સમાચારો સંક્ષિપ્ત માં
-ભારતીય રાજકારણમાં આજકાલ જેની ચર્ચા ચાલે છે તે પ્રશાંત કિશોર ના કોંગ્રેસ પ્રવેશ રદ થવા અંગે છે. ધીમે ધીમે બહાર આવતી વાતો મુજબ આ ડીલ ના થઈ શકવાના અનેક કારણો પૈકી પ્રમુખ કારણમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષા અને યુપીએ અધ્યક્ષા બન્ને પદ ના સંભાળાની સલાહ, કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની જગ્યાએ પ્રિયંકા વાડ્રાની અધ્યક્ષપદે ચૂંટાવવા તેમ જ પોતાને પાર્ટીમાં બિનહિસાબી હસ્તક્ષેપ વગર ચૂંટણી સંબંધિત નિર્ણયો લેવાની સત્તાની માંગ મુખ્ય કારણો રહ્યા હતા.
– તામિલનાડુના તંજપુર જિલ્લામાં નિકળેલી એક ધાર્મિક શોભાયાત્રા દરમ્યિાન વાહન જીવંત વાયર ના સંપર્કમાં આવી જવાથી લાગેલા કરંટના કારણે ૧૧ લોકોના મોત થયા છે જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. તદુપરાંત આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્થાનિક મંદિરમાં ૯૪ મા ઉચ્ચ ગુરુપુજા ઉત્સવ ની નિકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
– દેશાં ઉનાળાની શરુઆતમાંજ વધેલા વિજ સપ્લાયની માંગ અને કોલસાની અછતના કારણે લગભગ અડધો ડઝન રાજ્યોમાં વિજ* સંકટ ઉભુ થયું છે. મહારાષ્ટ્ર, યુ.પી., ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં થર્મલ પાવર પ્લાન્ટમાં નિર્ધારીત કોલસાના સ્ટોકની સરખામણીએ માત્ર ૨૬ ટકા જ કોલસો હોવાથી વિજ સંકટ ઘેરાયુ છે.
– રાજકારણના સોગઠા કેવા ગોઠવાતા હોય છે અને ચાલ જ્યારે ઉંધી પડે ત્યારે સોગઠા કેવા અટવાતા હોય છે તે ગુજરાતના ખોડલધામકાગવડ ના ટ્રસ્ટી અને રાજકીય મહત્વકાંક્ષી નરેશ પટેલની થયેલી હાલત ઉપરથી જોવા મળે છે. પોતાને પી.કે.ના અંગત મિત્ર ગણાવતા નરેશ પટેલ પીકે ના ભરોસે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા અને કોંગ્રેસ તરફથી પણ તેમને મુખ્યમંત્રીપદ નો ઢેરો બનાવવાની ઓફર અપાઈ હતી. સ્વાભાવિક રીતે નરેશ પટેલ પોતાને ભાવિ મુખ્યમંત્રી રૂપે જોઈ રહ્યા હતા. પરંતુ અચાનક પીકે ની જ કોંગ્રેસમાં એન્ટ્રી અટકી પડતા નરેશ પટેલનું રાજકીય ભાવિ લટકી ગયું છે. હવે નરેશ પટેલના રાજકીય ભવિષ્ય ઉપર જ પ્રશ્નાર્થ લાગી ગયો છે.
– અત્યારે જ્યારે વિશ્વભરના દેશો કોરોના મહામારીના કારણે પાછલા બે વર્ષોથી લથડેલા અર્થતંત્રને પાટા ઉપર લાવવા માટે ધીમે ધીમે મહામારી સમયના પ્રતિબંધો હળવા કરી રહ્યા છે તેવા સમયે વિશ્વની એકમાત્ર મહાસત્તા ના સૌથી શક્તિશાળી નંબર ટુ ના સ્થાને રહેલા ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના સંક્રમિત થયા છે. તેમના રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓ હોમ આઈસોલેટ થઈ ગયા છે અને તેઓ હોમ આઈસોલેશનમાં જ પોતાની કામગિરી સંભાળી રહ્યા છે.
– કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા ધોરણ ૧ માં પ્રવેશ માટે ૨૦૨૨-‘૧૩ ના શૈક્ષણિક વર્ષથી લઘુત્તમ વય ૫ વર્ષથી ઘટાડીને છ વર્ષ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી. આ અગાઉના દિલ્હી હાઈકોર્ટ ના ચૂકાદા સામે કેટલાક વાલીઓએ સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજીઓ ન્યાયાધીશ એસ.કે.કૌલ ની અધ્યક્ષતાવાળી બેંચ એ ફગાવી દઈને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના છવર્ષના નિર્ણયનું સમર્થન કર્યું હતું.
