રાજસ્થાન માં જોધપુર, ભિલવાડા માં અશાંતિ
રાજસ્થાન માં ઈદ અને અક્ષય તૃતિયા ના તહેવારો દરમ્યિાન જોધપુર માં થયેલા કોમી રમખાણો બાદ હવે અન્ય શહેર ભીલવાડા માં પણ બુધવારે મોડી રાત્રે તણાવ પેદા થયો હતો.ૐાજસ્થાન માં અશોક ગેહલોત ના કોંગ્રેસી શાસન માં લઘુમતિ તુષ્ટિકરણ ચરમ સીમા ઉપર છે. આ અગાઉ પણ અલ્વર ડિસ્ટક્ટિ ના સરાઈ મહોલ્લા ના ૩૦૦ વર્ષ પુરાણા | શિવમંદિર ને તોડી પડાયા બાદ બીજા જ દિવસે
શનિવારે આ જ અલ્વર ડિસ્ટ્રીક્ટ માં ગૌશાળા ને જમીનદોસ્ત કરી નંખાઈ હતી. મહારાષ્ટ્ર, યુષી અને દેશભર માં જ્યાં મસ્જિદો ઉપર ના લાઉડ સ્પિકરો દૂર કરાયા છે અથવા માત્ર પરિસર માં જ સંભળાય તેટલા ધીમા ધ્વનિ સ્તરે વગાડાય છે ત્યારે રાજસ્થાન સરકાર ના આશીર્વાદ થી કોઈ મસ્જિદ ઉપર થી લાઉડ સ્પિકર ઉતારવા ની તો વાત દૂર લગભગ દરેક મસ્જિદ બહાર લાઈટ ના થાંભલાઓ ઉપર બન્ને સાઈડ માં એકબીજા ની વિરુધ્ધ | દિશા માં બબ્બે મોટા વધારા ના લાઉડસ્પિકરો ફીટ કરાઈ અઝાન અને નમાજ પઢાઈ હતી. તદુપરાંત રોડ ઉપર બન્ને બાજુ બેરિકેટ્સ લગાવી રસ્તાઓ અને બજારો ને અવરોધી ને રસ્તા ઉપર નમાજ પઢાઈ હતી.
ૐાજસ્થાન ની સૂર્યનગરી જોધપુર માં ઈદ ના પર્વે સોમવારે મોડી રાત્રે જ્યારે રોડ ઉપર બાલમુકુંદ બિરસા સર્કલ ઉપર ભગવા ધ્વજ ને ઉતારી ને ચાંદ-તારાવાળા ધ્વજ ને લગાવવા ના અને પ્રતિમા ને લીલા કપડા થી ઢાંકવા ના એક જૂથ ના ટોળા ને રોકવા નો પ્રયાસ બીજા જૂથે કરતા મામલો બિચક્યો હતો અને થોડા જ સમય માં સામસામે પથ્થરબાજી, લાઠી, તલવારો સાથે ટોળાઓ સામસામે આવી જતા ઉપરાંત વાહનોમાં તોડફોડ અને આગ લગાડવા ના બનાવો બન્યા હતા જેમાં ઘટનસ્થળે પહોંચેલા પોલિસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. ત્યાર બાદ જોધપુર ના સંવેદનશીલ વિસ્તારો માં કર્ફયુ લગાવવા ઉપરાંત સમગ્ર જોધપુર જિલ્લા માં ઈન્ટરનેટ સેવા પણ સ્થિગિત કરાઈ હતી. જોધપુર મુખ્યમંત્રી ગેહલોત નો જ વિસ્તાર હોવા થી બીજા દિવસે જિલ્લા માં કોઈ પ્રસંગે મુખ્યમંત્રી અને તેમના પુત્ર વૈભવ ગેહલોત પ્રસંગ માં હાજરી આપી ઉપસ્થિત જનમેદની ને સંબોધવા ના હતા. પરંતુ તેમના ત્યાં પહોંચતા મેદની એ પ્રથમ હુરિયો બોલાવ્યા બાદ મોદી…. મોદી… ના જયઘોષ બાદ આખરે મુખ્યમંત્રી અને તેમના પુત્ર એ સંબોધન કર્યા વગર જ ભાગવુ પડ્યું હતું જોધપુર બાદ બુધવારે મોડી રાત્રે ભીલવાડા માં પણ બે યુવકો ને ધસી આવેલા ડઝનેક બુકાનીધારીઓ એ લાઠી દંડા થી મારપીટ કરી અધમુવા કરી દીધા બાદ તેમની બાઈક ને સળગાવી દીધી હતી. બન્ને ઘાયલો ની સરકારી હોસ્પિટલ માં ભરતી કરાવવી પડી હતી. આ ઘટના સાંગનેર ના કરબલા રોડ ઉપર ઘટી હતી. બુધવારે રાત્રે સાંગનેર શહેર માં અને ગુરુવારે સવાર થી સમગ્ર જીલ્લા માં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. આમ કોંગ્રેસશાસિત રાજસ્થાન માં અશાંતિ વ્યાપી છે, કોમી તોફાનો થી રાજસ્થાન સળગે છે ત્યારે યુવરાજ નાઈટ ક્લબો માં પાર્ટી કરવા માં વ્યસ્ત છે.