મહેબૂબા મુક્તિ નો ફરી પડકાર
જમ્મુ-કાશ્મિર ના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુક્તિ એ ફરી એક વાર ભાજપા ને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે હિંમ્મત હોય તો ભાજપા તાજ મહેલ અને લાલ કિલ્લા ને મંદિર બનાવી ને બતાવે.આ અગાઉ પણ કાશ્મિર મુદ્દે એક વખત દેશવિરધી અને અલગવિવાદીઓ જેવી ભાષા માટે મહેબૂબા મુક્તિ વિખ્યાત છે. આ જ મહેબૂબા મુતિ એ આર્ટિકલ ૩૭૦ હટાવવા ની કોશિષ કરાશે તો પછી કાશ્મિર માં ખૂન-ખરાબો થશે, લોહી ની નદીઓ વ્હેશે અને તિરંગા ને ઉઠાવવા કોઈ હાથ, ખભો નહી બચે. તેમ જ ૩૫-એ ને હટાવવા નો પ્રયાસ તે આગ સાથે રમવા સમાન પૂરવાર થશે. આમ કરનાર ના ન માત્ર હાથ દાઝશે પરંતુ ભસ્મીભૂત થઈ જશે તેવી ધમકીઓ ઉચ્ચારી હતી. વાસ્તવ માં આ બન્ને વસ્તુ થઈ ચૂકી અને ના તો લોહી નું એક ટીપું પણ રેડાયું, ના તો કોઈ આગ ફેલાઈ. માત્ર મહેબૂબા મુક્તિ અવશ્ય ૬ માસ નજરકેદ માં રહી હદી. હાલ માં જ્યારે દેશ માં એક તરફ જ્ઞાનવાપી મસ્જિદ માં કોર્ટ ના હુકમ થી સર્વે ની કામગિરી ચાલી રહી છે જેમાં હિન્દુઓ ના દાવા પ્રમાણે અહીં મંદિર તોડી ને મસ્જિદ મંદિર ની ઉપર ઉભી કરાઈ છે. મસ્જિદ ના ભોયરા માં શિવલીંગ અને અનેક દેવી-દેવતાઓ ની મૂર્તિઓ અને દિવાલો ઉપર હિન્દુ ધાર્મિક ચિત્રો સ્વસ્તિક, હસ્તી અને કમળ ની આકૃ તિઓ છે. કોર્ટ ના સર્વે ના આદેશ છતા મુસ્લિમ પક્ષ કામ માં ખલેલ પાડી, વિલંબ કરી રહ્યો છે. આ જ રીતે તાજમહેલ પણ શિવમંદિર તેજો મહાલય હોવા નું અને તેના બંધ ૨૨ કમરાઓ ખોલાવવા ની અદાલત માં અરજી કરાઈ છે. એમ મનાય છે કે આ ૨૨ ઓરડાઓ માં હિન્દુ દેવી દેવતાઓ ની મૂર્તિઓ છે.આ બધા થી અકળાયેલા પડી નેતા મહેબૂબા મુક્તિ એ પોતાની આદત મુજબ ફરી એક વાર ધમકી ઉચ્ચારતા ભાજપા ને પડકાર ફેંક્યો છે કે જો તમારા માં હિંમત હોય તો તાજ મહેલ અને લાલ કિલ્લા ને મંદિર બનાવી ને દેખાડો પછી જોઈએ ભારત માં કેટલા લોકો તેને જોવા આવશે. લાગે છે ભાજપા અગાઉ ની જેમ મહેબૂબા મુફ્િત ની આ ધમકી ને પણ ખોટી પુરવાર કરી બતવિશે.