રશિયા ની નજર યુક્રેન ના વ્હાઈટ ગોલ્ડ પર ?

રશિયા-યુક્રેન યુધ્ધ ૭૦ દિવસે ય અટક્યું નથી. રશિયા એ હવે રણનીતિ બદલતા રાજધાની કિવ ના બદલે પૂર્વી યુક્રેન ના લુહાત્ક અને ડોનબાસ ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.યુક્રેન સામે ના રશિયા ના આક્રમણ નું પ્રમુખ કારણ યુક્રેન ની ધરતી નીચે પથરાયેલો સફેદ સોના એટલે કે લિથિયમ ના વિશાળ ભંડારો છે. જો આનો યોગ્ય રીતે ઉપયોગ કરાય તો યુક્રેન લિથિયમ નો સૌથી વધુ ભંડાર ધરાવતો વિશ્વ નો અગ્રિમ દેશ છે. ખાસ વાત એ છે કે યુકેન ના લિથિયમ નો મોટાભાગ નો ભંડાર ડોનબસિ વિસ્તાર માં આવેલો છે જે પૂર્વી યુક્રેન નો પ્રદેશ છે. જેના ઉપર વર્ચસ્વ માટે ભિષણ જંગ ચાલી રહ્યો છે. હાલ માં લિથિયમ નો ઉપયોગ બેટરી બનાવવા માં થઈ રહ્યો છે. જે મોબાઈલ ફોન, લેપટોપ થી માંડી ને ઈલેકટ્રીક કાર અને બસ અને ટ્રકો માં થઈ રહ્યો છે. લિથિયમ ને વિશ્વ ની ઉર્જા જરૂરિયાતો નું ભાવિ મનાય છે. ૨૦૪૦ સુધી માં વિશ્વ ની ૯૦ ટકા સ્વચછ ઉર્જા એ લિથિયમ ના પ્રતાપે હશે. છેલ્લા એક વર્ષ માં લિથિયમ ની કિંમતો માં ચાર ગણો વધારો થયો છે. જ્યારે આગામી સમય માં વિશ્વ માં લિથિયમ ની માંગ માં ૫૧ ગણો વધારો થવા ની સંભાવનાઓ છે. લિથિયમ ની ભારે ડિમાન્ડ નો અંદાજો એ વાત ઉપર થી લગાવી શકાય છે કે હાલ માં વિશ્વભર માં ૧ કરોડ ઈલેક્ટ્રીક કાર્સ છે જે ૨૦૩૦ સુધી માં ૧૪ કરોડ એ પહોંચી જવા ની સંભાવનાઓ છે. હાલ માં વિશ્વભર માં દર વર્ષે ૭ અબજ લિથિયમ-આર્યન બેટરીઓ વેચાય છે. જે ૨૦૧૭ સુધી માં વધી ને ૧૫ અબજ એ પહોંચવા નો અંદાજ છે. યુક્રેન ના સંશોધકો ના મતે દેશ ના પૂર્વ વિસ્તારો માં ૫ લાખ ટન લિથિયમ ના ભંડારો જમીન નીચે દ બાય લા પડ્યા છે. આ હિસાબે યુક્રેન વિશ્વ માં સૌથી વધારે લિથિયમ ભંડારો ધરાવતો દેશ છે. જો કે યુકેન એ હજુ સુધી આ લિથિયમ ના ભંડારો નો ઉપયોગ શરુ નથી કર્યો. આ ભંડારો પૂર્વી યુક્રેન માં ડોનબાસ અને દોનેસ્ક પ્રદેશો માં હોવાનો અંદાજ છે. અને રશિયન દળો એ છેલ્લા બે માસ માં ડોનબાસ વિસ્તાર માં જ સૌથી ભિષણ યુધ્ધ ખેલ્યું છે. આમ રશિયા કોઈ પણ સંજોગો માં યુક્રેન ના ૫ લાખ ટન લિથિયમ ના ભંડાર ધરાવતા પ્રદેશ ઉપર પોતાનો કબ્બો ઈચ્છે છે અને તેના કારણે જ આ વિસ્તારો માં ૭૦ મા દિવસે પણ ભિષણ યુધ્ધ ચાલુ જ છે.

Leave a Reply

Your email address will not be published.