રાજ ઠાકરે ના હિન્દુત્વ પાછળ ભાજપા કે એનસીપી !
મહારાષ્ટ્રમાં પાછલા ૩-૪ વર્ષો થી સુષુપ્તાવસ્થા માં ચાલ્યા ગયેલા મનસે નેતા રાજ ઠાકરે એ મુંબઈ મહાર1ષ્ટ્ર માં મસ્જિદો માં થી લાઉડસ્પિકરો ઉપર અઝાન અને રસ્તાઓ ઉપર નમાજ પઢવા નો વિરોધ કરતા અઝાન સામે હનુમાન ચાલીસા પઢવા નો અને ૩ જી મે સુધી માં તમામ મસ્જિદો ઉપર થી લાઉડસ્પિકરો હટાવવાનું અલ્ટિમેટમ આપી ચુક્યા હતા. મનસે અધ્યક્ષ રાજ ઠાકરે એ હિન્દુત્વવાદી પાર્ટી ના શિવસેના ની વિરાસત ઉપર જવજઘાત કર્યો છે. શિવસેનાની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. વિરોધી વિચારધારા ધરાવતી કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન રચી મુખ્યમંત્રીપદ તો મેળવી લીધું, પંરતુ સત્તા માં ભાગબટાઈ કરતા મને કમને કોંગ્રેસ-એનસીપી ના લઘુમતિ તુષ્ટિકરણ ની રાજનીતિ માં સહભાગી થવું પડે છે. જ્યારે હવે તો રાજ ઠાકરે એ સીધી જ અઝાન વિરુધ્ધ હનુમાન ચાલીસા નો ખેલ પાડતા શિવસેના બરોબર સલવાઈ છે. મુખ્યમંત્રી તરીકે રાજ્ય માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જાળવવા ની જવાબદારી પણ તેમની જ છે. જ્યારે સત્તા માં ભાગબટાઈ કરતા કોંગ્રેસ-એનસીપી જેવા પક્ષો યુ.પી.ના યોગીજી જેવા સખ્ત પગલા લેતા પણ અટકાવે છે.
મહારાષ્ટ્રના રાજકારણ માં ઉધ્ધવ સાથે ના મતભેદો ના કારણે ૨૦૦૬ માં શિવરૂ|ોના છોડી ને રાજ એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેવા – મનસે નામક રાજકીય પાર્ટી બનાવી. ૨૦૦૯ ની વિધાનસભા માં ૧૩ બેઠકો જીત્યા. ત્યારબાદ રાજ ઠાકરે એ મુંબઈ ને મહારાષ્ટ્ર માં મરાઠા વિરુધ્ધ યુ.પી. બિહાર ના લોકો સામે આંદોલન છેડ્યું. ૨૦૧૨ ની બીએમસી માં ૨૨૭ માં થી ૨૮ બેઠકો મેળવી. ૨૦૧૭ ની નરેન્દ્ર મોદી ના સમર્થક બનેલા રાજ ઠાકરે એ ૨૦૧૪ની લોક |ભા ની ચૂંટણી માં પણ નરેન્દ્ર મોદી નું સમર્થન કર્યું, જો કે ભાજપા-શિવસેના યુતિ ના કારણે એનડીએ થી બહાર જ રહ્યા. જો કે ૨૦૧૪ની લોકIભા ચૂંટણી માં મનસે ના ખરાબ પ્રદર્શન બાદ રાજ ઠાકરે એ દિશા બદલતા મોદી અને ભાજપા ની ટીકા કરવા નું શરુ કર્યું. જો કે ૨૦૧૪ ની વિધાનસભા માં ૨૮ બેઠકો થી ઘટી ને માત્ર ૧ અને ૨૦૧૭ બીએમસી માં પણ ઘટી ને માત્ર ૭ બેઠકો મળતા રાજ ઠાકરે ની મનસે નો ગ્રાફ તળીયે પહોંચી ગયો. દ્વાજરાત માં ૨૦૧૭ વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસે ભાજપા ને સખ્ત ટક્કર આપ્યા બાદ રાજ ઠાકરે એ રાહુલ ગાંધી ની પ્રશંસા કરી જ્યારે મોદી-શાહ ની જોડી ઉપર કટાક્ષ પણ કર્યો હતો. ૨૦૧૯ની લોકસભા ની ચૂંટણી તો મનસે એ હોતી લડી પરંતુ એનસીપી-કોંગ્રેસ ની તરફેણ માં અને નરેન્દ્ર મોદી વિરુધ્ધ પ્રચાર કર્યો, પરંતુ તેનો કોઈ ફાયદો કોંગ્રેસ, એનસીપી કે મનસે ને ના થયો.
