મુંબઈ એ ચેન્નાઈ ને ૫ વિકેટે હરાવ્યુ
૧૨ મી મે ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ માં ચેન્નાઈ સુપર કિંગ્સ નો ૫ વિકેટે પરાજય થતા તે હવે પ્લે ઓફ રેસ માં થી બહાર થઈ ગયું હતું.ચેન્નાઈ તરફ થી ઓપનિંગ માં ઉતરેલા ઋ તા, ૨ા જ ગાય કવાડ અને ડેવોન કૉનવે માં કૉનવે શૂન્ય રને આઉટ થતા ૧ રને ૧ વિકેટ સ્કોર થયો હતો. ત્યાર બાદ મોઈન અલી પણ શૂન્ય રને આઉટ થતા સ્કોર ૨ રને ર વિકેટ થયો હતો. ત્યાર બાદ આવેલા રોબિન ઉથપ્પા પણ અંગત ૧ રને જ્યારે અંબાતી રાયડુ અંગત ૧૦ રને આઉટ થયા હતા. માત્ર કપ્તાન એમ. એસ.ધોની ના નોટ આઉટ ૩૬, શિવમ દુબે ૧૦ અને ડવેન બ્રાવો ના ૧૨ રન ની મદદ થી ૧૬ ઓવરો માં માત્ર ૯૭ રન બનાવી ને ઓલ આઉટ થઈ ગયા હતા. મુંબઈ તરફ થી ડેનિયલ સેક્સ-૩, કુમાર કાર્તિકેય અને રિલે મેરિડિથ ને ૨-૨ વિકેટો જ્યારે બુમરાહ અને રમણદીપ સિંહ ને ૧-૧ વિકેટો મળી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફ થી જીતવા માટે આસાન ૯૮ રન ના લક્ષ્યાંક નો પીછો કરવા ઈશાન કિશન અને રોહિત શર્મા એ ઓપનિંગ કર્યું હતું. જો કે ઈશાન કિશન અંગત ૬ રને ત્યાર બાદ આવેલા ડેનિયલ સેમ્સ અંગત ૧ રને આઉટ થતા સ્કોર ૩૦ રને ર વિકેટ થયો હતો.ત્યાર બાદ રોહિત શર્મા પણ અંગત ૧૮ રને અને ટ્રિસ્ટન સ્ટટબીત શૂન્ય રને આઉટ થતા ૩૩ રને ૪ વિકેટ નો સ્કોર થયો
હતો. જો કે ત્યાર બાદ તિલક વર્મા-૩૪ નોટ આઉટ, ટિમ ડેવિડ ૧૬ રન નોટ આઉટ અને હૃતિક શોકીન ના ૧૮ રન ની મદદ થી મુંબઈ ઈન્ડિયન્સ એ ૧૪.૫ ઓવરો માં જ ૧૦૩ રન બનાવી લેતા પ | વિકેટ એ વિજય મેળવ્યો હતો. ચેન્નાઈ તરફ થી મુકેશ ચૌધરી એ ૩ વિકેટો જ્યારે મોઈન અલી અને સિમરનજીત સિંગ ને ૧-૧ વિકેટો મળી હતી. જો કે આ મેચ માં ચેન્નાઈ સુપર કિંગ્સ નો ૫ વિકેટ થી પરાજય થતા હવે તે આઈપીએલ ના પ્લે ઓફ લિસ્ટ માં થી બહાર થઈ ગયું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ના પણ અત્યાર સુધી ના પર્ફોર્મન્સ ના આધારે પ્લે ઓફ માં પ્રવેશવા ની આશા ધૂંધળી જ લાગે છે.