પાકિસ્તાન ની સંસ્કૃતિ
પાકિસ્તાન ના નવા વરાયેલા વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમની વડાપ્રધાન બન્યા બાદ ની પ્રથમ વિદેશ યાત્રા સાઉદી અરબ ની કરી ને આવ્યા છે. અને હવે તેમની આગામી વિદેશયાત્રા ચીન ની આયોજીત છે.ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અરસા માં પોતાની યુરોપ યાત્રા કરી આવ્યા. વડાપ્રધાન મોદી ની યાત્રા ઉપર સમગ્ર વિશ્વ ની નજર હતી. કારણ કે રશિયા-યુક્રેન યુધ્ધ ના સમય માં આ યુધ્ધ થી સૌથી વધુ અસરગ્રસ્ત અને ચિંતિત યુરોપ ના ૮ દેશો ના વડાઓ સાથે ભારતીય વડાપ્રધાનની મુલાકાત અને ચર્ચા-વિચારણા થઈ હતી. ભારત ના વડાપ્રધાન મોદી ની વિદેશયાત્રા પણ ત્રણ દિવસ ની હતી. એક સાથે આઝાદ થયેલા આ બન્ને દેશો ના વડાપ્રધાનો ની સમાન દિવસો ની વિદેશયાત્રા માં ભારત ના વડાપ્રધાન મુખ્યત્વે વિદેશો સાથે પારસ્પરિક વ્યાપાર માં વ ધ્ધિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી માં સહયોગ જેવા મુખ્ય મુદ્દાઓ હતા જ્યારે પાકિસ્તાન ના વડાપ્રધાન માઈ-બાપ સમાન માત્ર ૧ દેશ – સાઉદી ની યાત્રા કરીને આપેલા દેવા ની ચૂકવણી ની મહેતલ વધારવા ની, ઉધારી માં બીજુ ક્રૂડ ઓઈલ આપવા ની અને સંભવતઃ નવી આર્થિક મદદ મેળવવા જેવી માંગો સાથે ની યાત્રા હતી.
જેને પાકિસ્તાની મિડીયા શરમજનક રીતે સફળ યાત્રા ગણાવી રહ્યું છે. આર્થિક કંગાળીયત ના આરે ઉભેલો દેશ હજુ પણ વિદેશી સહાય ઉપર જ નિર્ભર છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ ની આગામી ચીન યાત્રા પણ આ જ મતલબ ની રહેવા ની છે. સંભવત: પાક.વડાપ્રધાન છેલ્લા બે-અઢી વર્ષ થી, ઈમરાન ખાન ના શાસનકાળ દરમિયાન ઠપ્પ પડેલા ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર a ને પુનઃ શરુ કરાવવા વિનંતી કરશે તેમ મનાય છે. જો કે પાકિસ્તાન ની સુરક્ષા પ્રણાલી થકી ચીન ને પોતાના નાગરિકો અને પોતાના પ્રોજેક્ટસ ની સુરક્ષા કરવા ની ક્ષમતા માં થી ચીન નો વિશ્વાસ ગંભીર રીતે હચમચી ગયો છે. અગાઉ ના ડેમ એન્જિનિયરો ના મોત બાદ ૨૬ મી એપ્રિલે પાકિસ્તાન ની કરાંચી યુનિવર્સિટી ના પરિસર માં ત્રણ ચીની નાગરિકો અને પાકિસ્તની ડ્રાયવર ની વાન ને આત્મઘાતી બોંબર દ્વારા ઉડાવી જે રીતે મોત ને ઘાટ ઉતારાયા તેના થી ચીન ના સત્તાવાળાઓ માં ગંભીર ચિંતા અને ઉગ્ર આક્રોશ છે. તદુપરાંત આવા હુમલાઓ ની પેટર્ન સતત પુનરાવર્તિત થઈ રહી છે જેના થી એ સ્પષ્ટ થાય છે કે “ફુલપુફ સુરક્ષા આપવા ના પાકિસ્તાની વચનો માત્ર કાગળ ઉપર જ છે તેનું કોઈ વજુદ નથી. પાક. માં સતત હુમલાઓ થઈ રહ્યા છે જેને રોકવા માં સત્તાવાળાઓ અસમર્થ છે.