મહાગુજરાત ના પ્રણેતાઃ રવિશંકર મહારાજ
૧ લી મે ૨૦૨૨ એટલે ગૌરવવંતી જય જય ગરવી ગુજરાત મા ભોમકા નો ૬૨ મો સ્થાપના દિન. ૧ લી મે ૧૯૬૦ ના દિવસે અભૂતપૂર્વ મહાગુજરાત ની ચળવળ બાદ મુંબઈ સ્ટેટ નું વિભા- / SEE જન કરી ને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો બન્યા. આમ ગુજરાત ની સાથોસાથ મહારાષ્ટ્ર નો પણ સ્થાપના દિન. જો કે મહાગુજરત ના પ્રણેતા, મુકસેવક અને મુઠ્ઠી ઉંચેરા માનવી ને આજકાલ ના રાજનેતઓિ સાવ વિસરી જ ગયા છે. આવા પુનિત સંત રવિશંકર મહારાજ નો જન્મ ૨૫ ફેબ્રુ.૧૮૮૪ ના રોજ ખેડા જિલ્લા ના રહુ ગામે થયો હતો. તેઓ વર્ષ ૧૯૧૯ માં તત્કાલિન કોંગ્રેસ માં જોડાયા હતા. પછી ૧૯૨૧ માં પોતાનું ઘર કાયમ માટે છોડ્યું. મહારાજ પોતાને ગાંધીજી ના ટપાલી તરીકે ઓળખાવતા હતા. ગાંધીજી નો સ્વરાજ્ય નો સંદેશો ગામે ગામ પહોંચાડવા પગપાળા બધે ઘુયા. આ દરમિયાન ૪૦ વર્ષો સુધી પગ માં જોડા પણ પહેર્યા ન હતા. તેમના કાર્ય ને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ માણસાઈના દીવા થી અમરત્વ બક્યું.

આચાર્ય વિનોબા ભાવે એ તેમને તુકારામ ની કોટિ ના સંત, કાકાસાહેબ કાલેલકરે અનાસક્ત પ્રેમાળુ, દાદા દમોલિકારી એ આદ્યાત્મવીર, પાંડુરંગ આઠવલ એ જટાજૂટ અને સરદાર પટેલ એ તેમને એક પવિત્ર ઋષિ તરીકે ઓળખાવ્યા હતા. રવિશંકર મહારાજ નું જીવનસૂત્ર “ઘસાઈ ક ને ઉજળા થઈ એ, બીજા ને | ખપ માં આવી છે.” અનસાર આખુ જીવન દેશhવા અને જનસેવા માં જ વ્યતિત કરી દીધું. ૭૧ વર્ષ ની ઉંમરે પણ ભૂદાન માટે છ હજાર કિ.મી. ચાલી ને લાખો ભૂમિહિનો ને જમીન દાન માં અપાવનાર અને સતત ચાલતા રહેતા આ સંત ને લોકો સાચા સંત, કરોડપતિ ભિખારી, ગુજરત ના બીજા ગાંધી તરીકે ઓળખાવતા. મહાગગુજરાત ની ચળવળ ના પ્રણેતા હોવા થી ગુજરાત રાજ્ય ની સ્થાપના તેમના હાથે કરાઈ હતી.ત્યાર બાદ પણ ૧૯૮૪ માં તેમના નિધન સુધી ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રીઓ સોગંદવિધિ બાદ તેમના આશીર્વાદ લેવા જતા હતા. જો કે આજે કમનસીબે ગુજરાત માં ક્યાંય, કોઈક જવલ્લે જ તેમની પ્રતિમા કે પંચાયત ઓફિસ કે સરકારી ઓફિસ માં સમ ખાવા પૂરતી પણ જો તેમની તસ્વીર જોવા મળી જાય તો સકાભઠ રણ માં મીઠી વિરડી મળ્યા નો આનંદ થાય છે. બાકી અત્યાર ના રાજનેતાઓ એ તો મહારાજ ને ભૂલાવી જ દીધા છે.