મંગળ ઉપર મળ્યા એલિયન ના અંશો ?
રાતો ગ્રહ હંમેશા માનવી માટે ઉત્સુકતાપ્રેરક રહ્યો છે. આથી જ બીજા કોઈ ગ્રહ કરતા મંગળ ઉપર મહત્તમ દેશો ના મિશનો ચાલુ છે. હાલ માં મંગળ ઉપર અમેરિકા નું રોવર અને હેલિકોપ્ટર સંશોધનો કરી રહ્યા છે. આ દરમિયાન નાસા ના હેલિકોપ્ટર એ મંગળ ગ્રહ ઉપર એલિયન સ્પેસશીપ ના કાટમાળ ની તસ્વીરો મોકલી છે. મ’ | ળ ગ્રહ ઉપર મળેલા અજાણી સ્પેસશીપ ના આ કાટમાળ બાદ પ્રાથમિક અનુમાન એવું લગાવાઈ રહ્યું છે કે પરગ્રહવાસીઓ (એલિયન્સ) ને સ્પેસશીપ ના કેશ લેન્ડીંગ નો કાટમાળ હોઈ શકે છે. હાલ માં નાસા આ એલિયન્સ સ્પેસશીપ ના કેશ લેન્ડીંગ વિષે એવું માને છે કે તે અત્યંત ઝડપ થી મંગળ ગ્રહ તરફ પ્રવેશતું હશે. તે સમયે ગુરુત્વાકર્ષણ બળ અને વધુ પડતા તાપમાન ના કારણે સ્પેસશીપ મંગળ ગ્રહ ની જમીન ઉપર ક્રેશ થઈ ગયું હશે. નાસા નું માનવું છે કે એલિયન્સ સ્પેસશીપ ના કાટમાળ થી અહીં લેન્ડ થવા થી લઈ ને કેવા અલગ પ્રકાર ની સ્પેસશીપ બનાવી શકાય તેની માહિતી મેળવી શકાશે. આવા એન્જિનિયરીંગ ના અભ્યાસ થી આગળ પણ ઘણું સંશોધન શક્ય બનશે. ન્યુયોર્ક ટાઈમ્સ ને નાસા ના પૂર્વ પ્રિઝર્વેન્સ સિસ્ટમ એન્જિનિયર ડૉ.

ઈયાન ક્લાઝા જણવ્યા પ્રમાણે આ કાટમાલ ના અભ્યાસ પછી ઘણું સંશોધન સંભવી શકે છે. આના દ્વારા મંગળ ગ્રહ ઉપર સુરક્ષિત લેન્ડીંગ કઈ રીતે કરવું તથા કેવા પ્રકાર ના સ્પેસશીપ નું નિર્માણ કરવું તે અંગે ની માહિતી પણ મળી શકે છે. આ તમામ ડેટાબેઝ તમને માર્સ રિટર્ન પ્લાનીંગ માં પણ મદદરુપ થઈ શકે છે. જો કે આ તમામ પાસા સિવાય પણ આ તસ્વીરો અભૂત અને ચોંકાવનારી છે. મંગળ ની ધરતી ઉપર ના એલિયન્સ સ્પેસશીપ ના મળી આવેલા કાટમાળ થી એક બાબત તો સુનિશ્ચિત થઈ જાય છે કે આ અખિલ બ્રહ્માંડ માં પૃથ્વી ગ્રહ ના માનવીઓ સિવાય પણ ક્યાંક કોઈ ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિ વસી રહી છે. અર્થાત કે એલિયન્સ નું અસ્તિત્વ છે. આ ઉપરાંત તે સજીવ સૃષ્ટિ પણ મનુષ્યલોક ની માફક જ સુવિકસીત અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નિપુણતા ધરાવે છે. તેઓ પણ આપણી જેમ બ્રહ્માંડ ના અન્ય ગ્રહો ઉપર પોતાની સ્પેસશીપ મોકલી ને તેનું અધ્યયન કરી રહ્યા છે. સંભવતઃ તેમને પૃથ્વી ગ્રહ ઉપર પણ અધ્યયન કર્યું હોય અને આપણા થી એક ડગલું આગળ રહેતા તેમને પૃથ્વી લોક ઉપર ના જીવન વિષે માહિતી હોય.