દેશ નો હિન્દુ જાગૃત થઈ રહ્યો છે

ભારત એટલે કે હિન્દુસ્તાન એ હજારો વર્ષો ની હિન્દુ સંસ્કૃતિ અને આસ્થા નો દેશ છે. આખા વિશ્વ માં સોને કી ચિડીયા તરીકે સુવિખ્યાત આ દેશ ઉપર વિધર્મી આક્રાંતાઓ ના અનેક આક્રમણો લગભગ ૧૦૦૦ વર્ષો ની વિધર્મીઓ ની ગુલામી પછી પણ હિન્દુ બહુમત ધરાવતો દેશ છે.આજે આઝાદી નો અમૃત મહોત્સવ અર્થાત કે આઝાદી ના ૭૫ વર્ષો ની ઉજવણી કરતો આ દેશ ભારત હંમેશા વસુધૈવ કુટુંમ્બકમ અર્થાત કે સમગ્ર વિશ્વ મારો પરિવાર છે તેમ જ સર્વે ભવન્તુ સુખિન, સર્વે ભવન્તુ નિરામય અર્થાત કે સર્વે ની સુખી અને આર|ોગ્યપ્રદ – સ્વસ્થ સ્વાસ્થ ની મનોકામના કરનારી આપણી હિન્દુ સંસ્કૃતિ છે. જો કે સદીઓ ના વિધર્મીઓ ના શાસન હિન્દુ મંદિરો, વિશ્વ ની સૌ પ્રથમ યુનિવર્સિટીઓ એવી તક્ષશિલા અને નાલંદા યુનિ. કે જ્યાં ઈ.સ. પૂર્વે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેમાં ઘણા વિદેશીઓ પણ હતા તે સઘળી રાષ્ટ્રીય ધરોહરો નો નાશ કરી દેવાયો. હજારો લાખો મંદિરો ધ્વસ્ત કરી દેવાયા તદુપરાંત હિન્દુઓ ના આરાધ્ય દેવો ના સ્થાનકો, જન્મસ્થળો તોડી પાડી ને વિધર્મીઓ એ માત્ર હિન્દુઓ ને અપમાનિત કરવા તે જ સ્થળો એ પોતાની મસ્જિદો બનવી.

પ્રથમ મોગલો, અફઘાની, તુર્કી જેવામુસ્લિમ શાસકો ના ૭૫૦-૮૦૦ વર્ષો ના શાસન બાદ લગભગ બે સૈકા સુધી અંગ્રેજો – બ્રિટીશરો એ દેશ ને ગુલામ બનાવ્યો, દરેક વિધર્મી શાસકો એ હિન્દુધર્મીઓ ઉપર નૃશંસ હત્યાકાંડા, મહિલાઓ ઉપર અત્યાચારો, તલવાર ની અણી એ પરાણે જબરદસ્તી થી ધર્મપરિવર્તન જેવા કામો કર્યા, પ્રથમ મોગલોમુસ્લિમ શાસકો અને બાદમાં બ્રિટીશરો ના ખિ તીકરણ ના અભિયાનો પણ હિન્દુઓ ના સનાતન ધર્મીઓ ને પરસ્તિ કરી ના શક્યા. આખરે ૭૫ વર્ષો અગાઉ ૧૯૪૭ માં દેશ આઝાદ થયો પરંતુ હિન્દુઓ ની કમનસીબી એ હજુ પીછો છોડ્યો ન હતો. અંગ્રેજો એ દેશ છોડતા પણ પોતાના વ્યાપારીક સંસ્થાનો નિર્વિદને ચાલતા રહે તે માટે અંગ્રેજ સંસ્કૃતિ થી અભિભૂત હેરુ ને ગાદી સોંપી વિદાય લીધી. હેરુ એ તે સમય ના પ્રથમ મંત્રીમંડળ માં આંબેડકર, શ્યામાપ્રસાદ મુખર્જી, રાજેન્દ્ર પ્રસાદ અને સી. રાજગોપાલાચારી જેવા વિદ્વાનો હોવા છતા મૌલાના અબુ કલામ આઝાદ ને શિક્ષણમંત્રી બનાવ્યા. ક્યારેય શાળાએ ન ગયેલા, ધાર્મિક ગુરુઓ પાસે થી શિક્ષિત આ મૌલાના અબુ કલામ આઝાદ તેમ જ દેશ ના અમુક ડાબેરી વિચારદારવાળા લોકો એ સમગ્ર દેશ ની જનતા નો દ્રોહ કરતા હિન્દુ અને સનાતની સંસ્કૃતિ થી વિમુખ, દેશ માટે પોતાના પ્રાણોની આહ_તિ આપનાર અનેક શૂરવીર નરબંકાઓ ને ઈતિહાસ માં સ્થાન ના આપી અમુક નો નગણ્ય નામ માત્ર નો ઉલ્લેખ કરી ને આવા દેશ ઉપર ના વિધર્મી (પરંતુ આ તેમના ધર્મ ના) આક્રમણખોરો, | બળાકારી, | શહેનશાહો નું મહિમા મંડન અને તેમના સુશાસન ના પાઠ દેશ ની જનતા ને ભણાવ્યા અને સાચો, ગૌરવશાળી ઈતિહાસ છુપાવવા નું ઘોર પાપ કમનસીબે તે સમય ના અલ્પશિક્ષિત સમાજ ના કારણે આ હેરુ-ગાંધી પરિવાર નું ૬ દાયકા થી અધિક દેશ ઉપર શાસન રહ્યું.

