બોલિવુડ મને એફોર્ડ નહીં કરી શકે
સાઉથ ની ફિલ્મો એ બોક્સ ઓફિસ ઉપર ઝંઝાવાત સર્યા બાદ સાઉથ ની અને બોલિવુડ ની ફિલ્મો તથા ભાષા વિવાદ શરુ થયો હતો. તેમાં હવ તેલુગુ સુપર સ્ટાર મહેશ બાબુ એ એમ કહ્યું હતું કે બોલિવુડ મને એફોર્ડ નહીં કરી શકે.મહેશ બાબુ તેલુગુ ફિલ્મ ના સુપર સ્ટાર એ મહેશબાબુ મેજર ફિલ્મ ના ટ્રેલર લોંચ માં આવ્યા હતા. આ ફિલ્મ ૨ ૬ / ૧ ૧ ના મુંબઈ આતંકવાદી હુમલા માં શહીદ થયેલા એનએસજી કમાન્ડો ઉત્રીકૃષ્ણન ની બાયોપીક છે. મહેશબાબુ આ ફિલ્મ ના પ્રોડ્યુસર પણ છે. ટ્રેલર લોંચ માં જ્યારે પત્રકારો એ તેમને બોલિવુડ ડેબ્યુ અંગે સવાલ કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે એવું નથી કે મને બોલિવુડ માં ઓફર્સ નથી મળતી, પરંતુ મને લાગે છે કે તે લોકો મને એફોર્ડ કરી શકશે નહીં. જે ઈન્ડસ્ટ્રી મને એફોર્ડ ના કરી શકે, તે ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ને હું મારો સમય બરબાદ કરવા માંગતો નથી. મને સાઉથ ની ઈન્ડસ્ટ્રી માં જે માન, સન્માન અને સ્ટારડમ મળ્યું છે તે ઘણું મોટું છે. આથી જ હું આ ઈન્ડસ્ટ્રી ને છોડી ને બીજી ઈન્ડસ્ટ્રી માં કામ કરવા અંગે વિચારી પણ નથી શકતો. હું ફિલ્મો માં કામ કરવા તથા મોટા બનવા માંગતો હતો અને ઈચ્છતો હતો કે તેલુગુ ફિ ૯ મ આખો દેશ જુએ. હવે એવુ જ થઈ રહ્યું છે જેના થી હું બહુ ખુશ છું. હું હંમેશા થી માનતો આવ્યો છું કે મારી તા કાતા તો લ, ગ, ફિલ્મ જ છે. હવે આ ફિલ્મો એ તમામ મર્યાદાઓ પાર કરી ને ટોલિવુડ ને ભારતીય સિનેમા બનાવ્યું છે. મહેશબાબુ એમ પણ સ્પષ્ટતા કરી હતી કે તેમની આગામી ફિલ્મ એસ.એસ. રાજામૌલી સાથે છે અને તે એક પેન ઈન્ડિયા મુવી છે. જ્યારે મહેશબાબુ ને ડિજિટલ ડેબ્યુ અંગે પૂછવા માં આવ્યું ત્યારે તેમણે તેઓ | ડિજિટલ સ્પેસ માં આવવા નું વિચારી પણ શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.