મહારાષ્ટ્ર માં ઠાકરે વિરુધ્ધ ઠાકરે

મહારાષ્ટ્ર ના રાજકારણ માં ઉઠેલા બવંડર માં અઝાન વિરુધ્ધ હનુમાન ચાલીસા ના ધર્મયુધ્ધ માં લડાઈ આખરે ઠાકરે વિરુધ્ધ ઠાકરે અર્થાત કે ઉધ્ધવ ઠાકરે વિરુધ્ધ રાજ ઠાકરે સામસામે આવી ગયા છે.
મહારાષ્ટ્ર નું મુખ્યમંત્રીપદ મેળવવા માટે ઉધ્ધવ ઠાકરે એ તેના પિતાશ્રી બાલાસપહેબ ઠાકરે ના સમય થી ચાલ્યુ આવતુ શિવરૂ સેના-ભાજપા ગઠબંધન તોડી ને કોંગ્રેસ-એનરૂ ીિપી જેવા વિરોધી વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન રચી મુખ્યમંત્રીપદ તો મેળવ્યું. પરંતુ રાજકારણ ના આ નવસિખીયા ઉધ્ધવ ઠાકરે ને સરકાર માં સાથે રહી ને કોંગ્રેસ અને એનસીપી તો પોતાની હિન્દુ વિરોધી અને લઘુમતિ તુષ્ટિકરણ ની રાજનીતિ રમતા ઉધ્ધવ ના પોતા ના જ હાથે અને નામે એવા એવા હિન્દુ વિરોધી કામો કરાવડાવી ને શિવસેના અને ઉધ્ધવ ઠાકરે ની જ હિન્દુત્વવાદી પાર્ટી ની ઓળખ, અને બાળાસાહેબ ની વર્ષો ની શાખા ઉપર બટ્ટો લગાવી પોતાની જ ઘોર ખોદી રહ્યા હતા અને કોંગ્રેસ અને એનસીપી મુછે તાવ દઈ હસી રહ્યા હતા. ત્યાં બાટલી માં પૂરાયેલો જીન અચાનક પ્રગટ થાય તેમ મનસે ના રાજ ઠાકરે લાઉડ સ્પિકર વિવાદ માં એવા કૂદી પડી ને હિન્દુત્વ નો ઝંડો લહેરાવ્યો છે કે હવે શિવસેના ની હિન્દુત્વવાદી પકડ છૂટી રહી છે.

રાજ ઠાકરે એ ઔરંગાબાદ માં કરેલી જંગી રેલી થી આમે ય એન.સી.પી., કોંગ્રેસ અને ખાસ તો શિવસેના ના હાજા ગગડી ગયા છે. તથા રાજ ઠાકરે એ યુ.પી.માં મસ્જિદો ઉપર થી લાઉડ સ્પિકરો હટાવવા ના કાર્ય ની મુખ્યમંત્રી યોગી ની પ્રશંસા કરવા ઉપરા‘ત ટ્વિટ માં તમારા મુખ્યમંત્રી યોગી છે અને અમારા ભોગી એવો તંજ પણ કસ્યો હતો. મનસે ના રાજ ઠાકરે સામે એનસીપી-કોંગ્રેસ ના દિશાનિર્દેશો ઉપર એક તરફ ઉદ્ધવ ઠાકરે એ ફટાફટ મસ્જિદો ઉપર ના લાઉડસ્પિકરો ની મંજુરી આપવા નું શરુ કર્યું જ્યારે બીજી તરફ પોતાના જ ભાઈ અને પૂર્વ સાથી રાજ ઠાકરે ને ઘેરવા ઔરંગાબાદ ની રેલી માં શરતો ના ભંગ મામલે ત્યાં જ ઔરંગાબાદ માં કેસ નોંધી રાજ અને ઓર્ગેનાઈઝરો સામે કેસ દાખલ કર્યો જ્યારે બીજી તરફ રાજ ઠાકરે વિરુધ્ધ એક જૂનો ૨00૮ નો કેસ ખોલી ને તેની સામે ગેર જમાનતી વોરંટ ઈસ્યુ કરાવ્યું. આ બધુ રાજ ઠાકરે ના ૪ થી મે ના અલ્ટિમેટમ સામે જરુર પડ્યે તેની ધરપકડ કરવા કારસો રચાયો હતો.

