શાહનાઝ ની કભી ઈદ, કભી દિવાલી

બોલિવુડ ના દબંગ સ્ટાર સલમાન તેની દરિયાદિલી માટે જાણીતો છે. આજકાલ તે બોલિવુડ સ્ટાર શહનાઝ ગિલ ઉપર ખૂબ મહેરબાન છે. મળતા સમાચાર પ્રમાણે શાહબાઝ સલમાન ની આગામી ફિલ્મ કભી ઈદ, કભી દિવાલી થી બોલિવુડ માં ડેબ્યુ કરવા ની છે.સ લ મ ! ” ખાન તેની દોસ્તી અને દુશમની બખૂબી નિભાવે છે અને આ બન્ને માટે તે મશહૂર છે. સલમાન ને બિગ બોસ કન્ટ- ૨ -સ્ટન્ટ સિધ્ધાર્થ શુક્લા ,માટે ખાસ લગાવ હતો. સિધ્ધાર્થ અને શહનાઝ. ની રિલેશનશીપ થી તે પણ ખુશ હતો. જો કે સિધ્ધાર્થ ના અકાળ અવસાન બાદ તેણે શહનાઝ પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. પોતાની બિગ બોસ ની છેલ્લી સિઝન માં તેણે શહનાઝ ને ખાસ મહેમાન તરીકે આમંત્રી હતી. બિગ બોસ માં અવારનવાર શહનાઝ ને સપોર્ટ કરતો જોવા મળતો હતો. ત્યારે જ સલમાન ને શહનાઝ ની ક્યુટનેસ અને નિર્દોષતા ખૂબ પસંદ આવી હતી. હવે બોલિવુડ ના મળતા સમાચાર પ્રમાણે સલમાને શહનાઝ ને પોતાની આગામી ફિલ્મ કભી ઈદ, કભી દિવાલી ઓફર કરી છે. જ્યાં સલમાન ની ફિલ્મ માં કામ કરવા બોલિવુડ ની હિરોઈન તલપપિડ હોય છે, ત્યાં સલમાને શહનાઝ ને આ ફિલ્મ ઓફર કરવા ઉપરાંત શહનાઝ જેટલી ઈચ્છે તેટલી ફી લઈ શકે છે એવી ઓફર આપી હતી. જો કે સલમાનની ઓફર ને ના કહેવાનો શહનાઝ માટે તો સવાલ જ ન હતો. એવું મનાય છે કે આ ફિલ્મમાં શહનાઝ અને સલમાનના બનેવી | આયુષ શર્મા ની જોડી જોવા મળશે. હાલમાં શહનાઝ એકપંજાબી ફિલ્મ ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલ્લુભાઈ શહનાઝ ઉપર એટલા મહેરબાન છે કે તેણે ન માત્ર શહનાઝ ને તેની ઈચ્છા મુજબ ની ફી નક્કી કરવા ની છૂટ આપી છે તદુપરાંત ફિલ્મ ની ડેટ્સ પણ સલમાને શહનાઝે પોતાની રીતે આ ફિલ્મ ની ડેટ્સ આપી શકે છે. વાસ્તવ માં આ ફિલ્મની ઓફર થી શહનાઝ માટે નો રોજ ઈદ અને રોજ દિવાલી નો યોગ રચાયો છે.

Leave a Reply

Your email address will not be published.