હોબિટ નું પૃથ્વી ઉપર અસ્તિત્વ ?

પુરાતત્વવિદો ની અમુક શોધ અને સંશોધનો ચોંકાવનારા હોય છે. બ્રિટન ના એક વૈજ્ઞાનિક ડૉ.ગ્રેગોરી ફોર્થે પોતાના પુસ્તક માં ચોંકાવનારો દાવો કર્યો છે કે લગભગ ૧૨ હજાર વર્ષો અગાઉ પૃથ્વી ઉપર થી લુપ્ત થઈ ગયેલા મનાતા મનુષ્યો ના પ્રાચિન પુર્વજ આજ ના આ આધુનિક યુગ માં પણ હયાત મનુષ્યો ના | આ પ્રાચિન પૂર્વજો ને હોમો ફ્લોરે સિસ કહેવા માં આવે છે. તેઓ મળ રૂપ થી હાલ ના ઈન્ડોનેશિયા ના લોરેંસ ટાપુ ઉપર વસવાટ કરતા હતા. એવું મનાય છે કે સમસ્ત મનુષ્ય જાતિ ના આ પૂર્વજો એ લોરેન્સ ટાપુ ઉપર ૬૦ હજાર વર્ષો થી ૭ લાખ વર્ષો સુધી વસવાટ કર્યો હશે. ફલોરેન્સ ટાપુ ઉપર ની લિઆંગ બુઆ ગુફા માં થી આ જનજાતિ ની એક મહિલા જેવું દેખાતુ હાડપિંજર ૨૦૦૩ માં મળી આવ્યું હતું. ડૉ. ફોર્થ ના આ પુસ્તક માં અપાયેલી માહિતી અન_સાર આ હાડપિંજર ના તો કોઈ વાનર નું હતું, ના તો મનુષ્ય નું. આ અવશેષો હોમો ફલોરરૂિ સ ના વર્ણન સાથે તદ્દન મળતા આવે છે.

DGTLmart

હોમો ફલોરેસિંસ ની કાલ્પનિક રચનાઓ ના આધારે તેમને હોબિટ કહેવાય છે જેનું કારણ છે તેમનું કદ. હોબિટ્સ નું કદ માત્ર ૩ ફૂટ અને ૧૦ ઈંચ નું જ હતું. જ્યારે તેમના મગજ નું કદ હાલ ના મનુષ્યો ના મગજ ના કદ કરતા માત્ર ત્રીજા ભાગ નું (એક તૃતિયાંશ) જ હતું. જો કે ડૉ. ફોર્થ પોતના પુસ્તક માં એમ પણ નોંધે છે કે આ સંશોધન દર મિયા – ફલોરેન્સ ટાપુ ઉપર સંશોધન ટીમ ના સભ્યો એ ૩૦ થી વધુ લોકો એ આવા જીવો ને જોયા છે. મનુષ્યો થી અલગ દેખાતા આવા હેંતિયા જીવો ફલોરેન્સ ટાપુ ઉપર જોવા મળ્યા હતા. જો કે ડૉ.ફોર્થ સ્વિકારે છે કે પૂરતા પુરાવાઓ ના અભાવે આ પ્રજાતિ ના અસ્તિત્વ અંગે ચોક્કસ દાવો ના કરી શકાય.જો કે વૈશ્વિક સ્તર ઉપર વિશેષજ્ઞો આ દાવા ને નકારે છે. વિસ્કોન્સિન યુનિ.ના ડૉ.જ્હોન હોક્સ ના જણાવ્યાનુસાર વાસ્તવિક રીતે જો આવી કોઈ પ્રજાતિ નું હાલ માં પણ પૃથ્વી ઉપર અસ્તિત્વ છે તો તેને લઈ ને અત્યાર સુધી માં કોઈ નિરીક્ષણ/પરીક્ષણ ના થયું હોય તે સંભવિત લાગતું નથી.

Leave a Reply

Your email address will not be published.