બોરીસ બેકર ને ૨.૫ વર્ષ ની જેલ
ટેનિસ ક્ષેત્ર ના દિગ્ગજ ખેલાડી ૫૪ વર્ષીય બોરિસ બેકર ને વર્ષ ૨૦૧૩ ના નાદારી ને લગતા ઈન્સોલવન્સી એક્ટ હેઠળ ના કેટલાક ગુન્હાઓ માં દોષિત ઠરતા કોર્ટે ૨.૫ વર્ષની જેલની સજા ફરમાવી હતી.
શુક્રવારે સાઉથવર્ડ ક્રાઉન કોર્ટ એ દિગ્ગજ ટેનિસ પ્લેયર બોરિસ બેકર ને સજા ફરમાવી હતી. પોતાની પ્રોફેશ્નલ કેરિયર દરમ્યિાન છ વખત ગ્રાન્ડ સ્લેમ જીતનારા બોરિસ બેકર ને સ્પેન માં તેની બે વિમ્બલ્ડન ટ્રોફી સહિત સંપત્તિ અંગે ૩ મિલિયન પાઉન્ડ ની રકમ નહીં ચૂકવતા પાંચ વર્ષ પૂર્વે નાદાર જાહેર કરાયા હતા. જો કે જર્મની ના આ મહાન ખેલાડી એ જૂન ૨૦૧૭ માં નાદાર જાહેર થયા બાદ પોતાના કારોબારી ખાતા માં હજારો પાઉન્ડ ટ્રાન્સફર કર્યા હતા. આ ઘટના માં તેની પૂર્વ પત્ની બાબ્રરા અને શર્લી લિલી બેકર નો પણ સમાવેશ થતો હતો. તદુપરાંત બોરિસ ને જર્મની માં ટેકનિકલ ફર્મ મા ૮.૨૫ લાખ યુરો બેન્ક લોન તથા શેર્સ ને છુપાવવા ના કેસ માં પણ દોષિત ઠરાવાયો હતો. જો કે બોરિસ ને આવા જ અન્ય ૨૦ કેસો માં નિર્દોષ જાહેર કરાયો હતો. જે કેસો માં નિર્દોષ સાબિત થયો તે પૈકી ઘણા કેસો માં તે એવોર્ડ સોપણી કરવા માં નિષ્ફળ જવા જેવી બાબતો નો સમાવેશ થાય છે. બોરિસ બેકર એ ૧૯૮૫ માં વિમ્બલ્ડન માં પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યાર બાદ તે ત્રણ વખત વિમ્બલ્ડન અને બે વખત ઓસ્ટ્રેલિયન ઓપન અને એક વખત યુ.એસ. ઓપન પણ જીતી ચૂક્યો હતો.