આપ ના ધારાસભ્ય ને ત્યાં સી.બી.આઈ. ની રેડ

દેશ ના દિલ્હી બાદ બીજા રાજ્ય પંજાબ માં આપ સરકાર રચાયા ને ગણતરી ના દિવસો થયા છે ત્યાં દિલ્હી ની માફક પંજાબ માં પણ આપ ના દાગી વિધાયકો ની પોલ ખુલવા નું શરુ થઈ ગયું છે. આપ પાર્ટી ના વિધાયકો ની પસંદગી ના માપદંડો ખરેખર વિચારવા લાયક છે.દેશ માં રાજકારણ ની ગંદકી દુર કરવા ના નામે આમ આદમી પાર્ટી રચનાર અરવિંદ કેજરીવાલ ના દિલ્હી ના અમુક વિધાયકો જેલ માં છે જ્યારે ડઝનેક વિધાયકો સામે કેસો ચાલી રહ્યા છે. કેજરીવાલે વિધાયકો ની પસંદગી ના દિલ્હીવાળા જ માપદંડો પંજાબ માં પણ જાળવી રાખ્યા હોય તેમ જણાય છે. પંજાબ ના અમરગઢ વિધાનસભા ની બેઠક માં “આપ” વિધાયક જશવંત સિંહ સામે બેંક ઓફ ઈનંડિયા ની ૪૦ કરોડ ની છેતરપિંડી ના કેસ માં સીબીઆઈ એ ધારાભ્ય જશવંત સિંહ ના ઘરે સહિત ત્રણ સ્થળો એ દરોડા પાડ્યા હતા. સીબીઆઈ ની ટીમે પંજાબ ના મલેરકોટલા સહિત ત્રણ સ્થળો એ દરોડા પાડ્યા હતા.

DGTLmart

૪૦ કરોડ ની બેંક છેતરપિંડી કેસ માં સીબીઆઈ ની ટીમને દરોડા દરમ્યિાન ૧૬.૫૭ લાખ રૂા. રોકડા, ૮૮ વિદેશી ચલણ ની નોટો તેમ જ મિલ્કતો ના દસ્તાવેજો તેમ જ અન્ય ઘણા બેંક ખાતાઓ સંબંધિત દસ્તાવેજો હાથ લાગ્યા હતા. બેંક ઓફ ઈંડિયા, લુધિયાણા ની ફરિયાદના આધારે કેસ નોંધી ને સીબીઆઈ એ આપ ના ધારાસભ્ય જશવંતસિંગ, પંજાબ ના મલેરકોટલા તાલુકા ના ગુન્સપુશ ના રહેવાસી ને ત્યાં દરોડા પાડ્યા હતા. અમરગઢ ના આ વિધાયક જશવંત સિંગ ૪૦ કરોડ નું બેંક કૌભાંડ આચરનમરી કંપની ના ડિરેક્ટર તેમ જ ગેરન્ટર પણ હતા. આ ઉપરાંત જશવંત સિંગ ના ભાઈ બલવંત સિંગ, કુલવંત સિંગ અને ભત્રીજા તેજિન્દરસિંગ સહિત તમામ ડિરેક્ટરો અને ગેરન્ટરો સામે પણ કેસ નોંધવા માં આવ્યા છે. આપ પાર્ટી ના સૌથી સ્વચ્છ (સ્વયંભૂ ઘોષિત) કન્વીનર અરવિંદ કેજરીવાલ હંમેશા પોતાના, પોતાની સરકાર ના અને પોતાના વિધાયકો ની કહેવાતી પ્રમાણિકતા ના ઢોલ પિટતા રહે છે જો કે વાસ્તવ માં અત્યાર સુધી દિલ્હી માં શાસક પક્ષ ના વિધાયકો તેમની સામે ના ગુન્હાઈત કેસો ની તપાસ મામલે અવ્વલ નંબરે હતા. હવે લાગે છે કે પંજાબ આ સ્પર્ધા માં જોડાઈ ચુક્યુ

Leave a Reply

Your email address will not be published.