પુતિન નો વળતો ઘા

અમેરિકા અને સાથી દેશો એ મળી ને રશિયા સામે શિક્ષાત્મક પગલા ગણાવતા યુ.એન. ની ઘણી સમિતિઓ માં થી હટાવ્યા બાદ હવે રશિયા એ જવાબી કાર્યવાહી કરતા અમેરિકા અને યુરોપિયન સ્પેસ એજન્સ ઓિ સાથે સહ્યોગ માં થી નિકળી જવા નો નિર્ણય જાહેર કર્યો છે.રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ માં વાસ્તવિક લડાઈ તો રશિયા અને અમેરિકા જ લડી રહ્યા છે. યુક્રેન તો માત્ર યુધ્ધ નું મેદાન બન્યું છે. અમેરિકા આ યુધ્ધ માં પોતે તથા સાથી દેશો સાથે મળી ને એક તરફ યુકેનને મન અને ધન તથા શસ્ત્ર સહાયથીપોર+ આવી રહ્યું છે ત્યાં જ બીજી તરફ રશિયા ઉપર અવનવા આર્થિક પ્રતિબંધો લગાવવા ઉપરાંત યુએન માં થી પણ વિવિધ સમિતિઓ માં થી હટાવી રહ્યું છે. આથી અકળાયેલા રશિયા એ પથ્થર નો જવાબ ઈંટ થી આપતા અમેરિકા અને યુરોપિયન દેશો સાથે ના સંયુક્ત સ્પેસ મિશનો માં થી નિકળી જવા ની જાહેરાત કરી છે. રશિયા એ જણાવ્યું છે કે તે નાસા ની સાથે છેડો ફાડતા ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર સહિત ના પ્રોજેક્ટ છોડી રહ્યું છે.

DGTLmart

તેમ જ યુરોપિયન એજન્સી સાથે ના સ્પેસ પ્રોગ્રામ પણ છોડી રહ્યું છે. આઈએરૂ એસ છોડવા ઉપરાંત આવનારા બે વર્ષો માં તે તમામ સ્પેસ ભાગિદારી ખત્મ કરી દેશે. રશિયા ની સ્પેસ એજન્સી રોકોમોસ ના ડિરેક્ટર જનરલ દિમિત્ર રોગોજિન એ કહ્યું હતું કે અમે આ અંગે જાહેર માં કોઈ વાત કરવા બંધાયેલા નથી. જો કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માં રશિયા ની ભાગીદારી કેટલી અવધિ માં અને કઈ રીતે સમાપ્ત કરાશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જો કે એક ધારણા અનુસાર આ અંગે રિયા એક વર્ષ ની નોટિસ આપશે તેવું મનાય છે.હાલ માં તો રશિયા એ અમેરિકા અને તેના મિત્ર રાષ્ટ્રો દ્વારા તથા તેમના દ્વારા જ યુનો થકી પણ લદાયેલા આર્થિક પ્રતિબંધો ના વિરોધ માં અંતરિક્ષ ની ભાગિદારી માં થી પણ ખસી જવા નો નિર્ણય લીધો છે. પરંતુ રશિયા ના અંતરીક્ષ નિષ્ણાંતો ના મતે રશિયા આ અગાઉ થી જ મન બનાવી ચુક્યુ હતુ કે ૨૦૨૪ બાદ તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માં તે ભાગિદારી ચાલુ રાખવા ઈચ્છુક ન હતું. આમ રશિયા હવે યુક્રેન યુધ્ધ ની અસરો ને અંતરીક્ષ સુધી પહોંચાડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.