મોદી પોટ્સડેમર પ્લાઝા થિયેટર માં
ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભર માં જ્યાં પણ જાય છે ત્યાં રહેતો ભારતીય સમુદાય તેમના સ્વાગત માં સત્કારવા, તેમની હોટલ ની વ્હાર તેમ જ તેમના સંબોધન ને સાંભળવા મોટી સંખ્યા માં ઉમટી પડી મોદી… મોદી ના જયકારા થી ગગન ગજવી દે છે.આ પરંપરા . જા. ધારી થી જર્મની માં રહેતા ભારતીયો પણ બા- | કાત નથી. બર્લિન ના પોટ્સડેમર પ્લાઝા થિયેટર માં યોજાયેલા તેમના જાહેર અભિવાદન ના કાર્યક્રમ ને સંબોધતા પોતાની સરકાર ના કાર્યકાળ માં વચેટીયા વગર સીધો જ જનતા ને તેમના ખાતા માં પૈસા જમા થાય છે. અગાઉ ની સરકારો માં સરકારે મોકલેલા ૧ રૂા. માં થી ૧૫ પૈસા જ પહોંચતા હતા. તો તે કયો પંજો હતો જે ૮૫ પૈસા ચાઉં કરી જતો હતો. આમ નામ લીધા વગર કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા બાદ જણાવ્યું હતું કે આજે દરેક ક્ષેત્રે ઝડપ થી કામ થઈ રહ્યું છે. પહેલા ની માફક ફક્ત વર્ક ઈન પ્રોગ્રેસ નું બોર્ડ નહીં પરંતુ કામ બોલે છે. ભારત હવે નાનુ નથી વિચારતુ. રિયલ ટાઈમ પેમેન્ટ માં સૌથી મોટી ભાગિદારી ભારત ની છે. લોકો ને સકારાત્મક બદલાવ અને ઝડપી વિકાસ ની આકાંક્ષા હતી. તેથી ૨૦૧૪માં પૂર્ણ બહુમતવાળી સરકાર પસંદ કરી. વળી દેશ ની મહાન જનતા ની દીર્ઘદૃષ્ટિ છે કે ૨૦૧૯ માં પહેલા થી પણ મજબૂત સરકાર બનાવી. આ ૨૧ મી સદી નું ભારત છે. હવે દેશ આગળ વધે છે અને દેશ ના કરોડો યુવાનો/લોકો જ ડ્રાઈવિંગ ફોર્સ બન્યા છે. આજે ભારત ઈઝ ઓફ લિવિંગ – ક્વૉલિટી ઓફ લાઈફ, ઈઝ ઓફ એમ્પલોયમેન્ટ-ક્વાFલિટી ઓફ એજ્યુ કેશન, ઈઝ ઓફ મોબિલિટી-ક્વૉલિટી ઓફ ટ્રાવેલ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ – ક્વૉલિટી ઓફ સર્વિસ એન્ડ પ્રોડ એમ દરેક ક્ષેત્રે ઝડપ થી કામ થઈ રહ્યું છે. હવે અમે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન બનાવ્યો છે. હવે સરકાર તમામ વિભાગો, પોતપોતાના ભાગો નું કામ એડવાન્સ માં પ્લાન કરી રહ્યા છીએ. ૨૦૧૪ માં આપણા દેશ માં જ્યાં ૨૦૦-૪૦૦ જ સ્ટાર્ટઅપ હતા ત્યાં આજે ૬૮ હજાર સ્ટાર્ટઅપ છે અને ડઝનેક યુનિકોન્સ છે. ઉર્જા યોજના અંતર્ગત ૩૭ કરોડ એલઈડી બલ્બ વહેચ્યા. આજે તેના કારણે ૪૮ અબજ કિલો વોટ અવર્સ વિજળી બચે છે. ચાર કરોડ ટન કાર્બન ઉત્સર્જન ઘટ્યું છે.