મેં ઝુકેગા નહીં : પુતિન

રશિયા-યુક્રેન યુધ્ધ માં અમેરિકા બે લડતી બિલાડીઓ વચ્ચે વાંદરા ની ભૂમિકા બખૂબી ભજવી રહ્યું છે. વાસ્તવ માં આ યુધ્ધ ના મુખ્ય કારણરુપ નાટો સંગઠન માં જોડાણ એ યુક્રેન માટે ઘી વાળુ ગાજર અને રશિયા ને યુધ્ધ માટે ઉશ્કેરણી માટે જ હતું. જો કે અમેરિકા અને તેની ચઢવણી થી નાટો અને યુરોપિયન દેશો યુકેન ને શસ્ત્રો સહિત તમામ સહાય પહોંચાડવા છતા રશિયન રાષ્ટ્રપતિ પુતિન એકલા હાથે આ બધા ની સામે ઝીક ઝીલતા પુષ્પા ના અંદાજ થી જાણે કહી રહ્યા છે ઝૂકેગા નહીં સાલા! રશિયા ના આરબ દેશો, યુરોપિયન દેશો ઉપર ના વધતા પ્રભાવ અને અમેરિકા ના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ની નીતિ-રીતિ થી નારાજ થઈ ને નાટો સંગઠન મૃતપાય કે નિષ્ક્રિય અવસ્થા એ પહોંચી ગયું હતું. આથી અમેરિકા એ રશિયા ને આગળ વધતું અટકાવવા, યુધ્ધ માં ઝોકી ને આર્થિક પ્રગતિ ઉપર બ્રેક લગાવવા તેમ જ યુરોપિયન અને નાટો ના અમુક દેશો નો રશિયા તરફી ઝુકાવ અટકાવી, નાટો માં નવા પ્રાણ ફૂંકવા માટે જ યુકેન ને આ યુદ્ધ માં બલિ નો બકરો બનવી દેવાયું. કારણ કે ઈરાક અને અફઘાનિસ્તાન સામે ના યુધ્ધ અને યુદ્ધ બાદ ની | પરિસ્થિતિ અને તેના ગંજાવર ખર્ચા થી હાથ દઝાડ્યા બાદ માંડ માંડ પંરતુ ઈજ્જત ખોઈ ને પણ અમેરિકા ને જે રીતે અફઘાનિસ્તાન છોડવું પડ્યું તેના ઉપર થી બોધપાઠ લઈ ને | અમેરિકા કોઈ પણ દેશ સામે સીધા યુધ્ધ માં ઉતરવા તૈયાર ન હતું અને તેમાં પણ અહીં તો સામે શક્તિશાળી રશિયા હતું.