– ચીન માં અત્યાર સુધીમાં સામાન્ય રીતે માત્ર પક્ષીઓ ખાસ કરીને મરઘામાં જોવા મળતા બર્ડ લૂ નો મનુષ્યમાં ચેપ નો પ્રથમ કિસ્સો નોંધાયો છે. ચીનના હેનાના પ્રાંત માં ૫ મી એપ્રિલે ચાર વર્ષના બાળકમાં બર્ડલુના એચ૩એન સ્ટ્રેન હોવાની પુષ્ટિ થી હતી. જો કે આ છોકરાના સંપર્કમાં આવેલા લોકોમાં ચેપ જોવા મળ્યો નથી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બાળક તેના ઘરમાં મરઘા અને પક્ષીઓના સંપર્કમાં આવ્યો હતો. નિષ્ણાંતોના મતે બર્ડ ફલુ નો એચયુએન૮ ટ્રેનમાં મનુષ્યને અસરકારક રીતે સંક્રમિત કરવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે. આથી મોટાપાયે રોગચાળો ફેલાવાનું જોખમ ઓછું હોય છે.
– અયોધ્યા છાવણી ના રહેવાસી સંત જગદગુરુ પરમહંસાચાર્ય ને મંગળવારે તેમના ત્રણ શિષ્યો સાથે તાજમહેલમાં પ્રવેશતા સીઆઈએસએફ ના જવાનોએ અટકાવતા મોટો વિવાદ થયો હતો. તેમણે ભગવા કપડા પહેર્યા હતા તથા હાથમાં ધર્મદંડ ના કારણે તેમને અંદર પ્રવેશતા અટકાવાયા હતા. તાજમહેલ માં પ્રચાર ઉપર પ્રતિબંધ છે. જો કે કોઈ પણ ધાર્મિક પોષાક ટોપી, લખાણવાળા કપડા, કોઈપણ સ્થળના વરિષ્ઠ પોષાક ઉપર કોઈ જ પ્રતિબંધ નથી. આમ છતા માત્ર ભગવા કપડા તેમ જ ધ્વજદંડ સાથે ત્રણ શિષ્યોને લઈને જતા જગદ્ગુરુને અટકાવાતા નવો વિવાદ શરુ થઈ ગયો છે.
– ભારતમાં કોઈપણ રાજ્યમાં ચૂંટણી આવતી હોય ત્યારે રાજકારણીઓ માં આયારમ-ગયારામ ની પ્રવૃત્તિમાં મોટો વધારો થતો હોય છે. ચૂંટણી ઉપર નિરિક્ષણ કરનારી સંસ્થા એડીઆર ના જણાવ્યા પ્રમાણે હાલમાં જ પૂરી થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી લડવા માટે પાંચ-પંદર નહીં પરંતુ ૨૭૬ ઉમેદવારોએ પક્ષ બદલ્યો હતો. આમાં સર્વાધિક બસપાના ૭૫ ઉમેદવારો અર્થાત કે ૨૩ ટકા અને કોંગ્રેસના ૩૬ ઉમેદવારો અર્થાત કે ૧૩ ટકા લોકોએ પાર્ટી છોડીને અન્ય પક્ષોમાં ચાલ્યા ગયા હતા.
– સ્ત્રીઓના સૌંદર્યમાં તેમના વાળનું અનેરુ મહત્વ છે. સામાન્ય રીતે લાંબા અને ભરાવદાર વાળ દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે. જો કે દક્ષિણ ચીનના ગુઈલિન શહેરથી ૮૦ કિ.મી. દૂર આવેલા હુઆંગલુઓ ગામની તમામ મહિલાઓના વાળ તેમની શરીરની લંબાઈ કરતા પણ વધારે છે. આ ગામની સ્ત્રીઓના વાળની સરેરાશ લંબાઈ ૫ થી ૭ ફૂટની છે. આ ગામની ૪૭૦ જેટલી મહિલાઓએ પોતના લાંબા વાળના કારણે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ ગામની મહિલાઓ ક્યારેય પોતાના વાળ કપાવતી નથી તેમ જ વાળ ખરે નહીં તેની પણ પૂરતી કાળજી રાખતી હોય છે.
– ટિવટર ને હસ્તગત કરી વિશ્વભરમાં ચર્ચા જગાવનાર ટેસ્લા ઈન્કના માલિક એલન મસ્ક ને ભારતના કેન્દ્રીય પરિવહન મંત્રી તરફથી જોરદાર ઝટકો મળ્યો છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું હતું કે જો એલન મસ્ક તેમની ઈલેક્ટ્રીક કારનું ભારતમાં ઉત્પાદન કરવા ઈચ્છે છે તો અમારી પાસે તમામ ક્ષમતા અને ટેકનોલોજી છે, પરંતુ તેઓ ચીનમાં ઉત્પાદન કરીને ભારતમાં વેચશે તો આ પ્રસ્તાવ સારો નથી.