રસરંગ પૂર્તિ
અર્ચના પર શારદાના શબ્દોની સારી અસર થતી રહી. ધીરે ધીરે સ્વસ્થ થતી રહી. જો કે ઉમાને ભૂલી શકતી નહોતી. રાત્રે ઊંઘમાં પણ એને સપનામાં જોતી ત્યારે એ પાછી અસ્વસ્થ બની જતી. શારદાની વાતો એને સાચી દિશામાં દોરતી રહી. એણે ટ્રેઈનિંગમાં મન પરોવ્યું.કેન્દ્રમાં પાંચ મહિના પૂરા થતાં પહેલાં એ રિસેપ્શનિસ્ટ તરીકે તૈિયાર થઈ ગઈ. એક અચ્છી સેક્રેટરી તરીકેની પ્રતિભા ઊભી કરી શકી.
કેન્દ્રને ભારરૂપ થવાને બદલે એણે નોકરી કરી સ્વતંત્ર જિંદગી જીવવાનો વિચાર કર્યો. શારદાએ, મિસિસ માંજરેકર અને દીદીએ એને સારો સાથ અને પ્રોત્સાહન આપ્યાં. મિસિસ માંજરેકરે છાપામાંથી બે ચાર જાહેર ખબરો આપી ત્યાં અરજી કરવા સલાહ આપી. પૂણેની આઈ. બી.એમ.કંપનીમાં એક સેક્રેટરીની જરૂર હતી. અર્ચનાએ અરજી કરી.ચોથે દિવસે ઈન્ટર્વ્યનો કોલ આવતા એ ખુશ થઈ ગઈ.
આસમાની રંગનું બ્લાઉઝ, આસમાની રંગની સાડી. કપાળમાં લાલ ચાંદલો. પગમાં કાળા સેન્ડલ, વદન પર આછો પાવડર અને થોડીક લાલી હોઠ પર આછા બ્રાઉન કલરની લિપસ્ટિક. ખુલ્લા વાળમાં એક લાલ ગુલાબ. | સુષમાદીદી અને મિસિસ માંજરેકર એને જોઈ પ્રભાવિત થઈ ગયા. યુ હેવ એક્સેલન્ટ પર્સનલિટી, અર્ચના!” પાછળથી આવી સુષમાદીદીએ કહ્યું. જય ગજજર થેંક્સ, તમે અહીં?’ અમે બન્ને તને આશીર્વાદ આપવા આવ્યાં છીએ. તારી પરનાલિટીમાં કંઈ ઉમેરો કરવા જેવો લાગે તો તને સલાહ આપવાની અમારી ફરજ છે. પણ તું તો ખરેખર હોંશિયાર થઈ ગઈ છે. નોકરી તો મળશે પણ કોઈ ફૂટડો જુવાન મોહી જાય એવું પણ બને.” ‘તમે પણ શું બહેન.” કેમ નથી જોઈતો કોઈ ફૂટડો જુવાન?’ “હવે એનો મોહ નથી રહો. જેનું નસીબ ફૂટેલું હોય છે જ્યાં જાય ત્યાં બે ડગલાં પાછળ જ પડે છે.” “કોઈનું નસીબ ફૂટેલું નથી હોતું. સમય બળવાન છે. સમય સમયનું કામ કરે છે. આપણે જે પળ જેવી આવે તેને હસતે વદને સ્વિકારી લેતાં શીખીશું તો જિંદગી જીવવા જેવી બની રહેશે. ગુડ લક, માય અર્ચના, ગોડ બ્લેસ યુ!’ અર્ચના નીચી નમી બન્ને ને વંદન કરી ઈન્ટવ્યું આપવા નીકળી પડી. રિક્ષામાં અર્ચના આઈ.બી.