આથી અમેરિકા ને કોઈ બલિ નો બકરો જોઈતો હતો જેને સૈન્ય તેમ જ આર્થિક મદદ લોન તરીકે આપી ભવિષ્ય માં વસુલી શકાય. વાસ્તવિકતા તો એ હતી કે અમેરિકા કે નાટો ના દેશો યુક્રેન ને ક્યારેય નાટો માં ભેળવવા માંગતા ન હતા. માત્ર યુક્રેન ની નાટો માં જોડાવા ની સંભાવનાઓ નો વ્હોળો પ્રચાર | આખલા ને ભડકાવવા માટે ના લાલ કપડા સ્વરુપે જ કરાયો હતો. અમેરિકા નો દાવ સફળ થયો. રશિયા રુપી આખલો ભડકી ગયો અને તે યુક્રેન ને ખેદાન મેદાન કરી રહ્યો છે. અને યુદ્ધ ને વધારે લાંબુ ખેંચી રશિયા ને આર્થિક રીતે હાનિ પહોંચાડવા અમેરિકા અને તેના ૨૭ સાથી દેશો યુક્રેન ને જંગી શસ્ત્ર સહાય કરી તેમનો શસ્ત્ર ફેક્ટરીઓ નો ધમધોકાર ધંધો ચલાવી રહ્યા છે જ્યારે યુક્રેન ખૂંવાર અને બરબાદ, તારાજ થઈ રહ્યું છે. પરંતુ યોજના મુજબ અમેરિકા ઝેલેન્સ્કી ને પાનો ચડાવે રાખે છે. બકરો અધમુવો થઈ ગયો છે. વળી અમેરિકા, નાટો ના દેશો કે યુરોપિયન યુનિયન ના દેશો એ રશિયાયુક્રેન યુધ્ધ માં સીધી દખલગિરી કરશે તો આમ કરનારા દેશ ને પણ રશિયા દુશ્મન ગણી હુમલો કરશે અને આવા સંજોગો માં રશિયા વિનાશક હથિયારો નો ઉપયોગ કરતા અચકાશે નહીં એવી ધમકી રશિયા ના વિદેશમંત્રી લાવરોવ અગાઉ આપી ચૂક્યા હતા. જેનો અમેરિકા સહિત વિશ્વ ના દેશો એ રશિયા આ યુધ્ધ માં વિજયી થવા સંભવિત પરમાણુ શસ્ત્રો નો ઉપયોગ કરશે તેવો વ્હોળો પ્રચાર કરી સમગ્ર વિશ્વ સામે રશિયા ને ખૂંખાર વિલન તરીકે રજુ કર્યું હતું. આ પણ અમેરિકા ની એક ચાલ જ હતી. ભય બિન પ્રાંત ના હોય ના નાતે રશિયા નો ભય દર્શાવી અમેરિકા ના સમર્થન માં મહત્તમ દેશો ને જોડવા ની આ શકુની ચાલ માત્ર હતી.

રશિયા ના વિદેશમંત્રી સર્ગેઈ લાવરો એ રવિવારે પરમાણુ યુદ્ધ ની ધમકી ને સ્પષ્ટ રીતે નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમી મિડીયા એ રશિયા ની ધમકીઓ ને ખોટી રીતે રજૂ કરી હતી. વાસ્તવ માં તેમનો દેશ પરમાણુ યુદ્ધ રોકવા માટે કટિબધ્ધ છે. રવિવારે વિદેશમંત્રી લાવરોવ એ એક ઈટાલિયન ટીવી ને આપેલી મુલાકાત માં જણાવ્યું હતું કે મોસ્કો એ પશ્ચિમ ના સંભવિત સંયુક્ત હુમલાઓ નો પણ સામનો કરવા માટે અસ્ટ્રાસોનિક હથિયારો | વિકસાવ્યા છે જેના થી વિશ્વ અજાણ છે. અનિવાર્ય સંજોગો ઉભા થશે તો જ, રશિયા આ હથિયારો નો યોગ્ય સમયે ઉપયોગ કરતા ખચકાશે નહીં પરંતુ પરમાણુ શસ્રો હરગીઝ ઉપયોગ નહીં કરે. આ બધા સમાચારો વચ્ચે પશ્ચિમી મિડીયા દ્વારા રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ના કથળેલા સ્વાથ્ય અને અનિવાર્ય સર્જરી અંગે પણ ચિંતાજનક સમાચાર આવ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન ની કેન્સર ની સર્જરી એપ્રિલ ના બીજા સપ્તાહ માં થવી જરુરી હતી જે યુધ્ધ ના કારણે પાછી ઠેલાઈ હતી. જે હવે કરવી અનિવાર્ય હોવાથી સર્જરી દરમ્યિાન તેમ જ શસ્ત્રક્રિયા બાદ પુનઃ કાર્યરત થઈ શકે તે સમયગાળા દરમ્યિાન રશિયા ના પૂર્વ એફએસબી વડા અને પુતિન ના વિશ્વાસુ | નિકોલાઈ પેટરોવ ને હંગામી જવાબદારી સોંપાશે. પેટરોવ ને કટ્ટરપંથી મનાય છે અને હાલ ના સંજોગો માં પણ યુધ્ધ વ્યુહરચના ના મુખ્ય વ્યુહરચનાકાર મનાય છે.

Leave a Reply

Your email address will not be published.