રાહુલ ગાંધી નાઈટ ક્લબ માં

કોંગ્રેસ ના મહામંત્રી માટે રાજકારણ એ પાર્ટ ટાઈમ જોબ છે. જ્યારે તેમના વિદેશ પ્રવાસો – ખાસ કરી ને ઈટલી નાની ને ત્યાં કે પછી થાઈલેન્ડ માં શાંતિ ની શોધ માં (!!) કે પછી નેપાળ ની નાઈટક્લબ માં ચીની હસીનાઓ સાથે પાર્ટી કરવા માં સવિશેષ રસ ધરાવે છે. હાલ માં જ રાહુલ ગાંધી વિદેશપ્રવાસે હોવા નું જાહેર થયું હતું. બાદ માં હાલ માં સોશ્યિલ મિડીયા માં વાઈરલ થઈ રહેલા એક વિડીયો માં તેઓ નેપાળ ની એક નાઈટ ક્લબ માં પાર્ટી કરતા દૃષ્ટિગોચર થાય છે. જાણકાર લોકો ના જણાવ્યા પ્રમાણે આ વિડીયો નેપાળ ની ક્લબ ધ લોર્ડ ઓફ ડ્રિક્સ નો છે. રાહુલ ગાંધી યુવા છે. તેઓ દેશ-વિદેશ માં હરે ફરે, પાર્ટીઓ કરે તે તેમનો અંગત મામલો છે જે વર્ષ દરમ્યિાન તેઓ અડધો ડઝનેક વાર નિયમિત કરતા હોય છે. પરંતુ વાંધો એ વાત નો છે કે હજુ હમણાં દેશ ના વડાપ્રધાન અતિ મહત્વ ના યુરોપ પ્રવાસે ગયા ત્યારે રાહુલે કટાક્ષ કરતા “તાપમાન વધુ એટલે વડાપ્રધાન વિદેશ ફરવા ઉપડી ગયા” કહ્યું હતું. વડાપ્રધાન ના વિદેશ પ્રવાસો થી ભારત ના વધેલા કદ અને પ્રતિષ્ઠા તો સૌ કોઈ સમજુ માણસ સમજી શકે છે. પરંતુ શ્રીમાન આપ ના વિદેશ પ્રવાસો ની ફલશ્રુતિ જરા લોકો ને જણાવશો ? રાહુલ ગાંધી એ દેશ ના સન્માનિત વડાપ્રધાન ની અતિ મહત્વ ની વિદેશયાત્રાઓ ની પણ હોલિડે, વેકેશન કહી મજાક ઉડાવતા હોય તો તેમના વિદેશ પ્રવાસો અને નાઈટ ક્લબ પાર્ટીઓ | વિષે દેશ ને પણ બોલવા નો હક્ક હોવો જોઈએ.

સોશ્યિલ મિડીયા માં વાયરલ થયેલા વિડીયો | ઉપર ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા. ભાજપા ના પ્રવક્તા શહજાદ પુનાવાલા એ સંયમ થી કહ્યું હતું કે રાહુલ ગાંધી જે કંઈ કરી રહ્યા છે તે તેમનો અંગત મામલો છે, પરંતુ કોંગ્રેસશાસિત રાજસ્થાન માં જ્યારે જોધપુર કોમી દાવાનળ માં સળગી રહ્યું છે ત્યારે ત્યાં ની જનતા ની પડખે ઉભા રહેવા ના બદલે નેપાળ ની નાઈટ ક્લબ માં પાર્ટીઓ કરી રહ્યા છે. જ્યારે તેમની પાર્ટી અને દેશ ની જનતા – તેમના પક્ષ ને ચૂંટનારા લોકો ને તેમની જરુર છે ત્યારે તેઓ વિદેશ માં આ રીતે પાર્ટી કરતા જોવા મળે છે. રાહુલ રાજકારણ માં ગંભીર નથી. રાહુલ ગાંધી જ રીતે કોંગ્રેસ ચલાવે છે તે વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. જ્યારે બીજેપી ના અન્ય નેતા કપિલ મિશ્રા એ ટ્વિટ કર્યું હતું કે આ રાહુલ ગાંધી નો અંગત મામલો નથી. તદુપરસંત તેણે વેધક સવાલ કર્યો હતો કે રાહુલ ગાંધી કોની સાથે છે? વિડીયો માં રાહુલ ગાંધી ની સાથે દેખાતી ચીની યુવતિ શું ચીન ની કોઈ એજન્ટ છે ? તેની હાજરી માં રાહુલ ગાંધી શેના વિરુધ્ધ ટ્વિટ કરે છે? શું તેઓ ચીન ના દબાણ માં છે ? આ બધા જ પ્રશ્નો પુછવા માં આવશે કારણ કે સવાલ રાહુલ ગાંધી નો નથી, સવાલ દેશ નો છે. દેશ ની સુરક્ષા નો છે.આવુ રાહુલે પ્રથમવાર નથી કર્યું. આ અગાઉ પણ ૨૬/૧૧ ના મુંબઈ ઉપર ના ભિષણ આતંકવાદી હુમલા ના તુરંત બાદ તેઓ પાર્ટી કરતા જોવા મળ્યા હતા. દેશ માં સંસદ સત્ર શરુ થતું હોય અને રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે ચાલ્યા ગયા હોય તેવા ભૂતકાળ માં પણ અસંખ્ય દાખલાઓ છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ એ પણ રાહુલ નો વિડીયો શેર કરતા લખ્યું હતું કે વેકેશન, પાર્ટી, હોલિડે, પ્લેઝર ટ્રીપ, પ્રાઈવેટ ફોરેન વિઝીટ દેશ માટે નવી વાત નથી. જ્યારે કોંગ્રેસ એ લૂલો બચાવ કરતા સ્પષ્ટતા કરી હતી કે તેઓ તેમના એક મિત્ર ના લગ્ન પ્રસંગે અંગત વિદેશ પ્રવાસ ઉપર છે.

Leave a Reply

Your email address will not be published.