૨૦૧૯ થી થોડા વર્ષો નિષ્ક્રિય રહ્યા બાદ હાલ માં મહારાષ્ટ્રમાં શિવ ના બાળાસાહેબ ઠાકરે ના મૂળભૂત હિ ૬, વ વાદી એજન્ડા થી વિચલિત થતા મનસે ને પોતાની રાજકીય ભૂમિ હિન્દુવાદી પાર્ટી તરીકે ચમકાવવા ની અમુલ્ય તક મળી. આથી રાજ ઠાકરે એ બાળાસાહેબ ઠાકરે નો કટ્ટર હિન્દુત્વવાદ ના માર્ગે ચાલી ને મહાવિકાસ અઘાડી સરકાર અને ખાસ કરી ને શિવસેના સામે મુશ્કેલી ઉભી કરી દીધી છે. કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન ના કારણે શિવસેના ને કટ્ટર | હિન્દુત્વવાદી પકડ ઢીલી કરવા ની ફરજ પડતા રાજ ઠાકરે એ કટ્ટર હિન્દુત્વવાદી પાર્ટી તરીકે ફન્ટ ફૂટ ઉપર રમવા ની તક મળી ગઈ. આમ રાજ ઠાકરે નો મરાઠી માનસ ઉપર થી બદલાયેલો કટ્ટરવાદી હિન્દુત્વ નો એજન્ડા અચાનક નથી પણ એમએનએસ ના વિસ્તરણ અને સશક્તિકરણ નું સમજી | વિચારી ને ઉઠાવેલું પગલું છે. પરંતુ અહીં પાયા નો પ્રશ્ન એ છે કે લાંબા સમય ની નિષ્ક્રિયતા બાદ અચાનક રાજ ઠાકરે ની સક્રિયતા પાછળ ના પરિબળો કયા હોઈ શકે ? કારણ કે જો આ નિર્ણય ખુદ રાજ ઠાકરે નો હોત તો તેઓ આ અગાઉ ક્યાર ના સક્રિય થઈ ગયા હોત. વળી અત્યાર નો જે સમયગમળો છે તે મહારાષ્ટ્ર ની રીતે ખૂબ મહત્વ નો છે.
આ વર્ષે જ બીએમસી ની ચૂંટણી યોજાવા ની છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર માં ૧૫ યુ. કોર્પોરેશનો અને ૨૭ જિલ્લા પરિષદો ની ચૂંટણીઓ યોજાવાની છે. હવે મહારાષ્ટ્ર ના રાજકારણ માં મુખ્યત્વે પાંચ રાજકીય પાર્ટીઓ છે. એ | સિવાય નાની પ્રાદેશિક પાર્ટીઓ મોટાભાગે આ પાંચ પૈકી કોઈ એ એક ની સાથે જ ગઠબંધન રચતી હોય છે. પાંચ મુખ્ય પક્ષો માં રાષ્ટ્રીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ છે. જ્યારે ત્રણ પ્રાદેશિક પાર્ટીઓ માં શિવસેના, મનસે અને એનસીપી છે. હાલ માં મોટભાગ ના લોકો એમ વિચારે છે કે શિવસેના એ કોંગ્રેસ, એનસીપી સાથે ગઠબંધન કરતા શિવસેના ને પરેશાન કરવા જ, મનસે ના રાજ ઠાકરે ની પાછળ ભાજપા નો દોરીસંચાર હોઈ શકે. જો કે આ બાબત પણ થોડી અસંભવિત લાગે છે કારણ કે ભાજપા ને એનડીએ માં પંજાબ અને મહારાષ્ટ્ર માં અનુક્રમે અકાલી દળ અને શિવસેના સાથેના ગઠબંધન ના કારણે રાજ્ય માં પોતાની રીતે પાર્ટીનો વ્યાપ વધારી શકાતો ન હતો. પંજાબ માં પણ ગત વિધાનસભા ની ચૂંટણી માં પોતાની રીતે ચૂંટણી લડ્યા હતા. મહારાષ્ટ્ર માં મનસે કે રાજ ઠાકરે નો સાથ લેવો હોત તો જ્યારે શિવસેના એ ગઠબંધન તોડ્યું ત્યારે મનસે ને પાંખ માં લીધુ હોય તે સમજી શકાય છે.
