રસરંગ પૂર્તિ

યુ લુક બ્યુટીફુલ મમ્મી!” એ શબ્દો યાદ આવતાં એનું હૈયું પીગળી ગયું.
શારદા, કોઈએ કહ્યાં છે કે બાળકો પ્રભુના પયગંબર છે.’
‘હા બહેન. એ ખરેખર સાચું
“એમની નિર્દોષ આંખોમાં જે અસ્મલિત પ્રેમ હોય છે એ ક્યાંય જોવા નથી મળતો. બાળકોમાં નથી હોતા કોઈ દ્વેષ ભાવ કે ઈર્ષ્યા. ખીલી રહેલા પુષ્પો જેવું એમનું નિર્દોષ હાસ્ય હૈયાને સ્પર્શી જાય છે.”
‘એ ભાવ સમય જતાં કેમ બદલાઈ જાય છે?’
‘આસપાસના લોકોની વચ્ચે મોટેરાંઓના દુર્ગુણો એ ગ્રહણ કરતા થઈ જાય છે અને પેલા સારા ગુણોનું બાષ્પીભવન થઈ જાય છે.’
ઘણી બધી વાતો કરી શારદા અર્ચનાનું મન બીજી દિશામાં દોરતી રહી. ખૂબ જ થાકેલી હોવાં છતાં અર્ચના ઊંઘી શકતી નહોતી.
શારદા રોજે રોજ મનોબળ આપતી રહી. દીદીની મંજુરી મેળવી શારદા કાયમ માટે એની રૂમમાં એની સાથે રહેવા લાગી. શારદા ઉંમરમાં મોટી હતી. મોટી બહેન તરીકે એની બધી વાત માનતી હતી.
‘અર્ચના, તુ હજુ જુવાન છે. બહુ લાંબી જિંદગી જીવવાની છે. કોઈ જીવનસાથી મળી જાય તો પાછું વળીને જોતી નહિ.”
“મને પુરુષો પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.”

એક અનુભવ પરથી એવું
જય ગજજર
તારણ ન કઢાય. બધા જ પુરુષો સરખા નથી હોતા. એમ હોય તો સંસાર ચાલે જ નહિ. બહેન, કોઈ જિંદાદિલ મળી જાય તો જીવન મહેકાવી દેજે.’
પુરુષોને પ્રેમ કરતાં સેક્સમાં વધારે રસ હોય છે. તે દિવસે દીદીએ કેવી વાત કરી હતી. યાદ છે ને?’

“બધું જ યાદ છે. પણ હંમેશ એવું નથી હોતું. હું તો બહુ ભણી નથી પણ એક વાત સમજી છું કે સ્ત્રી પુરુષના સંબંધને બાંધી રાખનાર સેકસ છે. સુખી સંસારનું અને ઉમદા જીવનનું એ એક મહત્વનું અંગ છે એમ જ માનવું જોઈએ.”
શારદાબહેન, તમે અહીં આવ્યા પછી તમારો દૃષ્ટિકોણ સારો બદલી નાંખ્યો છે.”
એકવાર ખત્તા ખાધા પછી ફરી એવું ન બને એની સાવધાની તો રાખવી જોઈએ. તમે મારી સલાહ વિષે વિચારજો. તમે યુવાન છો. પ્રભાવશાળી છો, સારું ભણેલા છો એટલે સલાહ આપું છું.’
અર્ચના પર શારદાના શબ્દોની સારી અસર થતી રહી. ધીરે ધીરે સ્વસ્થ થતી રહી. જો કે ઉષ્માને ભૂલી

Leave a Reply

Your email address will not be published.