પોલિંસ વિંગ ઉપર રોકેટ હમલો

પંજાબ પોલિસ ના મોહાલી સ્થિત ઈન્ટેલિજન્સ વિંગ ના વડામથક ઉપર રોકેટ હુમલો થતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી. હુમલા બાદ ડીજીપી ના જણાવ્યા પ્રમાણે વડામથકે પ્રોજેક્ટાઈલ થી હુમલો કરવા માં આવ્યો હતો. સદ્ભાગ્યે હુમલા સમયે રુમ માં કોઈ ના હોવા થી જાનમાલ ની કોઈ નુક્સાની થઈ ન હતી.પંજાબ માં મોહાલી માં સેક્ટર-૭૭ માં સ્થિત ઈન્ટેલિજન્સ યુનિટ ના વડામથક ઉપર સોમવારે રાત્રે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ થી હુમલો કરવા માં આવ્યો હતો. આ બિલ્ડીંગ માં જ પંજાબ પોલિસ ના ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કન્ટ્રોલ યુનિટ (ઓસીસીયુ) અને એન્ટિ ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (એજીટીએફ) ની પણ ઓફિસો આવેલી છે. જો કે નિષ્ણાતો ના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો નિશાન ચૂકતા વિસ્ફોટક બારી સાથે અથડાઈ રૂમ ની અંદર પડવા ના બદલે ઈમારત ના આરસીસી કોલમ ને અથડાતા તેની તીવ્રતા ઓછી થઈ ગઈ હતી. ત્યારબાદ બારી તોડી ને રુમ માં જઈ ને પડ્યું હતું. જો કે સદ્ભાગ્યે તેમાં વિસ ફોટ ના થતા મોટી નુક્સાની થી બચાવ થયો હતો. જો કે પોલિસ તપાસ માં એનઆઈએ જોડાઈ છે જેનું મુખ્ય કારણ આ હુમલા માં આર.પી.જી. નો ઉપયોગ તેમ જ આ હુમલા માં વિસ્ફોટક તરીકે ટ્રાઈ નાઈટ્રો ટોલ્યુઈન નો ઉપયોગ છે.

આ હુમલા માં વપરાયેલું આર.પી.જી. સામાન્ય રીતે ભારતીય સેના કે પછી પાકિસ્તાન ની સેના પણ નથી કરતી.આરપીજી નો ઉપયોગ અફઘાનિસ્તાન માં તાલિબાનો કરે છે. આમ આર.પી.જી. અને ટીએનટીનો ઉપયોગ કરાયા ની માહિતી બહાર આવતા જ એનઆઈએ તપાસ માં જો તા રા ઈ ગઈ હતી. કારણ કે આ એક ગંભીર બાબત છે જે દેશ ની સુરક્ષા ને સંલગ્ન છે. પોલિસે આ હુમલા સંબંધી ઘણા શંકાસ્પદો ને કસ્ટડી માં લઈ ને પૂછપરછ કરી હતી. હુમલા માં વપરાયેલ રોકેટ લોન્ચર પોલિસે ઝડપી પાડી ને જપ્ત કર્યું છે. આ કેસ માં ૧૧ લોકો ની ધરપકડ કરાયા ઉપરાંત અંબાલા થી પણ એક શખ્સ ને ઝડપી લેવાયો હતો. સીસીટીવી ની ચકાસણી માં એ વાત સામે આવી હતી કે ધડાકા બાદ એક સ્વિફ્ટ કાર મોહાલી થી ડેરા બસ્સી તરફ ગઈ હતી. ત્યાર બાદ તે કાર અંબાલા માં પ્રવેશી હતી. પોલિસે અંબાલા થી આ કાર અને તેના માલિક ને શોધી કાઢી તેની ધરપકડ કરી ને અંબાલા થી મોહાલી લાવી પૂછપરછ કરી હતી.જો કે પંજાબ ના આ રોકેટ હુમલા બાદ પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન અને યુ.કે. સ્થિત શિખ ફોર જસ્ટીસ ના નેતા ગુરમતામ સિંગ પન્ન એ એક ઓડિયો સંદેશ જાહેર કરી ને હિમાચલ પ્રદેશ ના મુખ્યમંત્રી જયરામ ઠાકુર ને ધમકી આપતા જણાવ્યું હતું છે કે તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંગમાન પાસે થી બોધપાઠ લે અને લડાઈ શરુ ના કરે.

તાદ પ૨ા‘ત રાજ્ય ના અગ્રણી મિ ડી યા જૂથો ને પણ મોકલેલા ઓડિયો સંદેશ માં જણાવ્યું હતું કે જો તેઓ ધર્મશાળા પાસે વિધાનસભા સંકુલ ના ગેટ ઉપર લગાવાયેલા ખાલિસ્તાની ઝંડાઓ ફરકાવવા સામે પગલા લેશે તો | હિંસા થશે. સોમવારે | પંજાબ પોલિસ ના ઈનટેલિજન્સ વિંગના હેડક્વાર્ટર ઉપર કરાયેલા રોકેટ હુમલા નો ઉલ્લેખ કરી ને ધમકી આપી હતી કે આવુ શિમલા માં પણ બની શકે છે.પંજાબ પોલિસ શિખ ફોર જસ્ટિસ ના નેતા પશુ દ્વારા આરપીજી હુમલા ની જવાબદારી સ્વિકારતા ઓડિયો મેસેજ ની ખરાઈ ની ચકાસણી કરી રહી છે. હુમલા ના એક દિવસ બાદ એટલે કે સોમવાર થી મોહાલીમાં હાઈ એલર્ટ જાહેર કરાયું હતું. આ હુમલાખોરો ને ઝડપવા ઘટના સ્થળ નજીક ના ત્રણ મોબાઈલ ટાવરો ઉપર થી ૬ થી ૭ હજાર મોબાઈલ ડેટા ડમ્પ ની પણ ચકાસણી કરાઈ રહી છે. એન.આઈ.એ. એનએસજી અને સેના એ તપાસ ને ઝડપી બનાવવા રોકેટ હુમલાગ્રસ્ત ઈમારત ની પણ મુલાકાત લીધી હતી.

મંગળવારે રાજ્ય ના ડીજીપી ભાવરા એ રાજ્ય ના ગુપ્તચર અધિકારીઓ, એસ. એસ.પી. તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ તેમણે પત્રકારો ને સંબોધતા કહ્યું હતું કે અમારી પાસે લીસ છે. અને અમે આ મામલા ને ઝડપ થી ઉકેલીશું. પોલિસે અજાણ્યા હુમલાખોરો સામે કેસ નોંધી ને તપાસ ને વેગવંતી બનવી છે. જો કે શિખ ફોર જસ્ટિસ ના નેતા પન્નુ દ્વારા આરપીજી હુમલા ની જવાબદારી સ્વિકારવા ઉપરાંત હિમાચલ પ્રદેશ ના મુખ્યમંત્રી ને ધમકી આપવા ની બાબત ગંભીર છે. પન્નુએ આ અગાઉ પણ ખેડૂત આંદોલન દરમિયાન લાલ કિલ્લા ઉપર ખાલિસ્તાની ઝંડો ફરકાવનાર ને અઢી લાખ ડોલર ના ઈનામની જાહેરાત તેમ જ ખાલિસ્તાની ચળવળ ને વેગવંતી બનાવવા ખાલસા દિન જેવા પર્વો ઉપર અનેક વખત ખાલિસ્તાન તરફી અને દેશવિરોધી વિડીયો બહાર પાડ્યા છે.

Leave a Reply

Your email address will not be published.