દિનેશ કાર્તિક કરશે કમબેક ?

૨૦૨૨ ની આઈપીએલ ની ૧૫ મી સિઝન માં એક ખેલાડી પોતાના જબરદસ્ત પર્ફોર્મન્સ થી ટીમ ઈન્ડિયા ના દ્વાર ખટખટાવી રહ્યો છે. દિનેશ કાર્તિક હાલ જબરદસ્ત ફોર્મ માં છે અને ૨૦૦ ના સ્ટ્રાઈક રેટ અને ૬૪ રન ની એવરેજ થી ૨૦૨ રન બનાવી ચુક્યો છે.આઈપીએલ ની હાલ ની સિઝન ની ડેથ ઓવરો માં દિનેશની આગળ ધૂરંધર બોલરો પણ ફેલ થઈ રહ્યા છે. અહીં વાત માત્ર ઝડપ થી થોડા રન જોડી દેવા ની નથી પરંતુ દિનેશ કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ને મળેલી દરેક જીત માં મોટા ફિનિશર ની ભૂમિકા ભજવવા ઉપરાંત હંમેશા નોટઆઉટ રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ નો બેટીંગ એટેક ખૂબ મજબૂત મનાય છે, પરંતુ દિનેશ કાર્તિકે તેમની સામે પણ માત્ર ૮ બોલ માં ૩૦ રન ફટકાર્યા હતા. તેણે અત્યાર સુધી ની ૧૨ મેચો માં ૨૦૦ ના સ્ટ્રાઈક રેટ થી ૨૦૨ રન બનાવ્યા છે. ૨૦૦૪ માં ટીમ ઈન્ડિયા માં ડેબ્યુ કરનારા દિનેશ કાર્તિકે ઘણીવાર ટીમ માં કમબેક કર્યું છે. હવે ક્રિકેટર ફેન્સ તેના આવા જબરદસ્ત પર્ફોર્મન્સ થી અભિભૂત થઈને સતત સોશ્યિલ મિડીયા માં દિનેશ કાર્તિક ને ચાલુ વર્ષ ના અંત માં ઓસ્ટ્રેલિયા માં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપ ની ટીમ માં સામેલ કરવા ની માંગ કરી રહ્યા છે. જ્યાં એક તરફ દિનેશ કાર્તિક સતત પોતાના પ્રદર્શન થી વર્લ્ડકપ ટીમ માં પોતાની જગ્યા બનાવવા નો મજબૂત દાવો કરી રહ્યો છે. ત્યાં બીજી બાજુ ટીમ ઈન્ડિયા નો સભ્ય ઋષભ પંત જોઈએ તેવા ફોર્મ માં નથી. બેટિંગ માં સતત નિરાશાજનક પ્રદર્શન ઉપરાંત વિવાદો ના કારણે પણ તે ચર્ચા માં છે. ટોપ ઓર્ડર માં રમવાવાળો પંત અત્યાર સુધી ની આઈપીએલ માં એક પણ મેચ વિનીંગ ઈનિંગ રમી શક્યો નથી. વળી ખાસ નોંધનીય બાબત છે કે આ સિઝન માં રિષભ એ હજુ સુધી એક પણ ફિફ્ટી ફટકારી નથી. જ્યારે દિનેશ કાર્તિક આ વખતે આરસીબી માટે ખૂબ રન બનાવી રહ્યો છે અને તેણે પોતાની ટીમ ને અશક્ય લાગતી મેચો પણ જીતાડી છે. આવી જ એક મેચ પછી ના ઈન્ટવ્યું સેશન માં દિનેશ કાર્તિક એ પોતાની ટીમ ના જ સભ્ય અને પૂર્વ કપ્તાન વિરાટ કોહલી ને સ્પષ્ટ કહ્યું હતું કે હું ટી-૨૦ વર્લ્ડકપ ની ટીમ માં જગ્યા બનાવવા માંગુ છું. હાલ માં દરેક ટીમ સિલેક્ટર્સ ની નજર પણ દિનેશ કાર્તિક ઉપર અચૂક હશે.

Leave a Reply

Your email address will not be published.