ટાટા ની ઈ કાર અવિન્યા
આજે જ્યારે પેટ્રોલ/ગેસ ના ભડકે બળતા ભાવો ના કારણે વિશ્વભર માં વૈકલ્પિક બળતણ આધારીત ઈમેટ્રીક કાર ની માંગ વધી રહી છે ત્યારે ભારતીય ઓટો ઉદ્યોગ ની અગ્રણી અને જગુઆર અને લેન્ડ રોવર જેવી વૈશ્વિક બ્રાન્ડ ધરાવતી ટાટા ઓટો એ પોતાની ન્યુ કોન્સ સેપ્ટ અને ન્યુચરિસ્ટિક ઈલેક્ટ્રીક કાર અવિન્યા લોંચ કરી હતી. આ કાર નું નામ અવિન્યા સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે નવિનતા. તદુપરાંત આ નામ ના અક્ષરો માં આઈએન જેવા અક્ષરો આવે છે જે ઈન્ડિયા ને રિપ્રેઝન્ટપ્રતિનિધિત્વ કરે છે. આ અત્યાધુનિક કાર ની એવી અફલાતૂન ડિઝાઈન બનાવવા માં આવી છે કે તેમાં ડ્રાઈવર ની અને ફ્રન્ટ સીટ ૩૬૦ ડિગ્રી સુધી ફરતી હશે. આ ઉપરસંત ફક્ત ૩૦ મિનીટ ના ચાર્જિગ માં તે ૫૦૦ કિ.મી.ની એવરેજ રેન્જ આપશે. તેના સ્ટિયરીંગ વ્હીલ માં જ ટચ પેનલ થકી સંપૂર્ણ સાઉન્ડ બાર હોવા ઉપરાંત હેડરેસ્ટ માં પણ સ્પિકર અપાયા છે. આ ઉપરાંત તેનું ઈન્ટિરીયર પણ ભડકીલા રંગો નહીં પરંતુ શાલિનતાપૂર્ણ રખાયું છે.

તેની કાર્યક્ષમતા એમપીવી જેવી છે જ્યારે તેને એ યુવી ક્રોસઓવર તરીકે ડીઝાઈન કરાઈ છે. તદ્દન નવા જ ફન્ટ ગ્રિલ લુક તેને ઓડી અને બીએમડબલ્યુ જેવો લુક પ્રદાન કરે છે. આ કાર માં તાતા નું ખાસ ફોકસ સોફ્ટવેર ઉપર પણ રહ્યું છે. જે આર્ટીફિશ્યિલ ઈન્ટેલિજન્સ – એઆઈ મશીન લર્નીગ ઉપર આધારીત હશે. તાતા એ હાલ માં જ ઈલેક્ટરીક વાહનો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા તાતા મોટર્સ ના જ નેજા હેઠળ તાતા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલીટી કંપની બનાવી છે જેની હેઠળ જ આ અવિન્યા કાર બનવિાઈ અને લોંચ કરાઈ છે. આ માટે અવિન્યા ને તાતા મોટર્સ નો નવો લોગો પણ અપાયો છે જે અત્યંત આકર્ષક છે. આમ તાતા મોટર્સ પણ ઈલેકટ્રીક કાર ની ઘર આંગણે તેમ જ વૈશ્વિકસ્તરે વધતી જતી માંગ સંતોષવા નવી લજ્જુરિયસ કાર તાતા અવિન્યા લોંચ કરી દીધી છે.