‘દાદીમા ના નુસખા

પથ્થ-અપથ્ય – આ રોગમાં કફપિત્તનાશક પદાર્થ તથા ઉકાળેલું પાણી બહુ લાભદાયક છે. પરંતુ છાશ પીવી જોઈએ નહીં. જૂનો મગ, જૂના જવ, પરવળ, દાડમ, આંબળા, નાળિયેર પાણી, ધાણી, પેઠાનો મુરબ્બો, આંબળાનો મુરબ્બો, પપૈયુ વગેરે અમ્લપિત્તમાં લાભદાયક છે. ચણાના લોટ અને મેદાથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ નહીં. વાસી ભોજન, મસાલાવાળું ભોજન તથા મોડેથી પચનારી વસ્તુઓ જેમ કે -માવો, રબડી, અળવી, મિઠાઈ, ચવાણા, ભજીયા વગેરેનું સેવન કરવું જોઈએ નહીં. માનસિક અશાંતિ, ક્રોધ તથા ઈર્ષ્યા-દ્વેષ થી અમ્લતા બહુ વધે છે તેથી એનાથી બચો. સવાર-સાંજ ભ્રમણ પણ જરુરી છે. સંગ્રહણી સંગ્રહણી એક ભયંકર રોગ છે. આમાં રોગીને સંડાસ વધુ જવું પડે છે. મળમાં ચરબી પણ હોય છે. આ રોગને કારણે રોગી હંમેશ દુખી રહે છે. તે બધા પ્રકારના ખાદ્યપદાર્થો પચાવી શકતો નથી. ઘણીવાર તો મૃત્યુ સુધ્ધા થઈ જાય છે. સવારે ઉઠતાવેત રોગીને સંડાસ જવું પડે છે. મળ વધુ પ્રમાણમાં નિકળે છે, તેથી રોગી ગભરાઈ જાય છે. દાદીમાનું કહેવું છે કે આ રોગમાં આંતરડામાં દુષિત પદાર્થો ઉત્પન્ન થાય છે જેથી રોગીને વારંવાર સંડાસ માટે જવું પડે છે.
કારણો – મનુષ્ય ઉત્સાહમાં આવીને અનિયમિત ભોજન કરી લે છે, તેથી તેને સંગ્રહણીની બિમારી થઈ જાય છે. આમાં વ્યક્તિના પેટની અગ્નિ મંદ પડી જાય છે. પાચનશક્તિ એટલી બગડી જાય છે કે ખાધેલું ભોજન પચ્યા વિના મળરૂપે બહાર નિકળી જાય છે. સંગ્રહણી ત્રણ પ્રકારની હોય છે.
વાજન્ય સંગ્રહણી – આ સંગ્રહણી એવા લોકોને થાય છે જેઓ વાસી વસ્તુઓ ખાય છે. તેમના પેટમાં વાયુ બગડી પેટની અગ્નિ ને મંદ કરી દે છે જેને કારણે ભોજન સારી રીતે પચતું નથી.
કફજન્ય સંગ્રહણી – કફ બનાવનારી વસ્તુઓ ખાવાથી કફજન્ય સંગ્રહણી થાય છે. ભારે, ચિકાશવાળી, તળેલી, શીતળ વસ્તુઓ ખાવાથી તથા જમ્યા પછી તરત સૂઈ જવાથી ખાવાનું સારી રીતે પચતું નથી. પરિણામે આમ સાથે મળ થવા લાગે છે.

પિત્તજન્ય સંગ્રહણી – પિત્તજન્ય સંગ્રહણી એવા લોકોને થાય છે કે જેઓ લાલ મરચાં, ગરમ વસ્તુઓ, તીખી, ખાટી તથા ખારી વસ્તુઓ વધુ ખાય છે. આ લોકોને નીલો, પીળો અથવા કાચો ઝાડો થવા લાગે છે.
લક્ષણો – વાજન્ય સંગ્રહણીમાં લીલા રંગનો IT મળ થાય છે. તેમાં પેટમાં Hી નસના દરદ, મરોડ, ભારેપણું તથા બળતરાની ફરિયાદ હોય છે. કોઈકોઈવાર વાયુને કારણે માથાનો દુખાવો થવા લાગે છે. ગભરામણ વધી જાય છે. ભૂખ ઓછી લાગે છે. કફજન્ય સંગ્રહણીમ ખાવાનું સારી રીતે પચતું નથી. તેથી સંડાસ ગયા પછી કમજોરી વધી જાય છે. ગળુ સુકાય છે, તરસ વધુ લાગે છે, કાન, પાંસળી, જાંઘ, પેઢુ, સાંધાઓ વગેરેમાં દરદનો અનુભવ થાય છે. કોઈપણ વસ્તુ સ્વાદિષ્ટ લાગતી નથી. વારંવાર સંડાસ જવું પડે છે. પિત્તજન્ય સંગ્રહણીમાં નીલા રંગના પાતળા ઝાડા થાય છે. સતત ખાટા ઓડકાર પરેશાન કરે છે. તરસ વધુ લાગે છે હૃદય, ગળુ તથા પેટમાં બળતરા થાય છે.
નુસખાં – હીંગ, અજમો અને સૂંઠને સરખા પ્રમાણમાં લઈ વાટી લો. આમાંથી એક-એક ચમચી ચૂરણ સવાર-સાંજ પાણી સાથે જમ્યા બાદ લો.

– છાશ સાથે જરાક હીંગ વાપરો.

– કાળા મરી અને સંચળ બંને ૩-૩ ગ્રામ લઈ છાશ સાથે લો.

– ૪ ગ્રામ પીપરનું સેવન લીંબુનો રસ તથા સિંધવ મીઠું સાથે કરો.

– હરડેની છાલનું ચૂરણ અને થોડી

Leave a Reply

Your email address will not be published.