નારાજગી અંગે હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે નરેશભાઈ કોંગ્રેસ માં જોડાવા નું સૌ પ્રથમ આમંત્રણ જ મેં આપ્યું હતું. તેઓ સારા માણસ છે અને સારા માણસે રાજકારણ માં – કોંગ્રેસ માં જોડાય તેનાથી જનતા નું અને કોંગ્રેસ નું ભલુ જ થવા નું છે. અમે તો કોંગ્રેસ ના વફાદાર કાર્યકર તરીકે કામ કરીએ છીએ. તો પાર્ટી અમારુ કદ ઘટાડવા નો ક્યારેય વિચાર ના કરી શકે અને રાજકીય નેતા નું કદ તો પ્રજા અને પાર્ટી નક્કી કરે. નરેશભાઈ કોંગ્રેસ માં જોડાય તો અમે તેમને આવકારવા તૈયાર છીએ. ભરતસિંહ ને પ્રશાંત કિશોર ના કોંગ્રેસ માં જોડાવા ના ઈન્કાર થી પાર્ટી ને શું ફેર પડશે તેવા પ્રશ્ન ના જવાબ માં જણાવ્યું હતું કે એ બધી બાબતો હાઈ કમાન્ડ ઉપર નિર્ભર છે અને શું ફેર પડે તે બાબત મતદારો ઉપર નિર્ભર છે.

જ્યારે ભરતસિંહ ને હાર્દિક પટેલ ના સંભવિત ભાજપા માં જોડાવા અંગે સવાલ પૂછાયો ત્યારે ફરી એકવાર પોતાની લાક્ષણીક અદા માં અને સાંકેતિક ઈશારો કરતા જવાબ આપ્યો હતો કે આવી બધી અટકળો કરવા નો મારો સ્વભાવ નથી. ખોટા માણસ ને ખોટો કહેવો તે તો મારા અને તમારા સમય ની અને પૈસા ની બરબાદી જ કરવા જેવું છે. નરેશભાઈ કોંગ્રેસ માં આવશે કે હાર્દિક પટેલ ભાજપા માં જશે તે અંગે વ્યક્તિગત અભિપ્રાયો આપવાવાળા લોકો પૈકી નો હું નથી. હું તો કોંગ્રેસ પક્ષ નો વફાદાર સૈનિક છું. સૈનિક તરીકે હંમેશા પક્ષ નું કામ કરતો રહું છું. કોંગ્રેસ ની વિચારધારા ને મજબૂત કરવા નું અને ફેલાવવા નું મારું કામ છે જે હું કરતો આવ્યો છું અને વફાદાર કાર્યકર તરીકે કરતો રહીશ. ભરતસિંહ સોલંકી એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા તરીકે પ્રશાંત કિશોર, નરેશ પટેલ અને હાર્દિક પટેલ અંગે પોતાના સંયમિત પ્રતિભાવો આપ્યા.

જો કે હાર્દિક પટેલ એ તાજેતર માં કોંગ્રેસ ની આંતરિક જૂથબFધી અને નેતૃત્વ | માં નિર્ણયશક્તિ ના અભાવ ઉપ ટકોર કરતા ભાજપા ની પ્રશંસા કરી હતી તે અંગે પોત|ાના પ્રતિભાવો આપતા કોંગ્રેસ ના અન્ય એક વરિષ્ઠ નેતા, રાજવી પરિવાર ના અને અત્યારે કેન્દ્રીય વર્તુળો માં સામેલ શક્તિસિંહ ગોહિલ એ હાર્દિક પટેલ ના વિધાનો અંગે તેની ઉપર સીધો જ હુમલો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ માં આંતરિક લોકશાહી તો છે જ, પરંતુ પોતની રજુઆત પણ શિસ્ત માં હોવી જરૂરી છે. દરેક કાર્યકરે કોંગ્રેસ ની વિચારધારા ને અનુસરવુ જોઈએ. બાકી ભૂતકાળ ના પણ એવા ઘણા દાખલાઓ છે કે જે કોંગ્રેસ માં હિરો હોય તે ભાજપા માં જોડાયા બાદ ઝીરો થઈ જતા હોય છે. આ ઉપરાંત નરેશ પટેલ ના કોંગ્રેસ માં જોડાવા અંગે પ્રશ્ન પૂછાતા તેનો માર્મિક પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે વેવિશાળ નક્કી થશે એટલે સૌને જાણ કરવા માં આવશે.

Leave a Reply

Your email address will not be published.