પરંતુ હવે સૂતેલા ભૂત ને ભાજપા શું કામ ઢંઢોળે ? જ્યારે મહારાષ્ટ્ર માં બે જ હિન્દુત્વવાદી વિચારધારા ધરાવતી પાર્ટીઓ હતી, શિવસેના અને ભાજપા, હવે જ્યારે શિવસેના મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ની સરકાર માં એન.સી.પી. અને કોંગ્રેસ સાથે ના ગઠબંધન માં લઘુમતિ તુષ્ટિકરણ માં લાગી હોય તો હિન્દુત્વવાદી પાર્ટી તરીક નો સીધો લાભ એક માત્ર ભાજપા ને જ મળે. તો એ શિવસેના થી છૂટકારો મેળવ્યા બાદ નિષ્માણ થયેલી મનસે માં શું કામ પ્રાણ કે? રાજકારણ ના અઠંગ ખેલાડી અને કદાવર મરાઠા નેતા એનસીપી ના શરદ પવાર રાજકીય શતરંજ ના અચ્છા ખેલાડી છે. તેઓ મહારાષ્ટ્ર સરકાર માં પોતાનું જ નિયંત્રણ રાખવા ઉપરાંત કોંગ્રેસ અને શિવસેના ની પાંખો કાપી રહ્યા છે. મહારાષ્ટ્ર માં એનસીપી ના અને શરદ પવાર ના મુસ્લિમ સમુદાય સાથે ના અને સવિશેષ દાઉદ સાથે ના સંપર્કો અજાણ્યા નથી. અઝાન-હનુમાન ચાલીસાવિવાદમાં શિવસેનાની હિન્દુત્વવાદી છબી ખતમ કરવા ઉપરાંત એનસીપી જે.
રીતે ખૂલી ને મુસ્લિમો સાથે ઉભી રહેશે તેમ કરવું કોંગ્રેસ માટે શક્ય નહીં બને. એક રાષ્ટ્રીય પક્ષ તરીકે બીજા રાજ્યો માં હિન્દુ મતો ઉપર વિપરીત અસર પડશે. આમ આ વિવાદ થી કોંગ્રેસ નો મુસ્લિમો ઉપર પ્રભાવ ઓછો થવા નો સીધો ફાયદો એનસીપી ને થવા નો. જ્યારે શિવસેના નો હિન્દુત્વવાદી પાર્ટી ની ઈમેજ ખરડી તેને પાયમાલ કરવી છે, પરંતુ આમ કરતા તેની સંભવિત સીધો ફાયદો ભાજપા ને થાય. આમ ભાજપા ને મહારાષ્ટ્ર માં એક માત્ર હિન્દુત્વવાદી પાર્ટી નો સંભવિત લાભ મળે તે શરદ પવાર જેવા રાજકારણ ના અઠંગ ખેલાડી ને પોષાય નહીં. વળી આવા હિન્દુત્વવાદી મતો એન.સી.પી. ને તો મળવા ના જ ન્હોતા. આથી ભાજપા ને લાભ મળતો અટકાવવા મનસે અને રાજ ઠાકરે માં પ્રાણ ફૂંકવા માં એનસીપી ને કોઈ નુક્સાન નથી, જ્યારે ભાજપા નો મહારાષ્ટ્ર માં હિન્દુ મતદારો ઉપર પ્રભાવ ના વધે અને હિન્દુ મતો વિભાજીત કરવા એનસીપી મનસે નો ઉપયોગ કરી રહ્યું હોવા ની સંભવિતતા વધારે છે. હવે મુંબઈ, મહારાષ્ટ્ર માં મસ્જિદો ઉપર થી લાઉડસ્પિકર હટાવવા નું ત્રીજી મે નું અલ્ટિમેટમ રાજ ઠાકરે એ આપ્યું છે. એટલે ત્રીજી ની નવાજૂની ઉપર સૌ ની નજર રહેશે. સામે ભાજપા એ પણ મહદઅંશે મનસે ના લાઉડસ્પિકર અને હનુમાન ચાલીસા નો મુદ્દો રાજ ઠાકરે પાસે થી ખૂંચવી લેવા નવનીત રાણા રાણા અને રવિ રાણા ને પ્રોત્સાહિત કર્યા હોવાનું મનાય છે. ભાજપા મહારાષ્ટ્ર માં ખુલી ને રાણા દંપતી સાથે ઉભો છે.