ચંકી પર ભારે પડી ફરાહ
બોલિવુડ માં સંબંધો અટપટા હોય છે. ઉગતા સૂરજ ને પૂજતી આ ઈન્ડસ્ટ્રી માં શોમેન શીપ ની બોલબાલા છે. હમણાં બોલિવુડ | ના બટકબોલા ચંકી પાંડે ની કમેન્ટ ઉપર ફરાહે આપેલો જવાબ ચર્ચા નો વિષય બન્યો છે.ફરાહ ખાન બોલિવુડ ની જાણિતી | કોરિયોગ્રાફર અને ફિલ્મ ડિરેક્ટર છે. તે ટીવી | ઉપર પણ ઘણા શો માં જજ તરીકે આવે છે. ફરાહ ખાન બોલવા માં બહુ મ્હો | ફટ છે. અને
આવું જ કંઈક તેના ઘણા જૂના દોસ્ત | ચંકી પાંડ નું પણ છે. જો કે હવે તો ચંકી પાંડે | ની પુત્રી અનન્યા પાંડે પણ બોલિવુડ સ્ટાર છે. | હમણાં જ ફરાહ ખાન નો અનન્યા સાથે નો | એક વિડીયો બહુ વાયરલ થયો છે. વિડીયો માં અનન્યા પાંડે પોતાની સહેલીઓ સાથે પોતની વેનિટી વેન માં તૈયાર થઈ રહી છે ત્યાં જ અચાનક ફરાહ ખાન આવે છે અને અનન્યા પાંડે ને ખુશખબરી આપતા કહે છે કે તેને તેની ફિલ્મ ખાલીપીલી માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. ખાલીપીલી ૨૦૨૦ માં આવેલી અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર ની ફિલ્મ હતી જે માત્ર ડિજીટલ પ્લેટફોર્મ ઉપર જ રિલીઝ થઈ હતી. હવે અનન્યા પાંડે પોતાની ફિલ્મ ને નેશનલ એવોર્ડ મળ્યા ના સમાચાર થી ખૂબ ખુશ હતી અને તેની સહેલીઓ સાથે ઉજવણી ના મૂડ માં સૌ આવી ગયા હતા. ત્યાં જ ફરાહ એ અનન્યા ના પિતા ચંકી પાંડે ની સ્ટાઈલ માં બોલે છે ઓહ આઈ એમ જોકીંગ.ફરાહ ના આ વિડીયો ઉપર અનન્યા ની મમ્મી | ભાવના પાંડે થી લઈ ને ઘણા સ્ટાર્સ સેલેબ્સ અને યુઝર્સે એ કમેન્ટ કરી હતી. હવે આ બાબતે વાચાળ ચંકી પાંડે કોઈ કોમેન્ટ ના કરે તો જ નવાઈ, ચંકી પાંડે એ કમેન્ટ કરતા કહ્યું હતું કે ફરાહ, તને તો આ વિડીયો માં ઓવર એક્ટિગ કરવા માટે એવોર્ડ મળવો જોઈએ. આ કમેન્ટ વાંચ્યા બાદ તડ ને ફડ જવાબો આપવા જાણીતી ફરાહ એ રિપ્લાય કરતા લખ્યું પહેલા તારી દિકરી ને સંભાળ, ફરાહ ના આ રિપ્લાય બાદ ચંકી પાંડે ની બોલતી બંધ થઈ ગઈ હતી.