પરંતુ આખરે ૨૦૧૪ માં હિન્દુઓ ના હૃદય સમ્રાટ અને હિન્દુત્વવાદી પાર્ટી ભાજપા નું દેશ ઉપર શાસન સ્થપાયું. ૬૦ વર્ષો સુધી કોંગ્રેસ એ બહુમત હિન્દુઓ ને જાતિવાદ, ભાષાવાદ અને પ્રદેશવાદ માં વિભાજીત કરી અને જુઠા સેક્યુલારીઝમ ના પાઠ ભણાવતા રહી અને બીજી તરફ લઘુમતિઓ ના તુષ્ટિકરણ ની રાજનીતિ કરી સત્તા ભોગવતા રહ્યા. જો કે ૨૦૧૪ માં દેશ ની જનતા એ પોતાની વિવેકબુદ્ધિ નો ઉપયોગ કરી ને ભાજપા ને સ્પષ્ટ બહુમત સરકાર બનાવવા તક આપી. પાંચ વર્ષ બાદ ૨૦૧૯ વધારે વિશ્વાસ દાખવતા ૩૦૩ સાંસદો ના બળ થી સરકાર બનાવાતા દેશ સામે દાયકાઓ થી પડતર એક પછી એક સળગતા પ્રશ્નો ઉકેલાતા ગયા. જેમાં જમ્મુ-કાશ્મિર માં થી આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એ નાબદી એ જનતા માં ઉત્સાહ નો સંચાર કર્યો. ત્યાર બાદ પાંચ સૈકાઓ થી કાયદાઓ અને અન્ય આંટીઘૂંટી માં સપડાયેલા હિન્દુઓ ના આરાધ્ય દેવ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ની જન્મભૂમિ અયોધ્યા કે જેનું નામ પણ કોંગ્રેસી શાસન માં બદલી ફૈઝાબાદ થયુ હતું ત્યાં ભગવાન શ્રીરામ ની જન્મભૂમિ નો વિવાદ સુપ્રિમ કોર્ટના ચુકાદા થી શાંતિપૂર્ણ રીતે આવતા હવે ત્યાં દેશ ની જનતા એ સ્વયંભૂ ફાળો ઉઘરાવી ને ભવ્ય અને અલૌકિક રામમંદિર નું બાંધકામ થઈ રહ્યું છે. દેશભર ના હિન્દુઓ ના તીર્થસ્થાનો ઉપર આ જ રીતે વિધર્મી, આક્રમણખોરો એ અયોધ્યા માં રામ જન્મભૂમિ ખાતે, ભગવાન શ્રીકૃષ્ણ ના મથુરા ખાતે, દેવાધિદેવ મહાદેવના હજારો વર્ષ ની પુરાતન શિવજી દ્વારા સ્થાપિત અને વેદો પુરાણો માં પણ જેનો ઉલ્લેખ છે તેવા કાશી/બનારસ,વારાણસી ના કાશી વિશ્વનાથ ધામ પરિસર ખાતે તેમ જ સોમનાથ, ઉન અને દેશભર માં હજારો દેવસ્થાનો ઉપર કે તેના પરિસર માં મસ્જિદો બનાવી બેસી ગયા છે. જો કે આટલા વર્ષો ના અત્યાચારો બાદ પણ વિધર્મીઓ ની બળજબરી, તલવાર ની ધાર ઉપર પોતાની સંસ્કૃતિ પ્રમાણે નહિ, પરંતુ “ હિન્દુ સંસ્કૃતિ ની સભ્યતા અને શાલિનતા સાથે અદાલતો માં તથ્યો અને તર્કસંગત દલીલો અને પુરવાઓ સાથે પોતાની માલિકી હક્ક ના દાવા ને આગળ કર્યા છે.

