દાનિયા એ માંગ્યા ખૂલા (તલાક)
પાકિસ્તાન ના પીટીઆઈ ના સાંસદ અને પ્રખ્યાત ટીવી હોસ્ટ આમિર લિયાકત ની ત્રીજી વાર ની બેગમ સૈયદા દાનિયા શાહે કોર્ટ માં ખૂલા (મહિલા નો છૂટાછેડા નો અધિકારો માટે અરજી દાખલ કરી છે. તેણે અરજી માં ૧૧.૫ કરોડ પાક. રૂા.ની હક્કદાર મહેર, ઘર અને ઘરેણા ચૂકવવા માંગ કરી છે.પાકિસતાનિ ના પ્રખ્યાત ટીવી હોસ્ટ અને તહરિક એ ઈન્સાફ પાકિસ્તાન પાર્ટી ના સાંસદ આમિર લિયાકત ના નિકાહ હજુ ગત ફેબ્રુઆરી માં જ થયા હતા. આ નિકાહ ની ન માત્ર પાકિસ્તાન માં પરંતુ વિશ્વભર માં ખૂબ ચર્ચાઓ થઈ હતી.કારણ કે પોતાની બીજી પત્ની ને તલાક આપ્યા ના ૨૪ કલાક થી પણ ઓછા સમય માં આમિર લિયાકતે ત્રીજા નિકાહ કરી લીધા હતા. વળી ત્રીજા નિકાહ આ ૪૯ વર્ષીય સાંસદે પોતાના થી ૩૧ વર્ષ નાની માત્ર ૧૮ વર્ષીય સૈયદા દાનિયા શાહ સાથે પડ્યા હતા. આ લગ્ને લગ્ને કુંવારા દુલ્હા ની પાકિસ્તમન માં પણ સોશ્યિલ મિડીયા ઉપર ખૂબ જ ટ્રોલ કરાતા તેની ઉપર કાર્ટુન, જોક્સ અને મીમ્સ પણ વાયરલ થયા હતા. જો કે માત્ર ચાર માસ બાદ સૈયદા દાનિયા એ કોર્ટ માં દાખલ કરેલી ખૂલા ની અરજી માં આમિર લિયાકત ઉપર ખૂબ ગંભીર પ્રકાર ના આરોપો લગાવ્યા છે.

નિકાહ બાદ એક મહિના સુધી સોશ્યિલ મિડીયા માં પ્યારભર્યા, મેઈડ ફોર ઈચ અધર જેવા ફોટા અને વિડીયો અપલોડ કર્યા બાદ, માત્ર ચાર માસ બાદ અરજી માં જણાવાયું છે કે આમિર ટીવી ઉપર દેખાય છે તેવો બિલકુલ નથી. તે શેતાન કરતા પણ . ખરાબ છે. આ ચાર મહિના માં મને પીડા સિવાય બીજુ કશું નથી મળ્યું. તે મને એક નાનકડા રૂમ માં પુરી રાખતા હતા. ઘણી વખત મને ખાવાનું પણ આપવા માં આવતું ન હતું. દારુ ના નશા માં તે મને મારતો હતો. તેમ જ તે મને અને મારા પરિવાર ને ગંભીર પરિણામો ભોગવવા ની ધમકી પણ આપી રહ્યો હતો. નોકરો અને મિડીયા ની નાની નાની વાતો તેને ખરાબ લાગી જતી અને ગુસ્સા માં મારી સાથે ઝગડા કરતો હતો. તેણે મને ગોળી મારવા ની પણ ધમકી આપી હતી. નિકાહ પછી ના એ ચાર મહિના મને મારા કોઈ ગંભીર ગુન્હા ની સજા મળી હોય તેવું લાગતું હતું. કાલે જો મને કે મારા પરિવાર ને કાંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમિર લિયાકત ની જ રહેશે. હવે ત્રીજીવાર ના તલાક બાદ આમિર લિયાકત કેટલા કલાકો માં ચોથા નિકાહ પઢશે તે જોવું રસપ્રદ રહેશે.