કોરોના ના કારણે શાકાહાર

સમગ્ર વિશ્વ માં છેલ્લા બે વર્ષો માં હાહાકાર મચાવનાર કોરોના હજુ જાણે વર્ક ફ્રોમ હોમ મોડ માં આવી ગયો હોય તેમ સમગ્ર વિશ્વ જ્યારે રાહત નો શ્વાસ લઈ રહ્યું છે ત્યારે ચીન માં શાંધાઈ બાદ હવે પાટનગરી બેઈજિંગ માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે.કોરોના મહામારી | ના પગલે લગભગ આખુ વિશ્વ પ્રભાવિત થયું હતું. અગાઉ ક્યારેય ના જોયેલી, ના કલ્પેલી એવી લોકડાઉન ની પરિસ્થિતિ માં માનવ જીંદગી જકડાઈ ગઈ હતી. માનવી ઘરો માં કેદ થતા અમુક શહેરો માં વન્યજીવો રાજમાર્ગ ઉપર ટહેલતા હતા. કોરતેના મહામારી, તેના પ્રતિબંધો એ લગભગ દરેક દેશો ના નાગરિકો ની દિનચર્યા ને પ્રભાવિત કરી હતી. કોરોના ની પરિસ્થિતિ હળવી થતા જ અમુક દેશો એ આંશિક જ્યારે અમુક દેશો એ પૂર્ણ રીતે કોરોના પ્રોટોકોલ હટાવી લીધા છે. જો કે કોરોના મહામારી બાદ વિશ્વભર ના લોકો ના જીવન માં અમુક આમુલ પરિવર્તન આવ્યા છે. જેમ કે માત્ર કારકિર્દી પાછળ રઘવાયા થઈ ને દિવસ-રાત તેના વિષે જ વિચારતા લોકો ને હવે કુટુંબ વિશે, ફેમિલી ટાઈમ વિષે વિચારવા મજબૂર કરી દીધા છે. માત્ર પૈસા પાછળ દોડતા લોકો ને ઢગલો પૈસા હોવા છતા કુટુંબ વગર ટળવળી ને મરતા જોયા બાદ કુટુંબનું અને કૌટદુબિક જીવન નું મહત્વ સમજ માં આવ્યું છે.

DGTLmart

આ ઉપરાંત ન માત્ર ભારત માં, પરંતુ વૈશ્વિક સ્તરે માણસો ના આહાર-વિહાર માં પણ જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. હવે લોકો ને એ જ્ઞાત થયું છે કે લાંબુ જીવવા માટે અને સ્વાથ્ય સારુ રાખવા શાકાહારી ભોજન જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ અંગે યુ.કે. સ્થિત માર્કેટીંગ રિસર્ચ અને ડેટા એન મલિસીસ કંપની યુગવ એ તેના તાજેતર ના અભ્યાસ માં જણાવ્યું હતું કે ૨૦૨૨ માં ૬૫ ટકા ભારતીયો એ શાકાહારી આહાર પસંદ કર્યો છે. જો કે તેમ છતા તે આ અભ્યાસ યાદી માં અમેરિકા અને યુ.કે. બાદ ત્રીજા નંબરે આવે છે. આ અંગે નું સ્પષ્ટ કારણ છે કે શાકાહારી આહાર માં ફાઈબર, એન્ટિ ઓક્સિડન્ટ, વિટમીન એ, સી અને ઈ ભરપૂર માત્રા માં, ફોલેથ, મેગ્નેશ્યિમ, પોટેશ્યિમ પુરતી માત્રા માં હોય છે જે લગભગ ૧૭૦ રોગો ને દૂર રાખે છે. યુ.એસ. માં છેલ્લા બે વર્ષો માં શાકાહારીઓ માં ૬00 ટકા નો વધારો થયો છે જ્યારે યુ.કે. માં શાકાહારી ખોરાક ની માંગ માં અભૂતપૂર્વ ૧૦00 ટકા નો વધારો નોંધાયો છે. શાકાહારી આહાર ના અન્ય ફાયદાઓ માં સ્ત્રીઓ માં ૮ ટકા ઓછા ગર્ભપાત, કેન્સરનું જોખમ ૧૨ ટકા અને હૃદયરોગ નું ૪૦ ટકા જોખમ ઓછું, બીજા પ્રકાર ના ડાયાબિટીસ માં ૫૦ ટકા નો ઘટાડો, પુરુષો ના આયુષ્ય માં ૬ વર્ષ નો વધારો પ્રમુખ છે.

Leave a Reply

Your email address will not be published.