જે મુજબ હાલ માં કાશી માં કાશી વિશ્વનાથ ધામ પરિસર માં મંદિર તોડી બનાવાયેલ જ્ઞાનવાપી મસ્જિદ નો સર્વે , આગ્રા માં વિશ્વપ્રસિધ્ધ તાજ મહેલ એક મકબરો નહીં પરંતુ હિન્દુ શિવમંદિર તેજો મહેલ હોવા નું અને પુરાવારૂપ બંધ ૨૨ કમરા ખોલાવવા અદાલત માં અરજી કરાઈ છે. હજાર વર્ષ ના અત્યાચારો બાદ હવે આખરે હિન્દુ જાગૃત થયો છે અને હિંમત દાખવતા હજુ નવા નવા સ્થળો જેવા કે, દિલ્હી ના કુતુબ મિનાર માં હિન્દુ દેવી દેવતાઓ ના શિલ્પ-સ્થાપત્ય થી તેને વિષ્ણુ સ્તંભ જાહેર કરવા, ઉજજેન માં પાયા વગર ની મસ્જિદ ના ભોયરા માં વાસ્તવ માં આ શિવમંદિર હોવાનું અને આજ ની તારીખ માં ભોંયરા માં ગણેશજી ની મૂર્તિ હોવાનો દાવો આહ્વાહન અખાડી ના મહામંડલેશ્વર અત_વેગાનંદજી એ કરી આ સ્થળ ની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરાવવા માંગ કરી છે. આમ હિન્દુ જાગૃત થઈ પોતાનો હક્ક વાર થઈ માંગી રહ્યો જ છે. સ્વાભાવિક રીતે વિધર્મીઓ ને ના ગમતી બાબત છે. વળી લઘુમતિ તુષ્ટિકરણ માં રાચતા લ્હેતિયા, માયકાંગલા રાજનેતાઓ અને તેમના મળતિયા લૂટિયન્સ ગેંગ ના પત્રકારો દેશ માં કોમી વાતાવરણ બગડી રહ્યા નું, કોમી એકતા જાળવવા ની સુફિયાણી સલાહો આપતા હિન્દુઓ ને સંયમ જાળવવા તેમ જ ગંગા-યમુના ની તહેઝીબ ની દુહાઈઓ આપતા પણ શરમાતા નથી. શું પોતાના ઘરમાં ઘૂસેલા ઘૂસણખોર ને ઘર માં થી કાઢવા ન્યાયતંત્ર નો સહારો લેવો ગેરકાનુની છે. શું ગંગા-જમુના તહેઝીબ ની દુહાઈઓ માત્ર હિન્દુઓ માટે જ છે? મંદિરો ને નષ્ટ કર્યા બાદ પણ ભગવાન શ્રી કૃષ્ણ કે દેવાધિદેવ શિવજી ના સોગંદ ખાવા પણ એક સ્થળે થી સ્વેચ્છા એ હટી જઈ ને તેમને કોઈ એકતા ની મિસાલો પુરુ પાડવા ની સલાહ આપવા ની પણ હિંમત આવા સલાહકારો માં હોય ખરી?

Leave a Reply

Your email address will not be published.