મુંબઈ ની ટ્રેનો માં ફરી સિરિયલ બ્લાસ્ટ નું ષડયંત્ર ?
તાજેતર માં હરિયાણા પોલિસે કરનાલ નેશનલ હાઈવે ઉપર થી કાર ની તલાશી દરમિયાન જંગી વિસ્ફોટકો સાથે ચાર ખાલિસ્તની આતંકવાદીઓ ની ધરપકડ કરી હતી.ગત ગુરુવારે ઈનોવા ગાડી માં સવાર થઈ ને ચાર ખાલિસ્તાની આતંકવાદીઓ કરનાલ ના નેશનલ હાઈવે ઉપર થી પસાર થઈ રહ્યા હતા. ૨ કપ સ્ટ ઉપર ચેકીંગ હરિયાણા પોલિસ કાર માં થી આ ઈ ઈ ડી જેવા ખતરનાક વિસ્ફોટકો ઉપરાંત ગન્સ, જીવતા કારતસ તેમ જ રોકડ રકમ પણ મળી હતી. કાર માં સવાર ચારેય ખાલિસ્તાની આતંકીઓ પંજાબથી મહારાષ્ટ્ર જઈ રહ્યા હતા. ચારેય ખાલિસ્તાની આતંકવાદીઓ પંજાબ ના રહેવાસી છે જેમની ઓળખ ગુરપ્રિત, અમૃતદીપ, પરવિંદર તેમ જ ભૂપિન્દર તરીકે થઈ હતી. તેઓ આતંકી સંગઠન બબ્બર ખાલસા સાથે સંકળાયેલા હતા. તેમની પ્રાથમિક તપાસ માં આઈઈડી અને હથિયારો સરહદ પાર પાકિસ્તાન થી કાર્યરત ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંગ રિંડા એ પંજાબ ના સરહદ નજીક ડ્રોન થી મોકલ્યા હોવા નું જણાવ્યું હતું.

ખાલિસ્તાની આતંકી રિંડા ઘણા સમય થી પાકિસ્તાન માં આઈએસઆઈ અને લશ્કર ની છત્રછાયા માં રહી ને પંજાબ માં ખાલિસ્તાની આતંકીઓ ને તૈયાર કરવા અને ફરી એકવાર પંજાબ માં અશાંતિ સર્જવા કાર્યરત છે. જો કે સુરક્ષા એજન્સીઓ એ ચારેય ખાલિસ્તાની આતકીઓ ની આગવી ઢબે પૂછપરછ કરતા અત્યંત ચોકાવાપરી બાબત સામે આવી હતી. આ આતંકીઓ ના જણાવ્યા પ્રમાણે ગત માર્ચ માસ માં જ પાકિસ્તાન થી કાર્યરત ખાલિસ્તાની આતંકી હરવિંદર રિંડા એ આરડીએક્સ ની મોટી ખેપ મહારાષ્ટ્ર ના ના‘દેડ ખાતે પહોંચાડી હતી. હાલ માં પકડાયેલા આઈઈડી તેમજ આરડીએક્સ ના મોટા જથ્થા ની મદદ થી મુંબઈ ની લોકલ ટ્રેનો અને પેરૂ સેન્જર ટ્રેનો માં સિરિયલ બોંબ બ્લાસ્ટ કરવા નું કાવતરું ઘડવા માં આવ્યું હતું. આમ આઈએરૂ આઈ અને પાક.ની નાપાક સેના ગત વખતે દાઉદ ઈબ્રાહિમ દ્વારા મુંબઈ માં સિરિયલ બોંબ બ્લાસ્ટ દ્વારા સમગ્ર દેશ ને ધણધણાવ્યા બાદ આ વખતે ખાલિસ્તાની આતંકવાદીઓ પાસે ફરી મુંબઈ માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ નું કાવતરું ઘડ્યું છે.