પંજાબે ગુજરાત ને ૮ વિકેટ થી હરાવ્યુ
આઈપીએલ ની ૧૫ મી સિઝન ની ૪૮ મી મેચ માં ગુજરાત ટાઈટન્સ ને પંજાબ કિંગ્સ એ ૧૬ મી ઓવર માં જ ૮ વિકેટ એ પરાજય આપી ને મેચ જીતી લીધી હતી. ગુજરાત ટાઈટન્સ એ ટોસ જીતી ને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. વિકેટ કિપર રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ એ ઓપનિંગ કર્યું હતું. જો કે ગિલા અંગત માત્ર ૯| રને આઉટ થતા ૧૭ રને પ્રથમ જ વિકેટ પડી છે હતી. ત્યાર બાદ રિધ્ધિમાન પણ અંગત ૨૧ રને આઉટ થતા ૩૪ રને બીજી વિકેટ પડી હતી. એક છેડો સાંઈ સુદર્શને સુંદર રીતે જાળવી રાખ્યો હતો. પરંતુ બીજા છેડે કપ્તાન હાર્દિક માત્ર ૧ રને, ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા ૧૧ રને જ્યારે રાશિદ ખાન શૂન્ય, સેગવાન-૨, લોકી ફર્ગ્યુસન-૧૧ અને અલ્ઝારી જોસેફ ના અણનમ-૪ અને સાંઈ સુદર્શન ના અણનમ ૬૫ રન ની મદદ થી ગુજરાત ટાઈટન્સ એ નિર્ધારીત ૨૦ ઓવરો માં ૮ વિકેટ ના ભોગે ૧૪૬ રન બનાવ્યા હતા. પંજાબ તરફ થી રબાડા-૪ જ્યારે અર્શદિપ, રિશી ધવન અને લિવિંગસ્ટન ને ૧-૧ વિકેટો ઝડપી હતી. પંજાબ કિંગ્સ ને જીતવા માટે ૧૪૪ રન નો આસાન લક્ષ્યાંક પાર કરવા બેરો અને શિખર ધવન એ ઓપનિંગ કર્યું હતું. જો કે બેરસ્ટો અંગત માત્ર ૧ રને આઉટ થતા પંજાબ ની પ્રથમ વિકેટ ૧૦ રને જ પડી ગઈ હતી. ત્યાર બાદ આવેલા ભાનુકા રાજપક્ષા એ માત્ર ૨૮ બોલ માં ૫ ચોગ્ગા અને એક છગ્ગા ની મદદ થી ૪૦ રન બનાવ્યા હતા, જેની વિકેટ ફર્ગ્યુસને લેતા સ્કોર ૯૭ રને ૨ વિકેટ નો ૧૨ મી ઓવરમાં થયો હતો. જો કે ત્યાર બાદ આવેલા ખેલાડી લિવિંગસ્ટન એ રનો ની આતિશબાજી કરતા માત્ર ૧૦ બોલ માં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારી ને અણનમ ૩૦ રન જ્યારે ઓપનર શિખર ધવન એ પ૩ બોલ માં ૮ ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ ૬૨ રન બનાવતા પંજાબે ૧૬ ઓવરો માં માત્ર ૨ વિકેટ ના ભોગે ૧૪૫ રન બનાવી લેતા ૮ વિકેટ થી ભવ્ય વિજય મેળવ્યો હતો. ગુજરાત તરફ થી મોહમ્મદ સામી અને લોક ફર્ગ્યુસન ને ૧-૧ વિકેટો મળી હતી.