દાદીમા ના નુસખા

-હરડેની છાલનું ચૂરણ અને થોડી સંચળને પાણીમાં સારી રીતે ઘોળો, ત્યારબાદ આ પાણી સવાર-સાંજ પીઓ.

– ૨ ગ્રામ બોરસળીના પાંદડાના ચૂરણને દિવસમાં બે વાર લો.

– આદુ, તુલસી મરી અને લવિંગનો કાઢો બનાવી ૧૫ દિવસ સુધી પીઓ.

– અડધી ચમચી જેટલા સૂંઠના પાવડરમાં થોડી સાકર મેળવી ખાવ.

– બિલીની ગરી અને સિંધવ મીઠું મેળવી ચૂરણ બનાવો. આનો પ્રયોગ સવાર-સાંજ છાશ સાથે કરો.

– શાકમાં નાંખી ખાવા થી આ રોગ દૂર થઈ જાય છે. (આ ત્રણેય ને વાટી લેવું) સંગ્રહણી રોગ માં હીંગ નું સેવન લાભદાયક છે

– સૂંઠ, ગુરૂચ, નાગરમોથ અને અતીસ આ ઔષધીઓને સરખા પ્રમાણમાં લઈ જાડુ દળી લો. આમાંથી બે ચમચી જેટલો કાઢો બનાવી ૧૫ દિવસ સુધી પીવાથી સંગ્રહણીના રોગીઓને ઘણો ફાયદો થાય

૨ ગ્રામ ચોખ્ખો ગંધક, ૧૦ ગ્રામ સૂંઠ, ૫ ગ્રામ પીપર, પાંચ ગ્રામ પાંચ જાતનું મીઠું અને ૫ ગ્રામ અજમાને ઝીણું વાટી શીશીમાં ભરી લો. આમાંથી બે ચપટી દવા પાણી સાથે લો.

– હરડેની છાલ, પીપળ, સુંઠ અને સંચળ આ બધાને ૧૦-૧૦ ગ્રામની માત્રામાં લઈ ચૂરણ બનાવી લો. આમાંથી અડધી ચમચી ચૂરણ છાશ સાથે લો. ૧૫ દિવસ સુધી આ ચૂરણ ખાવાથી સંગ્રહણી રોગ એકદમ મટી જાય છે.

– ૧૦ ગ્રામ દાડમના દાણા, ૨ ગ્રામ સૂંઠ, ૨ ગ્રામ મરી અને ૧૦ ગ્રામ સાકરને કૂટી ચૂરણ બનાવો. આના સેવનથી દરેક પ્રકારની સંગ્રહણી મટી જાય છે.
આદુ સ્વાદિષ્ટ મૂળ આદુને સંસ્કૃતમાં આદ્રક અથવા વિશ્વ કહે છે. આ પેટની અગ્નિને સ્વસ્થ રાખે છે. ભૂખ ન લાગવાથી, અપચો, ગેસ, ઉલ્ટીને કારણે પેટ ફૂલવું અને અમ્લતા વધે ત્યારે આનો પ્રયોગ ગુણકારી હોય છે. વૈદ્યાચાર્ય ચરકે આદુ ને બધા જ મૂળોનો રાજા કહ્યો છે. જો જમતા પહેલા આદુના એક કકડાપર મીઠું ભભરાવી ખાઓ તો ભોજન સહેલાઈથી પચી જાય છે. ભોજનમાં લાલ મરચાંને બદલે જો આદુનો રસ નાખવામાં આવે તો જીભને સારુંલાગે છે. આદુ ઉધરસ, શરદી તાવનો દુશ્મન છે. આ આમ (કાચોમળ) ને સહેલાઈથી બહાર કાઢી નાંખે છે.


પથ્ય-અપથ્ય – હંમેશા સાદુ અને પચે તેવું ભોજન કરો. જમવામાં પપૈયુ, જામફળ, બીલી ફળનો માવો તથા સૂંઠના ચૂરણને નિયમિતપણે લો. છાશ અને માખણ કાઢેલું દૂધ પણ લઈ શકો છો. મરચાં-મસાલાવાળી વસ્તુઓ, ચટપટા ખાટા, કડવા પદાર્થો અને કડક વસ્તુઓ બિલકુલ ખાવી જોઈએ નહીં. તૂરિયા, દૂધી, પરવળ, કારેલા, મેથી, પાલક, ગાજર વગેરે વધુ પ્રમાણમાં ખાવા જોઈએ. દરરોજ સેલડનું સેવન જરૂર કરો. ફળોમાં જામફળ, પપૈયુ, સીતાફળ, કેળા, નારંગી અને લીંબૂનો રસ લો. કૉલેરા કોલેરાનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. અક્સર આ રોગનેભયંકર માનવામાં આવે છે. આ રોગ ઉનાળાના અંતમાં અથવા વર્ષાઋતુની શરૂઆતમાં ફેલાય છે. જો આનો ઈલાજ સમયસર તાબડતોબ ન કરવામાં આવે તો જીવલેણ સાબિત થાય છે. માખી તથા કેટલાક સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા કોલેરાનો રોગ ફેલાય છે. જો આ રોગ ફેલાય તો લગભગ ૮૦ ટકા રોગીઓને યોગ્ય ઉપચાર ન મળવાને કારણે તેઓ મોતના મોં માં જતા રહે છે. આ રોગના ઉપચારની સાથોસાથ તેનો ફેલાવો પણ અટકાવવો જોઈએ. ઝાડા-ઉલ્ટી રોકવા માટે દરદીઓને તરત જ દવા આપવી જોઈએ. કેટલાક ડોક્ટરોનું કહેવું છે કે ઝાડા-ઉલ્ટીને ધીમે ધીમે રોકવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published.