સનાતન મંદિર માં સરદાર ની પ્રતિમા

ભારત ના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી અને લોહપુરુષ તરીકે લોકપ્રિય સરદાર વલ્લભભાઈ પટેલ ની પંચધાતુ માં થી બનેલી પ્રતિમા નું અનાવરણ મારખમ વિસ્તાર ના સનાતન મંદિર અને કલ્ચરલ સેન્ટર ખાતે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ચ્યુઅલ અનવરણ કર્યું હતું. સનાતન મંદિર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પંચધાતુ માં થી બનેલી ૯ ફૂટ ઊંચી પ્રતિમા ને ચાર ફૂટ ઊંચા પ્લેટફોર્મ ઉપર સ્થાપિત કરાઈ છે. પંચધાતુ ના કારણે આ પ્રતિમા ને ૫00 વર્ષ સુધી કંઈ જ થશે નહીં. વડાપ્રધાન મોદી એ વર્ચ્યુઅલી પ્રતિમા નું અનાવરણ કરતા પોતના સંબોધન માં કહ્યું હતું કે સરદાર પટેલ ની પ્રતિમા આપણા સાંસ્કૃતિક મુલ્યો ને મજબૂત કરવા ઉપરાંત બન્ને દેશો વચ્ચે ના સંબંધો નું પણ પ્રતિક બનશે. એક ભારતીય વિશ્વભર માં ગમે ત્યાં રહે, ગમે તેટલી પેઢીઓ થી રહેતા હોય, તેમની ભારતીયતા, તેમની ભારત પ્રત્યે ની નિષ્ઠા બિલકુલ ઓછી થતી નથી. આ ભારતીયો જે પણ દેશ માં રહે પરંતુ સંપૂર્ણ લગન અને ઈમાનદારી થી તેઓ ભારત દેશ ની સેવા પણ કરે જ છે. ભારત હંમેશા વસુધૈવ કુટુમ્બકમ નીવાત કરે છે. ભારત અન્ય ના નુક્સાન ની કિંમતે પોતાના કલ્યાણ નું સ્વપ્ન જોતું નથી. ભારત સમગ્ર માનવતા અને તેની સાથે સમગ્ર વિશ્વ ના કલ્યાણ ની કામના કરે છે. આજે જ્યારે આપણે આત્મનિર્ભર ભારત અભિયાન ને આગળ ધપાવીએ છીએ, ત્યારે આપણે વિશ્વ માટે પ્રગતિ ની નવી શક્યતતેઓ ખોલવા ની વાત કરીએ છીએ. આજે જ્યારે આપણે યોગ ના પ્રસાર માટે પ્રયત્નશીલ છીએ ત્યારે આપણે વિશ્વ ના દરેક વ્યક્તિ ને સર્વે સન્તુ નિરામય ની શુભેચ્છા પાઠવી એ છીએ. સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર ના જણાવ્યા પ્રમાણે મંદિર પરિસર માં સ્થાપિત કરાયેલી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા કેનેડા માં સરદાર સાહેબ ની પ્રથમ પ્રતિમા સ્થપિત કરાઈ છે. આ ઉપરાંત આ પ્રતિમા જ્યાં સ્થાપિત કરવા માં આવી છે તે વિસ્તાર ને હવે સરદાર ચોક તરીકે ઓળખવા માં આવશે. ૧૯૮૫ માં સ્થપાયેલી આ સંસ્થા સનાતન મંદિર અને કલ્ચરલ સેન્ટર ધાર્મિક ઉપરા‘ત સાંસ્કૃતિક તેમ જ શિક્ષણ ક્ષેત્રે પણ પ્રવૃત્ત છે અને સંસ્થા માં ઘણી બધી સમાજોપયોગી

Leave a Reply

Your email address will not be published.