જ્યારે રાજ ઠાકરે એ જે દાવ ખેલ્યો છે તેના પગલે આગળ જતા શિવસેના માં ભંગાણ પડે તો નવાઈ નહીં. રાજકીય શતરંજ રમવા માં તથા બાળા સાહેબ ની કાર્યશૈલી ના અસલી વારસદાર એવા રાજ ઠાકરે એ ખૂદ બાળા સાહેબ ઠાકરે નો એક જૂનો વિડીયો સોશ્યિલ મિડીયા ની સાઈટ ઉપર શેર કર્યો જેમાં બાળા સાહેબ એમ કહેતા સંભળાય છે કે જે દિવસે મહારાષ્ટ્ર માં શિવસેના ની સરકાર રચાઈ તે દિવસે તમામ મસ્જિદો ઉપર થી લાઉડ સ્પિકરો નીચે ઉતરી જશે. તેમ જ રસ્તા ઉપર નમાજ પઢી અન્ય લોકો ને અવરોધ અને હાલાકી વેઠવા નું બંધ થઈ જશે. કોઈ પણ ધર્મ ની ધાર્મિક ક્રિયા વિકાસ માં અવરોધ ના બની શકે. આમ આ વિડીયો પ્રસારીત કરી રાજ ઠાકરે એ ન માત્ર મહારાષ્ટ્રીયન હિન્દુઓ ને પરંતુ તમામ ને એ વાત સ્પષ્ટ કરી કે પોતે એ જ માંગ કરી રહ્યા છે જે ખુદ બાળાસાહેબ એ કહ્યું હતું. તો બાળાસાહેબ ની વિરાસત નો સાચો વારસદાર કોણ? મસ્જિદો ઉપર થી લાઉડ સ્પિકર હટાવો નહીતર બમણા જોર થી હનુમાન ચાલીસા વગાડવા નું કહેનાર રાજ ઠાકરે પછી હનતુમાન ચાલીસા પઢવા નું ફક્ત એલાન કરનાર નવનીત રાણા અને તેના પતિ ને જેલ માં ટૂંસી દેનાર અને મસ્જિદો નો લાઉડસ્પિકર રાખવા ની મંજુરી ફાડનાર ઉધ્ધન ઠાકરે? મહારાષ્ટ્ર ની જનતા તો હવે સ્પષ્ટ પણે શિવસેના અંગે સમજી ચુકી છે. જો કે શિવસેના માં બાળા સાહેબ ઠાકર તેની વિચારધારા થી પ્રેરીત થઈ ને પાર્ટી માં જોડ યેલા નેતાઓ અને શિવસૈનિકો અસમંજસ માં પડ્યા છે.

બેશક સત્તા માટે ઉદ્ધવ ઠાકરે બાળા સાહેબ અને શિવસેના ની વિચારધારા ક્યાંય પાછળ છોડી ચુક્યા છે.રાજકારણ ના આટાપાટા રમવા માં ઉધ્ધવ ઠાકરે કાચા પૂરવાર થાય તે તો સમજાય તેવી વાત છે, પરંતુ તેમના માર્ગદર્શક અને પથદર્શક શિવસેના ના અતિ વાચાળ સંજય રાઉત કેમ ઉધ્ધવ ને સાચી સલાહ નહીં આપતા હોય? કે પછી પરદા પાછળ શરદ પવાર સાથે સેટીંગ પાડી સંજય રાઉત પવાર ના ઈશારે જ કામ કરી રહ્યા છે? જો કે એ જે હોય તે પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે સાચો શિવસૈનિક ઉધ્ધવ અને સરકાર ના વલણ થી ખૂબ આદત થયેલો છે. અને જો આમ જ ચાલ્યું તો સત્તા ની ખુરશી ઉપર ચોટી હિન્દુવિરોધી નીતિ થી ચાલતા ઉદ્ધવ ઠાકરે નો હાથ છોડી ને મોટી સંખ્યા માં શિવસેના ના નેતાઓ અને કાર્યકરો રાજ ઠાકરેનો હાથ પકડી મનસે માં જોડાઈ જાય તો નવાઈ નહીં. ઉધ્ધવ ઠાકરે ને મુખ્યમંત્રીપદ ની એટલી હદે લાલસા છે કે સત્તા માં સાથે રહી ને કોંગ્રેસ-એનસીપી હિન્દુવિરોધી નિર્ણયો લેવડાવી શિવસેના ને તોડવા નું કામ કરી રહ્યા છે જ્યારે ઘર ની વ્હાર બાળાસાહેબ નો જ હવાલો આપી ને મનસે અને રાજ ઠાકરે પણ એ જ કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.