ટિવટર ટ્રમ્પ પર નો પ્રતિબંધ હટાવશે

આખરે જેની ધારણા હતી તેવી જાહેરાત ટિવટર ના નવા માલિક એલન મસ્ક એ મંગળવારે કરતા જણાવ્યું હતું કે તેઓ અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ભૂતકાળ માં ટિવટરે તેમના એકાઉન્ટ ઉપર લગાવેલો આજીવન પ્રતિબંધ હટાવી દેશે. હું ટિવટર ના આ મૂર્ખતાપૂર્ણ નિર્ણય ને પલટવિા જઈ રહ્યો વર્ષે અમેરિકા ના કેપિટલ હિલ્સ ખાતે ઘટેલી હિંસક ઘટનાઓ બાદ ફેસબુક, ટિવટર અને યુ-ટ્યુબ સહિત ઘણી સોશ્યિલ મિડીયા ની સાઈટો દ્વારા ટ્રમ્પ ઉપર પ્રતિબંધો લગાવી દેવાયા હતા. જો કે મંગળવારે એક કોફરન્સ ને સંબોધતા એલન મસ્ક એ કહ્યું હતું કે ટ્રમ્પ ના એકાઉન્ટ ઉપર પ્રતિબંધ લગાવી ને ટિવટર એ મૂર્ખતાપૂર્ણ કાર્ય કર્યું હતું. પ્રતિબંધ માટે ખૂબ નક્કર કારણો હોવા જોઈએ. દરેક વ્યક્તિ ટિવટર ઉપર પોતાનો અભિપ્રાય આપી શકે છે. ટ્રમ્પ ને સાઈટ ઉપર થી હટાવવા થી કંઈ તેમનો અવાજ સમાપ્ત થઈ જવા નો નથી. આ નૈતિક રીતે સંપૂર્ણપણે ખોટુ અને મૂર્ખતાપૂર્ણ કાર્ય છે. કોઈ ના ઉપર પણ કાયમી પ્રતિબંધ લાદવો જોઈએ નહીં.

DGTLmart

આ અગાઉ પણ સોદો ફાયનલ થયા બાદ મસ્ક એ પોતાના એક નિવેદન માં જણાવ્યું હતું કે લોકશાહી ની સારી કામગિરી માટે મુક્ત ભાષણ એ આવશ્યક પાયો છે અને ટિવટર એ ડિજીટલ ટાઉન છે, આમ પણ એલન મસ્ક ને ફી સ્પિચ ના સમર્થક માનવા માં આવે છે. સાથોસાથ તેઓ ટિવટર ની એકતરફી પ્રતિબંધની નીતિ ની પણ આકરી ટીકા કરી રહ્યા છે. ટિવટર એ જ્યારે ટ્રમ્પ ના એકાઉટ ઉપર કાયમી પ્રતિબંધ લગાવ્યો ત્યારે તેમના ૮૮ મિ લિ ય ના ફોલોઅર્સ હતા. જો કે વિવિધ સોશ્યિલ મિડીયા ની સાઈટો એ ટ્રમ્પ ઉપર પ્રતિબંધો લાદ્યા પછી આ મલ્ટી બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પ એ ટુથ નામક પોતાનું ખુદ નું જ સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મ શરુ કર્યું હતું. જેને એપ્પલ ના એપસ્ટોર ઉપર થી ડાઉનલોડ કરી શકાશે. જો કે ફી સ્પીચ ના સમર્થક એલન મસ્ક એ ટિવટર ખરીદ્યા બાદ એમ મનાતુ હતું કે જે લોકો અગાઉ થી જ ટિવટર ઉપર પ્રતિબંધિત હતા તેઓ હવે ટિવટર ઉપર પરત ફરી શકે છે. પ્રતિબંધિત ની આ યાદી માં ભારત ની મશહુર એક્સેસ કંગના રાણાવત નું નામ પણ સામેલ છે. જે પણ ટિવટર ઉપર પરત ફરી શકે શકશે.

Leave a Reply

Your email address will not be published.